Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમૂલે દૂધ બાદ દહીં અને લસ્સીના ભાવ વધાર્યા:એક કિલો દહીંમાં ₹5 અને લસ્સીમાં ₹2નો વધારો ઝીંકાયો, આજથી ભાવવધારો અમલી

    7 hours ago

    અમૂલ દ્વારા દૂધના ભાવમાં વધારો કર્યા બાદ હવે દહીંના ભાવમાં પણ વધારો ઝીંકવામાં આવ્યો છે. અમૂલ દ્વારા કોઈપણ પ્રકારની પૂર્વ જાહેરાત વગર ગુપચુપ રીતે 14 નવેમ્બરથી જ આ નવા ભાવ વધારાનો અમલ શરૂ કરી દેવામાં આવ્યો છે, જેના કારણે ગ્રાહકોને હવે ખરીદી માટે વધુ કિંમત ચૂકવવી પડશે. અમૂલ મસ્તી દહીં અને પ્રો બાયોટિક રોઝ લસ્સીના ભાવ વધારો બે દિવસ પહેલાં દૂધના ભાવ વધારાયા અમૂલ બ્રાન્ડની મુખ્ય કંપની ગુજરાત કો-ઓપરેટિવ મિલ્ક માર્કેટિંગ ફેડરેશન (GCMMF)ના જણાવ્યા અનુસાર, દૂધ ઉત્પાદન અને પ્રોસેસિંગના ખર્ચમાં ઝડપી વધારો થવાને કારણે ભાવ વધારવાનો નિર્ણય લેવાયો છે. આ વર્ષે લીલા અને સૂકા ચારા, પશુ આહારમાં ઉપયોગમાં લેવાતો ખોળ, મકાઈ અને ગોળની રસી (શીરા)ના ભાવ વધ્યા છે. આ સિવાય દૂધના પેકેજિંગમાં વપરાતી ફિલ્મ અને બળતણ પણ મોંઘું થયું છે. કંપનીએ જણાવ્યું કે ગુજરાત અને દેશના ઘણા ભાગોમાં ઓછો અને અનિયમિત વરસાદ થવાને કારણે પરિસ્થિતિ પડકારજનક છે. આવી સ્થિતિમાં દૂધ ઉત્પાદકોને શ્રેષ્ઠ ભાવ આપવા અને મુશ્કેલ સમયમાં તેમને સાથ આપવા માટે ઉપભોક્તાઓ માટે દૂધના ભાવ વધારવા જરૂરી બની ગયા હતા. સમગ્ર અહેવાલ વાંચવા અહીં ક્લિક કરો
    Click here to Read More
    Previous Article
    'ગાંધીનગરના ક્યા રેન્જ IGએ જમીન પચાવવા ગોલ્ડી નામનો ગુંડો-વહીવટદાર રાખ્યા?':કોંગ્રેસે કહ્યું-સરકાર મોઢું દબાવવા ઘાતક હુમલો કરાવી શકે, ખોરજની 150 કરોડની જમીનનો વિવાદ વકર્યો
    Next Article
    વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માત,:જૂનાગઢમાં વંથલી-માણાવદર હાઈવે પર ત્રિપલ અકસ્માતમાં ઉત્તર ક્રિયાથી પરત ફરતા દંપતીનું મોત: અન્ય 2 થી 3 વ્યક્તિઓ ગંભીર રીતે ઈજાગ્રસ્ત.

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment