Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કલ્યાણપુરમાં ₹5 લાખની લાંચ લેતા બે ઝડપાયા:ખાણકામમાં હેરાનગતિ ન કરવા સરપંચ પતિ સહિત બેની ACB ટ્રેપ

    1 week ago

    દેવભૂમિ દ્વારકા જિલ્લાના કલ્યાણપુરમાં એસીબીએ સફળ ટ્રેપ ગોઠવી ₹5 લાખની લાંચ લેતા બે ખાનગી વ્યક્તિઓને રંગેહાથ ઝડપી પાડ્યા છે. હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ અને અન્ય એક શખ્સે ખાણની કામગીરીમાં હેરાનગતિ ન કરવા માટે આ લાંચની માંગણી કરી હતી. ઝડપાયેલા આરોપીઓમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચના પતિ 55 વર્ષીય ડાયાભાઇ અરજણભાઇ પરમાર અને 41 વર્ષીય જીવાભાઇ અરજણભાઇ પરમારનો સમાવેશ થાય છે. બંને ખેતીના વ્યવસાય સાથે સંકળાયેલા છે, જ્યારે જીવાભાઇ હાર્ડવેરનો વેપાર પણ કરે છે. આ કેસના ફરિયાદી અને તેમના ભાગીદાર હરીપર ગામની સીમમાં કાળા પથ્થર કાઢવાની ખાણ ધરાવે છે. આ ખાણની કામગીરીમાં હરીપર ગ્રામ પંચાયતના સરપંચ અને સભ્ય દ્વારા કોઈ ખોટી હેરાનગતિ ન થાય તે માટે સરપંચના પતિ ડાયાભાઇ પરમારે ફરિયાદી પાસે શરૂઆતમાં ₹30 લાખની લાંચની માંગણી કરી હતી. લાંબી રકઝકના અંતે ₹20 લાખ આપવાનું નક્કી થયું હતું. જેમાંથી પ્રથમ હપ્તા પેટે ₹5 લાખ તાજેતરમાં આપવાના હતા. ફરિયાદી આ લાંચની રકમ આપવા માંગતા ન હોવાથી તેમણે જામનગર એ.સી.બી.નો સંપર્ક કરી ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદના આધારે એ.સી.બી.ની ટીમે કલ્યાણપુર મામલતદાર કચેરીની સામે આવેલા દ્વારકાધીશ કોમ્પ્લેક્સમાં, ફરિયાદીના મિત્રની ઓફિસે લાંચનું છટકું ગોઠવ્યું હતું. નક્કી થયા મુજબ, બંને આરોપીઓ ત્યાં પહોંચ્યા હતા અને ફરિયાદી સાથે હેતુલક્ષી વાતચીત કરી ₹5 લાખની લાંચ સ્વીકારતા જ એ.સી.બી.ની ટીમે તેમને રંગેહાથ દબોચી લીધા હતા. એ.સી.બી.એ લાંચની સંપૂર્ણ ₹5 લાખની રકમ રિકવર કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. આ ટ્રેપિંગ કાર્યવાહી એ.આર. ગોહિલ, પોલીસ ઇન્સ્પેક્ટર, એ.સી.બી. પોલીસ સ્ટેશન, જામનગર અને તેમના સ્ટાફ દ્વારા કરવામાં આવી હતી. સુપરવિઝન અધિકારી તરીકે જે.ડી. મેવાડા, મદદનીશ નિયામક, એ.સી.બી. રાજકોટ એકમ અને ઇન્ચાર્જ અધિકારી તરીકે બલદેવસિંહ વાઘેલા, નાયબ નિયામક, એ.સી.બી. રાજકોટ હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    PGVCLના સમારકામને લઈ ભાવનગરમાં પાણી કાપ:કુંભારવાડા ESRના વિસ્તારોમાં પાણી 3-4 કલાક મોડું પહોંચશે, 21થી વધુ વિસ્તારોમાં પાણીની અસર
    Next Article
    વલસાડમાં 7 વર્ષની બાળકી સાથે છેડતી:પાડોશીએ ફ્લેટમાં બોલાવી બિભત્સ વીડિયો બતાવ્યા, દુષ્કર્મનો પ્રયાસ કર્યો; પોક્સો હેઠળ ગુનો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment