Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજનો ગર્ડર તૂટ્યો:બે પિલર વચ્ચેનો આખેઆખો ભાગ એકાએક પડ્યો; ₹496 કરોડનો પ્રોજેક્ટ વિવાદમાં

    1 day ago

    સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજનો એક ગર્ડર તૂટી પડવાની ઘટના સામે આવી છે, જેમાં બે પિલર વચ્ચેનો આખેઆખો ભાગ એકાએક નીચે નમી પડ્યો હતો. બ્રિજનો આ હિસ્સો જોખમી રીતે નમી જતાં તંત્ર દ્વારા તાત્કાલિક પગલાં ભરીને તેને સલામતીના ભાગરૂપે તોડી પાડવા કવાયત શરૂ કરવામાં આવી છે. સદનસીબે આ દુર્ઘટનામાં કોઈપણ પ્રકારની જાનહાનિ થવા પામી નથી અને મોટી હોનારત ટળી છે. રેલવેના એક અધિકારીના જણાવ્યા મુજબ, આ વીડિયો દોઢ મહિના જૂનો છે. પિલરની ઉપર જે ગર્ડર રાખવામાં આવ્યો હતો, તેનું સપોર્ટિંગ સ્ટ્રક્ચર હટાવતી વખતે આ ગર્ડર વળી (બેન્ડ થઈ) ગયો હતો. ત્યારબાદ તપાસ કરવામાં આવી હતી અને તેને ડિસ્મેન્ટલ (દૂર) કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો. હવે આની ઉપર બીજો ગર્ડર કાસ્ટ કરવામાં આવશે. મલ્ટી મોડલ ટ્રાન્સપોર્ટેશન હબ પ્રોજેક્ટ હેઠળ આ બ્રિજ તૈયાર થઈ રહ્યો છે. સિટકો (SITCO) કંપની દ્વારા આ પ્રોજેક્ટ હાથ ધરવામાં આવ્યો છે. અહીં 5 કિલોમીટર લાંબો એલિવેટેડ રોડ તૈયાર કરવામાં આવી રહ્યો છે. રૂપિયા 496 કરોડના ખર્ચે આ એલિવેટેડ રોડ તૈયાર થઈ રહ્યો છે. સહારા દરવાજાથી લઈને આ એલિવેટેડ રોડ સુરત મુખ્ય રેલવે સ્ટેશનના પાછળના ભાગથી વરાછા લંબે હનુમાન રોડ સુધી જવાનો છે, જે હાલ નિર્માણાધીન છે. આ સમાચારને અપડેટ કરી રહ્યાં છીએ…
    Click here to Read More
    Previous Article
    15 killed in Lucknow building fire; owners among four held
    Next Article
    ટ્રક સાથે અથડાતા જ ટેમ્પાનો કચ્ચરઘાણ, ડ્રાઈવરનું મોત:કરજણ પાસે NH 48 પર ગમખ્વાર અકસ્માત, ફાયર વિભાગે હાઈડ્રોલિક મશીનથી કેબિનના પતરાં કાપી એકને બચાવ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment