Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ટ્રક સાથે અથડાતા જ ટેમ્પાનો કચ્ચરઘાણ, ડ્રાઈવરનું મોત:કરજણ પાસે NH 48 પર ગમખ્વાર અકસ્માત, ફાયર વિભાગે હાઈડ્રોલિક મશીનથી કેબિનના પતરાં કાપી એકને બચાવ્યો

    1 day ago

    વડોદરા પાસેથી પસાર થતો નેશનલ હાઈવે 48 અવારનવાર જીવલેણ સાબિત થઈ રહ્યો છે. આજે વહેલી સવારે વધુ એક ગોઝારો અકસ્માત સર્જાયો હતો. જેમાં મહારાષ્ટ્રથી આવતો ટેમ્પો અન્ય ટ્રકમાં પાછળના ઘરે ઘૂસી જતા ડ્રાઈવરનું ઘટનાસ્થળે જ મોત નીપજ્યું હતું, જ્યારે ફાયર વિભાગે દોઢ કલાક દિલધડક રેસક્યૂ કરી કેબિન કાપી કન્ડક્ટરને જીવતો બહાર કાઢ્યો હતો. આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત મળતી માહિતી અનુસાર નેશનલ હાઈવે 48 પર વહેલી સવારે કરજણ તાલુકાના દેથાણ ગામ નજીક પ્લેઝર ઈન્ડિયા કંપની પાસે મહારાષ્ટ્રથી દૂધ ભરીને વડોદરા આવતા આઇસર ટેમ્પો અને ટ્રક વચ્ચે ગમખ્વાર અકસ્માત સર્જાયો હતો. અકસ્માત એટલો ભયાનક હતો કે, આઇસર ટેમ્પોના કેબિનનો કચ્ચરઘાણ વળી ગયો હતો. જેમાં ડ્રાઈવર અને કન્ડકટર બંને ફસાયા હતા. ફાયર વિભાગે પતરાં કાપી બેને બહાર કાઢ્યા અકસ્માતની ઘટનાને પગલે નેશનલ હાઈવે પર લોકોના ટોળા ઉમટી પડ્યા હતા અને સ્થાનિકો દ્વારા કરજણ ફાયર વિભાગને ફોન કરીને જાણ કરવામાં આવી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર વિભાગનો કાફલો તાત્કાલિક સ્થળ પર દોડી આવ્યો હતો. ફાયર વિભાગ દ્વારા હાઈડ્રોલિક કટિંગ ઇક્વિપમેન્ટની મદદથી પતરાં કાપીને લગભગ દોઢ કલાકની સતત મહેનત બાદ બંને વ્યક્તિઓને બહાર કાઢ્યા હતાં. ડ્રાઈવરનું ઘટનાસ્થળે મોત, કન્ડક્ટર ગંભીર રીતે ઇજાગ્રસ્ત જોકે, 108 એમ્બ્યુલન્સને ઘટનાની જાણ થતા તે પણ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. 108ની ટીમ દ્વારા ડ્રાઈવરને ઘટનાસ્થળે જ મૃત જાહેર કરવામાં આવ્યો હતો. જ્યારે કન્ડક્ટરને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો છે. હાલમાં આ અકસ્માત મામલે કરજણ પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સુરત રેલવે ગોડાઉન પર નિર્માણ હેઠળના બ્રિજનો ગર્ડર તૂટ્યો:બે પિલર વચ્ચેનો આખેઆખો ભાગ એકાએક પડ્યો; ₹496 કરોડનો પ્રોજેક્ટ વિવાદમાં
    Next Article
    વધુ એક પાટીદાર સિંગરના પ્રેમલગ્નનો વિવાદ:ધારાસભ્ય ટીલાળાએ કહ્યું પ્રેમ લગ્ન કરતા પહેલા દીકરીઓએ માતા-પિતાને વિશ્વાસમાં લેવા જોઈએ, દરેક સમાજના આગેવાનોએ આગળ આવવાની જરૂર છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment