Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનને પ્રથમ વખત મળશે ₹490 કરોડ:ફિફા રેકોર્ડ ₹8,400 કરોડની ઇનામી રકમ વહેંચશે, આ વખતે મેડલ સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ મળશે

    23 hours ago

    આ વખતે ફૂટબોલ વર્લ્ડ કપ ચેમ્પિયનને 51 મિલિયન ડોલર એટલે કે લગભગ 490 કરોડ રૂપિયા મળશે. પ્રથમ વખત વિશ્વ ચેમ્પિયનને આટલી મોટી રકમ મળશે. ફિફાએ આ વખતે 871 મિલિયન ડોલર એટલે કે લગભગ 8,400 કરોડ રૂપિયાની ઇનામી રકમ વહેંચવાની જાહેરાત કરી છે. વર્લ્ડ કપ માટે ક્વોલિફાય કરનાર દરેક દેશને ઓછામાં ઓછા 12.5 મિલિયન ડોલર એટલે કે લગભગ ₹120 કરોડ રૂપિયા મળશે. ફાઇનલ મેચ પહેલાં ફિફાએ જાહેરાત કરી કે વિજેતા ટીમના ખેલાડીઓને મેડલની સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ આપવામાં આવશે. ટૉપ-4 ટીમને મળશે સૌથી મોટી ઇનામી રકમ FIFA વર્લ્ડ કપ 2026માં ટૉપ-4માં પહોંચનારી ટીમોને સૌથી વધુ ઇનામી રકમ મળશે. રનરઅપ ટીમને લગભગ 3,273.18 કરોડ (33 મિલિયન ડોલર) મળશે. ત્રીજા સ્થાને રહેનારી ટીમને લગભગ 2,888.10 કરોડ (29 મિલિયન ડોલર), ચોથા સ્થાને રહેનારી ટીમને લગભગ 2,695.56 કરોડ (27 મિલિયન ડોલર)ની પુરસ્કાર રકમ આપવામાં આવશે. મેડલ સાથે પહેરાવવામાં આવશે ચેમ્પિયનશિપ રિંગ સ્પેન અને આર્જેન્ટિના વચ્ચે ટાઇટલ માટે ટક્કર વર્લ્ડ કપ 2026ની ફાઈનલ યુરોપિયન ચેમ્પિયન સ્પેન અને વર્તમાન વર્લ્ડ ચેમ્પિયન આર્જેન્ટિના વચ્ચે રમાવાની છે. સ્પેને સેમિફાઈનલમાં મજબૂત ગણાતી ફ્રાન્સની ટીમને હરાવીને ફાઈનલમાં સ્થાન બનાવ્યું છે. જ્યારે, આર્જેન્ટિના સતત બીજી વખત અને કુલ સાતમી વખત વર્લ્ડ કપની ફાઈનલમાં પહોંચ્યું છે. આર્જેન્ટિનાએ બીજી સેમિફાઈનલ મેચમાં ઇંગ્લેન્ડને 2-1થી હરાવ્યું હતું. 2022માં ચેમ્પિયનને મળ્યા હતા 348 કરોડ FIFA વર્લ્ડ કપ 2022ની ચેમ્પિયન આર્જેન્ટિનાને 348 કરોડ રૂપિયા (42 મિલિયન ડોલર)ની પ્રાઇઝ મની મળી હતી. ફાઇનલ હારીને રનર-અપ રહેલા ફ્રાન્સને પણ 248 કરોડ રૂપિયા મળ્યા હતા. ટુર્નામેન્ટમાં ભાગ લેનારી 32 ટીમમાં કુલ 3600 કરોડ રૂપિયાથી વધુની ઇનામી રકમ વહેંચવામાં આવી હતી. -------------------- FIFA વર્લ્ડ કપ સંબંધિત આ ન્યૂઝ પણ વાંચો… મેસ્સીએ જેને ફૂટબોલની ગળથૂથી પાઈ, એ યમાલ જ ફાઇનલમાં ટકરાશે!: 19 વર્ષ પહેલાં ખોળામાં રમાડ્યો ને હાથેથી નવડાવ્યો; FIFA વર્લ્ડ કપની કુદરતે લખેલી સુંદર કહાની 19 જુલાઈના રોજ જ્યારે ન્યૂ જર્સીના મેટલાઇફ સ્ટેડિયમમાં સ્પેન અને આર્જેન્ટિના ફિફા વર્લ્ડ કપ 2026ની ફાઇનલમાં આમને-સામને ટકરાશે, ત્યારે આ જંગ માત્ર ટ્રોફી માટે નહીં હોય. આ મુકાબલો ફૂટબોલની બે પેઢીઓ વચ્ચેની મહાજંગ હશે. એક તરફ ફૂટબોલનો જાદુગર લિયોનલ મેસ્સી હશે, તો બીજી તરફ નવી પેઢીનો સૌથી ચમકતો સિતારો લેમિન યમાલ હશે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    Nakul Anand, The Night Manager who never quite checked out
    Next Article
    મહેસાણા પોલીસની કાર્યવાહી:આતંક મચાવતી જયેશ રબારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, એક સાગરીત ઝડપાયો

    Related સપોર્ટ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment