Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહેસાણા પોલીસની કાર્યવાહી:આતંક મચાવતી જયેશ રબારી ગેંગ સામે ગુજસીટોક હેઠળ ગુનો દાખલ, એક સાગરીત ઝડપાયો

    18 hours ago

    મહેસાણા અને અમદાવાદ જિલ્લામાં છેલ્લા એક દાયકાથી ખૂન, ખંડણી, વ્યાજખોરી અને બળજબરીપૂર્વક નાણાં પડાવવા જેવી ગંભીર પ્રવૃત્તિઓ આચરીને આતંક મચાવતી ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ ગેંગ સામે મહેસાણા જિલ્લા પોલીસે કડક કાયદાકીય શસ્ત્ર ઉગામ્યું છે. કડી પંથકમાં ભય અને અસુરક્ષાનું વાતાવરણ ઊભું કરનારી આ સંગઠિત ગુનાહિત ટોળકી વિરૂદ્ધ કડી પોલીસ સ્ટેશન ખાતે ગુજરાત કંટ્રોલ ઓફ ટેરરીઝમ એન્ડ ઓર્ગેનાઇઝ્ડ ક્રાઇમ એકટ (GUJCTOC) હેઠળ ગુનો નોંધીને કાયદાનો સકંજો મજબૂત કરવામાં આવ્યો છે. ગૃહ વિભાગની સૂચના અને ગાંધીનગર રેન્જના નાયબ પોલીસ મહાનિરીક્ષક વીરેન્દ્રસિંહ યાદવ તેમજ મહેસાણા પોલીસ અધિક્ષક હિમાંશુ સોલંકીના સીધા માર્ગદર્શન હેઠળ કડી પોલીસની ટીમે આ સમગ્ર ઓપરેશન પાર પાડ્યું છે. ઇરાણા ગામનો જયેશ રબારી છે ગેંગનો મુખ્ય માસ્ટરમાઇન્ડ પોલીસના સત્તાવાર વર્તુળો તરફથી મળતી માહિતી અનુસાર આ સંગઠિત ગુનાહિત ટોળકીનો મુખ્ય સૂત્રધાર કડી તાલુકાના ઇરાણા ગામનો જયેશભાઈ છગનભાઈ માલજીભાઈ રબારી છે. આ કુખ્યાત આરોપીનો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. અગાઉ મહેસાણા અને અમદાવાદ જિલ્લાના અલગ-અલગ પોલીસ સ્ટેશનોમાં તેની વિરૂદ્ધ ખૂન, ઘાતક હથિયારો વડે જીવલેણ હુમલા કરવા તેમજ ગેરકાયદેસર મની લેન્ડરિંગ (વ્યાજખોરી) સહિત કુલ 6 જેટલા ગંભીર અને નાપાક ગુનાઓ નોંધાઈ ચૂક્યા છે. આ ગેંગ સંગઠિત થઈને સામાન્ય નાગરિકો અને વેપારીઓને જાનથી મારી નાખવાની ધમકીઓ આપી આર્થિક શોષણ કરતી હતી. કડી ડિવિઝનના DYSPના માર્ગદર્શનમાં એક સાગરીત જેલભેગો સમગ્ર પંથકમાં કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદ્રઢ કરવા અને આ ઓર્ગેનાઈઝ્ડ ક્રાઈમ સિન્ડિકેટનો નાશ કરવા માટે ગુજસીટોકનો કાયદો લગાડવો અનિવાર્ય બન્યો હતો. કડી વિભાગના નાયબ પોલીસ અધિક્ષક (DYSP) ડૉ. હાર્દિક પ્રજાપતિના માર્ગદર્શનમાં કડી પોલીસ ઇન્સ્પેક્ટર એ.એમ. કામળીયા અને તેમની ટીમે ગુજસીટોકનો ગુનો દાખલ થતાં જ એક્શન મોડમાં આવી તપાસ તેજ કરી હતી. આ કેસના તપાસ અધિકારી ડૉ. હાર્દિક પ્રજાપતિ દ્વારા ગેંગના સક્રિય સાગરીત દેવાભાઈ કમાભાઈ બાબુભાઈ રબારી (રહે. મણીપુર, કડી) ને ગણતરીના કલાકોમાં ઝડપી પાડવામાં આવ્યો છે. હાલ પોલીસ દ્વારા પકડાયેલા આરોપીના કોર્ટમાંથી રિમાન્ડ મેળવવાની તજવીજ હાથ ધરવામાં આવી છે જેથી ગેંગના કાળા કારનામાના અન્ય રહસ્યો પરથી પડદો ઊંચકી શકાય. ગુનેગારોમાં ફફડાટ, નાગરિકોમાં રાહત વર્ષોથી રંઝાડતી આ ગુનાહિત ટોળકીના એક પછી એક સાગરીતો પર જ્યારે કાયદાકીય હથોડો પડ્યો છે ત્યારે સમગ્ર પંથકના ગુનેગારો અને અસામાજિક તત્વોમાં ભારે ફફડાટ વ્યાપી ગયો છે. બીજી તરફ, પોલીસની આ પ્રશંસનીય અને કડક કાર્યવાહીના કારણે કડી અને આસપાસના વિસ્તારના સ્થાનિક રહિશો તેમજ વેપારી આલમે રાહતનો શ્વાસ લીધો છે. પોલીસ હાલ ગેંગના મુખ્ય સૂત્રધાર જયેશ રબારી સહિત અન્ય નાસતા ફરતા સાગરીતોને દબોચી લેવા અલગ-અલગ ટીમો બનાવીને ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    ફૂટબોલ વર્લ્ડ ચેમ્પિયનને પ્રથમ વખત મળશે ₹490 કરોડ:ફિફા રેકોર્ડ ₹8,400 કરોડની ઇનામી રકમ વહેંચશે, આ વખતે મેડલ સાથે ચેમ્પિયનશિપ રિંગ પણ મળશે
    Next Article
    Aapnu Gujarat | રથયાત્રા નીજ મંદિર તરફ રવાના | Rathyatra | Prime Time News |Gujarati News

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment