Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મુંબઈ-અમદાવાદ નેશનલ હાઈવે પર કન્ટેનરમાંથી ₹48.43 લાખનો દારૂ ઝડપાયો:નવસારી LCBએ બલવાડા ગામ નજીક 8256 બોટલ દાર સાથે ચાલકની ધરપકડ કરી, મદ્દામાલ જપ્ત

    1 week ago

    નવસારી લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ એક મોટી કાર્યવાહી કરી છે. LCB ટીમે ચીખલી પોલીસ સ્ટેશન વિસ્તારમાં આવેલા બલવાડા ગામ નજીક નેશનલ હાઈવે નંબર 48 પરથી વિદેશી દારૂનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. આ દારૂ એક કન્ટેનરમાં છુપાવીને લઈ જવાઈ રહ્યો હતો. LCB સ્ટાફ ચીખલી વિસ્તારમાં પેટ્રોલિંગ કરી રહ્યો હતો. તે દરમિયાન પી.આઈ. વી.જે. જાડેજાને ગુપ્ત બાતમી મળી હતી કે મુંબઈથી અમદાવાદ તરફ જતા હાઈવે પર દારૂ ભરેલું એક કન્ટેનર પસાર થવાનું છે. આ બાતમીના આધારે, પોલીસે બલવાડા ગામની સીમમાં સહયોગ હોટલ સામે વોચ ગોઠવી હતી. વોચ દરમિયાન, બાતમી મુજબનું ટાટા કન્ટેનર (MH 04 GR 6655) ત્યાંથી પસાર થતાં પોલીસે તેને રોક્યું હતું. કન્ટેનરની તલાશી લેતા, તેમાંથી પાસ-પરમિટ વગરનો ભારતીય બનાવટનો વિદેશી દારૂ (વ્હીસ્કી)ની કુલ 8,256 બોટલો મળી આવી હતી. પોલીસે ₹48,43,200ની કિંમતનો દારૂ અને કન્ટેનર સહિત કુલ ₹58,50,200નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જપ્ત કરાયેલા મુદ્દામાલમાં ₹48,43,200ની કિંમતની 8,256 વિદેશી દારૂની બોટલો, ₹10 લાખનું ટાટા કન્ટેનર (MH 04 GR 6655), ₹5,000નો વીવો મોબાઈલ ફોન અને ₹2,000 રોકડાનો સમાવેશ થાય છે. પોલીસે કન્ટેનરના ડ્રાઈવર શ્રીકૃષ્ણા ઉર્ફે દિનેશ નેતાજી શ્રીરંગ સોમવંશીની ધરપકડ કરી છે. આ મામલે દારૂનો જથ્થો ભરાવનાર સતીષ અને કન્ટેનરના માલિક સહિત અન્ય સંડોવાયેલા લોકોને વોન્ટેડ જાહેર કરવામાં આવ્યા છે. ચીખલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    વેરાવળ સિવિલ હોસ્પિટલમાં ભાજપનું સ્વચ્છતા અભિયાન:PM મોદીના કાર્યકાળની ઉજવણી નિમિત્તે શ્રમદાન, સ્વચ્છતાનો સંદેશ આપ્યો
    Next Article
    ઘઉંની ધીમી ખરીદીથી જગતનો તાત પરેશાન:​વંથલી માર્કેટિંગ યાર્ડમાં તંત્રની અણઘડતા અને બારદાનની અછતને લીધે ખરીદી ખોરવાઈ, વરસાદના ભયથી સસ્તા ભાવે વેચવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment