Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરત મનપાની મચ્છરજન્ય રોગ નિયંત્રણ ઝુંબેશ:બેદરકારો પાસેથી ₹4.81 લાખનો દંડ વસૂલાયો, 3 મહિનામાં મેલેરિયાના 334 અને ડેન્ગ્યુના 306 કેસ નોંધાયા

    7 hours ago

    ચોમાસાની ઋતુને ધ્યાને રાખીને સુરત મહાનગરપાલિકાના આરોગ્ય વિભાગ અંતર્ગત વાહકજનિત રોગ નિયંત્રણ વિભાગ દ્વારા શહેરમાં મચ્છરજન્ય રોગચાળો વકરે નહીં તે હેતુથી વિવિધ ઝોન વિસ્તારોમાં સઘન કામગીરી હાથ ધરવામાં આવી છે. પાલિકાની ટીમો દ્વારા રહેણાંક વિસ્તારોથી લઈને બાંધકામ સાઇટો પર વ્યાપક સર્વે અને નાશ કરવાની ઝુંબેશ તેજ કરવામાં આવી છે. 1,498 લોકોને નોટિસ ફટકારી 68 હજારનો દંડ વસૂલ્યો તા. 19 સપ્ટેમ્બરથી 25 સપ્ટેમ્બર દરમિયાન હાથ ધરાયેલા ઇન્ટ્રાડોમેસ્ટિક સર્વે હેઠળ આરોગ્ય વિભાગે શહેરના 4,76,589 ઘરો અને સંસ્થાઓની રૂબરૂ મુલાકાત લીધી હતી. આ કામગીરી દરમિયાન મચ્છરોની ઉત્પત્તિ થઈ શકે તેવા 15,42,472 જેટલા પાત્રો તપાસવામાં આવ્યા હતા, જેમાંથી 9,730 સ્થળોએ મચ્છરોના બ્રીડિંગ મળી આવતા તેનો સ્થળ પર જ તાત્કાલિક નાશ કરવામાં આવ્યો હતો. મચ્છરોની ઉત્પત્તિ માટે અનુકૂળ સ્થિતિનું નિર્માણ કરનારા 1,498 લોકોને નોટિસ ફટકારવામાં આવી હતી અને તેમની પાસેથી રૂ. 68,200 નો વહીવટી ખર્ચ વસૂલ કરવામાં આવ્યો હતો. 618 મચ્છરના બ્રીડિંગનો નાશ કરાયો આ ઉપરાંત, વિવિધ ઝોનમાં ચાલી રહેલા બાંધકામ સ્થળો પર ખાસ અઠવાડિક ઝુંબેશ ચલાવવામાં આવી હતી. આ સર્વે હેઠળ નાના-મોટા કુલ 871 બાંધકામોની તપાસ કરી સ્થળ પરથી 618 મચ્છરના બ્રીડિંગનો નાશ કરાયો હતો. બેદરકારી દાખવનારા 120 આયોજકોને નોટિસ આપવામાં આવી હતી, જે પૈકી 110 જવાબદારો પાસેથી કુલ રૂ. 4,13,600 જેટલો વહીવટી દંડ વસૂલ કરવામાં આવ્યો હતો. મેલેરિયામાં 112 અને ડેન્ગ્યુમાં 105 આંકડો થયો શહેરમાં રોગચાળાની સ્થિતિ પર નજર કરીએ તો, જુલાઈ મહિનામાં મેલેરિયાના 107 અને ડેન્ગ્યુના 90 કેસ નોંધાયા હતા. ઓગસ્ટમાં આ આંકડો વધીને મેલેરિયામાં 112 અને ડેન્ગ્યુમાં 105 થયો હતો, જ્યારે સપ્ટેમ્બર મહિનામાં અત્યાર સુધી મેલેરિયાના 115 અને ડેન્ગ્યુના 111 કેસ સામે આવ્યા છે. આ તમામ કેસોમાં તંત્ર દ્વારા જરૂરી એન્ટિલાર્વલ તેમજ એન્ટી-એડલ્ટ કામગીરી પૂર્ણ કરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    IndiGo Delhi-Mumbai Flight Diverted to Surat: दिल्ली से मुंबई जा रही फ्लाइट की लैंडिंग क्यों टली?
    Next Article
    સગીરા ઉપર દુષ્કર્મ કેસમાં આરોપીને 10 વર્ષની કેદ:ચોગઠના શખ્સે અપહરણ કરી અવારનવાર કુકર્મ આચર્યુ હતું, 8 વર્ષ જૂના કેસમાં પોક્સો કોર્ટનો ચુકાદો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment