Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લોકરમાંથી સોનું કાઢી ઘરે જતાં માતા-પુત્ર ટાર્ગેટ બન્યા:ધનતેરસની પૂજા પહેલાં જ પર્સમાંથી ₹4.80 લાખની સોનાની છ લગડીઓ ગાયબ

    1 day ago

    અમદાવાદના શીલજ વિસ્તારમાં રહેતાં 48 વર્ષીય મહિલા ધનતેરસની પૂજા માટે બેંકના લોકરમાંથી સોનું કાઢીને પુત્ર સાથે ઘરે જઈ રહ્યાં હતાં, ત્યારે રસ્તામાં અજાણ્યા ગઠિયાએ નજર ચૂકવી તેમના પર્સમાંથી રૂ. 4.80 લાખની કિંમતની સોનાની છ લગડીઓ ચોરી લીધી હતી. આ બનાવ અંગે બોડકદેવ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાતા પોલીસે તપાસ હાથ ધરી છે. બેંક લોકરમાંથી પૂજા માટે સોનું કાઢ્યું હતું શીલજ સર્કલ પાસે અવનીશ હાઈટ્સમાં રહેતાં રીનાબેન પટેલ 6 નવેમ્બરે ધનતેરસ હોવાથી તેમના પુત્ર કવન સાથે એક્ટિવા લઈને ગુરુકુળ રોડ સ્થિત નરોડા નાગરિક બેંકમાં ગયાં હતાં. બપોરે અઢીથી પોણા ત્રણ વાગ્યાની વચ્ચે તેમણે જોઈન્ટ લોકરમાંથી 10-10 ગ્રામની છ સોનાની લગડીઓ (કુલ 60 ગ્રામ), સોનાનો સેટ અને બુટ્ટી કાઢ્યાં હતાં. તેમણે સોનાની લગડીઓ એક નાના પાઉચમાં મૂકીને ખભે લટકાવેલા ક્રીમ કલરના પર્સમાં સુરક્ષિત રાખી હતી. પૂજાનો સામાન ખરીદતી વખતે પર્સમાંથી પાઉચ ગાયબ થયું બેંકમાંથી નીકળ્યા બાદ તેમણે નારાયણ જ્વેલર્સમાંથી ચાંદીની બે લગડીઓ ખરીદીને પર્સમાં મૂકી હતી અને નાસ્તો કરીને માતા-પુત્ર ઘરે જવા નીકળ્યાં હતાં. રસ્તામાં થલતેજ ગામ રોડ પર પૂજાનો સામાન ખરીદવા તેઓ એક દુકાન પાસે ઊભાં રહ્યાં હતાં. બપોરે સાડા ત્રણ વાગ્યાની આસપાસ પર્સનું વજન ઓછું જણાતાં રીનાબેને તપાસ કરી તો પર્સની ચેન ખુલ્લી હતી અને અંદરથી સોનાની છ લગડી ભરેલું પાઉચ ગાયબ હતું. પરિવારજનોએ આસપાસ શોધખોળ કરવા છતાં કોઈ પત્તો ન લાગતાં અંતે બોડકદેવ પોલીસ મથકમાં ફરિયાદ નોંધાવી છે.
    Click here to Read More
    Previous Article
    ટંકારા પાસે સ્વિફ્ટ કાર પલટી, 2 યુવકોના મોત:એક ઈજાગ્રસ્ત, મંડપ ડેકોરેશનનું કામ કરતા યુવકો રાજકોટથી મોરબી જતા હતા
    Next Article
    India vs Pakistan LIVE Score, U19 Asia Cup 2026 Final LIVE Updates: India Scalp Massive Wicket After Pakistan Star Slams Terrific 100

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment