Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    બોડી મસાજના નામે ₹46,101 ગુમાવ્યા:ઇન્સ્ટાગ્રામ રીલ જોઈ મરોલીનો યુવક છેતરાયો, પોલીસે ગુનો નોંધ્યો

    9 hours ago

    નવસારી જિલ્લાના જલાલપોર તાલુકાના મરોલી બજાર વિસ્તારમાં 24 વર્ષીય યુવક સાથે ઓનલાઈન છેતરપિંડીનો બનાવ સામે આવ્યો છે. બોડી મસાજ સર્વિસ અને રિફંડેબલ સિક્યોરિટી ડિપોઝિટના નામે અજાણ્યા ગઠિયાઓએ યુવક પાસેથી ₹46,101 પડાવી લીધા હતા. આ મામલે મરોલી પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધવામાં આવ્યો છે. મરોલી બજાર સ્થિત ક્રુષ્ણકુંજ સોસાયટીમાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા પાર્થિવ ભરતભાઈ પટેલે આ અંગે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ મુજબ, તેમણે ઇન્સ્ટાગ્રામ પર એક રીલ જોઈ હતી. રીલમાં આપેલા ક્યૂઆર કોડ આઇકોન પર ક્લિક કરતા તેઓ "Aaliya1reddy" નામના ટેલિગ્રામ પેજ પર પહોંચ્યા હતા, જ્યાં બોડી મસાજ માટેની વિવિધ ઓફર્સ દર્શાવવામાં આવી હતી. છેતરપિંડીનો સિલસિલો બુકિંગ કન્ફર્મેશન ફીથી શરૂ થયો હતો. શરૂઆતમાં પાર્થિવભાઈ પાસેથી બુકિંગ કન્ફર્મેશન માટે ₹197 ટ્રાન્સફર કરાવવામાં આવ્યા હતા. ત્યારબાદ તેમને એક હોટલનું નામ અને ફોટો મોકલવામાં આવ્યો હતો. વોટ્સએપ પર સંપર્ક કરીને હોટલ બુકિંગ પેટે ₹2000 અને કન્ફર્મેશનના ₹450 પણ લેવામાં આવ્યા હતા. આ પછી, ગઠિયાઓએ "રિફંડેબલ સિક્યોરિટી અમાઉન્ટ" અને રિફંડ પ્રોસેસ કરવાના બહાને વધુ પૈસાની માંગણી કરી. તેમણે અલગ-અલગ તારીખે UPI આઈડી અને QR કોડ મારફતે ટુકડે-ટુકડે કુલ ₹46,101 ટ્રાન્સફર કરાવી લીધા હતા. યુવકને શંકા થતાં તેણે સંબંધિત હોટલ પર જઈને તપાસ કરી. હોટલના મેનેજરે જણાવ્યું કે તેમની હોટલમાં આવી કોઈ મસાજ સર્વિસ ઉપલબ્ધ નથી. આ હકીકત જાણ્યા બાદ પાર્થિવભાઈએ નાણાં પરત મેળવવા માટે આરોપીઓનો સંપર્ક કરવાનો પ્રયાસ કર્યો, પરંતુ આરોપીઓએ તેમનો સંપર્ક તોડી નાખ્યો હતો. પાર્થિવભાઈએ તાત્કાલિક સાયબર ક્રાઈમ હેલ્પલાઇન 1930 પર ફરિયાદ નોંધાવી હતી. ત્યારબાદ પરિવારની સલાહથી તેમણે મરોલી પોલીસ મથકે લેખિત ફરિયાદ આપી. મરોલી પોલીસે અજાણ્યા મોબાઈલ ધારકો અને ટેલિગ્રામ પેજ ઓપરેટર વિરુદ્ધ ગુનો દાખલ કરીને વધુ તપાસ હાથ ધરી છે.
    Click here to Read More
    Previous Article
    સમલાપુરમાં 8 વર્ષના બાળકનું અપહરણ બાદ મોત:19 વર્ષીય આરોપી સાવનજી ઠાકોરે હત્યાની કબૂલાત કરી; મૃતકનો મોટાભાઈ પણ તળાવમાંથી મૃત મળ્યો હતો; મિલકતનો વિવાદ અને અંધશ્રદ્ધાની શંકા
    Next Article
    ફિશ માર્કેટ પર PMના નામના બોર્ડને સફેદ કવરથી ઢાંકી દેવાયું:વિવાદ વકરતા એસો.ના પ્રમુખે સ્ટેન્ડિંગ ચેરમેનને પત્ર લખ્યો, નામકરણનો કાયદેસર ઠરાવ પસાર કરવા માગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment