Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    હાથમાં ₹4.5 કરોડની ઘડિયાળ અને ₹93 લાખનું 'મોતી':દીકરીની સાડીમાં નીતા અંબાણીનો સ્ટાઇલિશ અંદાજ; રેડ કાર્પેટ પર 'ગોલ્ડન' ચમક પાથરી

    23 hours ago

    તાજેતરમાં 5 એપ્રિલના રોજ મુંબઈમાં ‘સ્ક્રીન એવોર્ડ્સ 2026’નું ભવ્ય આયોજન કરવામાં આવ્યું હતું. આ ગ્લેમરસ નાઈટમાં બોલિવૂડના તમામ દિગ્ગજો રેડ કાર્પેટ પર જોવા મળ્યા, પરંતુ બધાની વચ્ચે રિલાયન્સ ફાઉન્ડેશનના ચેરપર્સન નીતા અંબાણીએ પોતાની શાહી સ્ટાઈલ અને મોંઘી એસેસરીઝથી સૌનું ધ્યાન પોતાની તરફ ખેંચ્યું હતું. દીકરી ઈશા અંબાણીની 6 વર્ષ જૂની સાડી પહેરી નીતા અંબાણીના આ લુકમાં માત્ર ગ્લેમર જ નહીં, પરંતુ સસ્ટેનેબલ લક્ઝરીનો ઊંડો સંદેશ પણ હતો. ‘આકાશતારા’ કોકટેલ સાડી તેની પુત્રી ઈશા અંબાણીએ વર્ષ 2020માં પહેરી હતી. સબ્યાસાચીના સમર 2020 ‘ધ માર્ગરિટા’ કલેક્શનમાંથી આ આર્કાઈવલ પીસને ફરીથી લાઇમલાઇટમાં લાવીને નીતા અંબાણીએ હેરલૂમ ફેશનનું સુંદર ઉદાહરણ પૂરું પાડ્યું. ચેમ્પેઈન-ગોલ્ડન હ્યુમાં રેન્ડર કરાયેલી આ સાડી હાથથી કરેલા સિક્વિન અને ટોનલ એમ્બેલિશમેન્ટથી સજ્જ છે. જ્યારે પ્રકાશ પડતો ત્યારે તે લિક્વિડ મેટલ જેવી મોહક અસર સર્જે છે. સાડીની ફ્લુઇડિટી અને જ્વેલ-એનક્રસ્ટેડ બોર્ડરે તેને વધુ આકર્ષક બનાવી હતી. સ્લીવલેસ બ્લાઉઝ અને મોઘેંરા આભૂષણ નીતા અંબાણીએ આ સાડીને સ્લીવલેસ બ્લાઉઝ સાથે પેર કરી હતી. ક્લીન અને સ્ટ્રક્ચર્ડ સિલુએટ સાથેના આ બ્લાઉઝમાં સેટિન જેવી ફિનિશ હતી, જે સાડીના ડેન્સ એમ્બેલિશમેન્ટ સાથે સુંદર કોન્ટ્રાસ્ટ આપતી હતી. લો કોલરવાળા વી-નેકલાઈન અને પ્રિસાઈઝ ટેલરિંગે લુકને પોલિશ્ડ ફિનિશ આપ્યું હતું. આભૂષણોની વાત કરીએ તો, નીતા અંબાણીએ ડાયમંડ એનક્રસ્ટેડ ચેન્દેલિયર ઇયરિંગ્સ, કો-ઓર્ડિનેટેડ બ્રેસલેટ સ્ટેક અને ગ્લિટરિંગ ટાઇમપીસ પહેર્યાં હતાં. તેમના હાથમાં રહેલું સ્કલ્પ્ચરલ પોટલી બેગ ખાસ આકર્ષણનું કેન્દ્ર બની ગયું. આ બેગમાં પર્લ જેવો ઓર્બ અને મેટાલિક એક્સેન્ટ્સ હતું, જે ઓલ્ડ-વર્લ્ડ ચાર્મ અને મોર્ડન ગ્લેમરનું મિશ્રણ દર્શાવતા હતા. પર્લ પર્સ અને ઘડિયાળએ સૌને ચોંકાવ્યાં વીડિયોમાં નીતા અંબાણી વારંવાર પોતાના પર્સને ફ્લોન્ટ કરતાં દેખાઈ રહ્યાં હતાં. આ ચેનલ (Chanel) બ્રાન્ડનું પર્લ વાળું પોટલી બેગ હતું, જેની કિંમત આશરે 93 લાખ રૂપિયા જણાવવામાં આવી રહી છે. તેની નાની સાઈઝ અને ઓવરસાઈઝ પર્લ સાથેનું રિંગ હેન્ડલ ડિઝાઈન લુકને અત્યંત આકર્ષક બનાવતું હતું. પરંતુ તેનાથી પણ વધુ ચર્ચામાં રહી તેમની ઘડિયાળ. આ લક્ઝરી ટાઈમપીસની કિંમત સાડા 4 કરોડ રૂપિયા આસપાસ જણાવવામાં આવી રહી છે. નીતા અંબાણી આ લુકમાં અપ્સરા જેવા લાગતા હતા અને સમગ્ર મહેફિલમાં દરેકની નજર માત્ર તેમના પર જ કેન્દ્રિત હતી. તેમના સિગ્નેચર સ્ટાઈલ અનુસાર નીતા અંબાણીએ સોફ્ટ વોલ્યુમિનસ વેવ્સ, લુમિનસ ડ્યુઈ મેકઅપ, સબટલ બિંદી અને ન્યુટ્રલ ટોન્સ સાથે ટ્રેડિશનલ અને મોર્ડનનું સુંદર મિશ્રણ કર્યું હતું. રણવીર સિંહને આપ્યો બેસ્ટ એક્ટરનો એવોર્ડ નીતા અંબાણીએ આ એવોર્ડ ફંક્શનમાં હાજરી આપીને બોલિવૂડ એક્ટર રણવીર સિંહને 'બેસ્ટ એક્ટર'નો એવોર્ડ આપ્યો હતો. રણવીર સિંહને આ એવોર્ડ આદિત્ય ધરની ફિલ્મ ‘ધુરંધર’માં તેના શાનદાર પ્રદર્શન માટે આપવામાં આવ્યો હતો. નીતા અંબાણીનો આ 'રોયલ' લુક સોશિયલ મીડિયા પર ખૂબ જ વાઈરલ થઈ રહ્યો છે અને લોકો તેમની ફેશન સેન્સના ભરપૂર વખાણ કરી રહ્યા છે.
    Click here to Read More
    Previous Article
    Amar Ujala Bulletin 6 April: Fake Medicine Racket का पर्दाफाश । टल सकते हैं UP में Panchayat Chunav
    Next Article
    ચાલુ ઇન્ટરવ્યૂએ રાકેશ બેદી વિક્કી કૌશલનો ફોન આવ્યો:કહ્યું- 'ધુરંધર 2'માં તમે જ્યારે-જ્યારે સ્ક્રીન પર આવ્યા, ખૂબ મજા આવી; 'જમીલ જમાલી' બોલ્યા- 'બચ્ચા હૈં તૂ મેરા'

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment