Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મસ્કે ટ્રમ્પની પાર્ટીના સમર્થનવાળી પોસ્ટ્સ હટાવી:પાર્ટી પાછળ ₹4,400 કરોડ ખર્ચ્યા હતા; હાર બાદ નેટવર્થમાં ₹2 લાખ કરોડનું ગાબડું

    1 day ago

    અમેરિકામાં મિડટર્મ ચૂંટણીમાં રાષ્ટ્રપતિ ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીની હાર બાદ અબજોપતિ ઈલોન મસ્કે પાર્ટીના સમર્થનમાં કરવામાં આવેલી સોશિયલ મીડિયા પોસ્ટ્સ ડિલીટ કરી દીધી છે. મસ્કે ચૂંટણી દરમિયાન રિપબ્લિકન ઉમેદવારોના પ્રચાર માટે ઓછામાં ઓછા 458 મિલિયન ડોલર એટલે કે આશરે 4,400 કરોડ રૂપિયા ખર્ચ્યા હતા. ચૂંટણીમાં પાર્ટીને મળેલી હાર બાદ મસ્કની સંપત્તિમાં પણ મોટો ઘટાડો થયો છે. ફાઇનાન્શિયલ ટાઇમ્સના અંદાજ મુજબ, તેમની નેટવર્થમાં આશરે 2.8 લાખ કરોડ રૂપિયાનો ઘટાડો થયો છે. હાઉસ ઑફ રિપ્રેઝન્ટેટિવ્સ હાઉસમાં કુલ 435 બેઠકો છે. તમામ બેઠકો પર ચૂંટણી યોજાઈ હતી. વિપક્ષી ડેમોક્રેટિક પાર્ટીએ 249 અને ટ્રમ્પની રિપબ્લિકન પાર્ટીએ 157 બેઠકો જીતી છે. 29 બેઠકોના અંતિમ પરિણામો આવવાના બાકી છે. ડેમોક્રેટ્સને જરૂરી બહુમતી મળી ગઈ છે. સેનેટ સેનેટની 100 બેઠકોમાંથી 35 બેઠકો પર ચૂંટણી યોજાઈ છે. અત્યાર સુધીમાં 33 બેઠકોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. તેમાં ડેમોક્રેટિક પાર્ટીએ 20 અને રિપબ્લિકન પાર્ટીએ 13 બેઠકો જીતી છે. બાકી રહેલી 2 બેઠકોનાં અંતિમ પરિણામો આવવાનાં બાકી છે. આ પરિણામોને સામેલ કરતાં ડેમોક્રેટિક પાર્ટી પાસે 54 અને રિપબ્લિકન પાર્ટી પાસે 44 બેઠકો છે. ગવર્નર ચૂંટણી કુલ 36 બેઠકોમાંથી 34 રાજ્યોનાં પરિણામો જાહેર થઈ ચૂક્યાં છે. 22 ડેમોક્રેટ્સ અને 12 રિપબ્લિકનોએ બેઠકો જીતી છે. 2 રાજ્યોનાં અંતિમ પરિણામો આવવાનાં બાકી છે.
    Click here to Read More
    Previous Article
    US' 2 Biggest Cities Now Have Indian-Origin Mayors
    Next Article
    ચીન બાંગ્લાદેશને 22 હજાર કરોડના ફાઇટર જેટ આપશે:પાકિસ્તાન પાઇલટોને વિમાન ઉડાડવાનું શીખવશે; ભારતની સરહદથી 40 કિમી દૂર ટ્રેનિંગ આપશે

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment