Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ચીન બાંગ્લાદેશને 22 હજાર કરોડના ફાઇટર જેટ આપશે:પાકિસ્તાન પાઇલટોને વિમાન ઉડાડવાનું શીખવશે; ભારતની સરહદથી 40 કિમી દૂર ટ્રેનિંગ આપશે

    23 hours ago

    ચીન આગામી વર્ષે બાંગ્લાદેશને આશરે 22 હજાર કરોડ રૂપિયાના જે-સિરીઝ ફાઇટર જેટ આપશે. આ વિમાનો ઉડાડવાની ટ્રેનિંગ પાકિસ્તાનની એરફોર્સ આપશે. આ માટે પાકિસ્તાની ટ્રેનર ભારતની સરહદથી આશરે 40 કિલોમીટર દૂર બાંગ્લાદેશના જેસોર એરબેઝ પર પાઇલટ્સને ટ્રેનિંગ આપી શકે છે. પાકિસ્તાનની એરફોર્સ 2022થી ચીનમાં બનેલા જે-સિરીઝ ફાઇટર જેટ ઉડાવી રહી છે. ચીન બાદ પાકિસ્તાન પાસે આ વિમાનોનો સૌથી મોટો કાફલો છે. આ જ કારણસર તેની પાસે આ વિમાનો ઉડાડવાનો સૌથી વધુ અનુભવ પણ છે. ઢાકામાં પાકિસ્તાન જોઈન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ ચલાવશે ચીન, પાકિસ્તાન અને બાંગ્લાદેશની વાયુસેનાના અધિકારીઓની ડિસેમ્બરમાં ઢાકામાં બેઠક પણ યોજાશે. ઢાકામાં યોજાનારા જોઈન્ટ એક્સચેન્જ પ્રોગ્રામ હેઠળ પાકિસ્તાની વાયુસેના બાંગ્લાદેશી પાઇલટોને ટ્રેનિંગ આપશે. આ ઉપરાંત રડાર દ્વારા દુશ્મનના વિમાનોની ઓળખ કરીને તેમના પર નજર રાખનારા કંટ્રોલર્સને પણ ટ્રેનિંગ આપવામાં આવશે. ગ્રાઉન્ડ ક્રૂ માટે પણ અલગ અભ્યાસક્રમો ચલાવવામાં આવશે. પાકિસ્તાનના એર વાઇસ માર્શલ ઔરંગઝેબ અહમદના નેતૃત્વમાં પાંચ સભ્યોની એક ટીમ ઢાકા પહોંચી ચૂકી છે. આ ટીમે ત્યાંના એરબેઝ અને અન્ય જરૂરી સુવિધાઓનું નિરીક્ષણ કર્યું. સાથે જ ટેક્નિકલ ટ્રેનિંગ અને સિમ્યુલેટરના લેવડદેવડની યોજના પણ તૈયાર કરી. બાંગ્લાદેશના રડારથી ચીનને મદદ મળી શકે છે ચીનની વાયુસેના સાથે તેની ટેકનીકલી ટીમો અને ડેટા લિંક સિસ્ટમ પણ કામ કરે છે. આવી સ્થિતિમાં આશંકા છે કે ભવિષ્યમાં LAC પર ભારત અને ચીન વચ્ચે તણાવ વધે ત્યારે બાંગ્લાદેશના રડારથી મળતી માહિતી ચીનના સૈન્ય નેટવર્ક સુધી પહોંચી શકે છે. ચીનની સેના ટેક્ટિકલ ડેટા લિંક (TDL) ટેકનોલોજીનો ઉપયોગ કરે છે. તેના દ્વારા ફાઇટર જેટ અને જમીન પર રહેલું સૈન્ય કમાન્ડ એકબીજા સાથે જોડાયેલા રહે છે. તેઓ રડારથી મળેલી તસવીરો અને દુશ્મનના ઠેકાણાઓની માહિતી પરસ્પર વહેંચી શકે છે. રક્ષા વિશ્લેષકોના મતે, ચીને XS-3 નામની હાઈ-બેન્ડવિડ્થ બ્રોડબેન્ડ લિંક પણ તૈયાર કરી છે. તેનો ઉપયોગ ફાઈટર પ્લેન, બોમ્બવર્ષક વિમાનો અને ડ્રોનને એક નેટવર્ક સાથે જોડવા માટે થાય છે. વિશ્લેષકોનું માનવું છે કે પાકિસ્તાન બાદ હવે બાંગ્લાદેશ પણ ચીનની આ ટેક્નોલોજીનો ઉપયોગ કરી શકે છે. સિલિગુડી કોરિડોર પર ખતરો વધી શકે છે ભારત માટે આ સૈન્ય સહયોગ સાથે જોડાયેલી એક મોટી ચિંતા સિલિગુડી કોરિડોર છે. આ આશરે 20થી 22 કિલોમીટર પહોળી પટ્ટી છે, જે પૂર્વોત્તર રાજ્યોને દેશના બાકીના વિસ્તારો સાથે જોડે છે. આ વિસ્તાર પર પહેલેથી જ ચીનનું દબાણ છે. બાંગ્લાદેશના લાલમોનિરહાટ અથવા કુર્મિટોલા જેવા એરબેઝ પર લાંબા અંતર સુધી હુમલો કરી શકે તેવા ફાઈટર જેટ તૈનાત થવાથી આ સમગ્ર વિસ્તાર તેમની પહોંચમાં આવી શકે છે. પૂર્વોત્તરમાં ઉગ્રવાદી સંગઠનોને લઈને પણ ચિંતા ભારતના પૂર્વોત્તર રાજ્યોમાં અનેક ઉગ્રવાદી સંગઠનો સક્રિય છે. અગાઉ પણ બાંગ્લાદેશના માર્ગે આ સંગઠનો સુધી હથિયારો અને અન્ય સંચાર સાધનો પહોંચવાની ઘટનાઓ સામે આવી ચૂકી છે. આવી સ્થિતિમાં બાંગ્લાદેશમાં ચીન અને પાકિસ્તાનની વધતી સૈન્ય હાજરી ભારત માટે નવો સુરક્ષા પડકાર બની શકે છે. ------------------------- આ સમાચાર પણ વાંચો… PoKમાં પાકિસ્તાની સેનાનો ગોળીબાર, 7નાં મોત:મશીનગન અને ડ્રોનથી પ્રદર્શનકારીઓ પર હુમલો કર્યો; મૃતકોમાં બાળકો પણ સામેલ પાકિસ્તાનના કબજા હેઠળના કાશ્મીર (PoK)ના રાવલકોટમાં ગુરુવારે પ્રદર્શનકારીઓ પર પાકિસ્તાની સુરક્ષા દળોએ ગોળીબાર કર્યો છે. આ ઘટનામાં ઓછામાં ઓછા 7 લોકોનાં મોત થયા છે, જ્યારે 18 લોકો ગંભીર રીતે ઘાયલ થયા છે. મૃતકોમાં બાળકો પણ સામેલ છે. સંપૂર્ણ સમાચાર વાંચો…
    Click here to Read More
    Previous Article
    મસ્કે ટ્રમ્પની પાર્ટીના સમર્થનવાળી પોસ્ટ્સ હટાવી:પાર્ટી પાછળ ₹4,400 કરોડ ખર્ચ્યા હતા; હાર બાદ નેટવર્થમાં ₹2 લાખ કરોડનું ગાબડું
    Next Article
    મેડિકલ ડિવાઇસથી ગંભીર નુકસાનના કેસ 3 ગણા વધ્યા:2020માં 808 હતા, 2025માં 2 હજારથી વધુ; RTI દ્વારા પ્રથમ વખત માહિતી મળી

    Related International Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment