Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પ્રભાસ પાટણમાં બાપ-દીકરા સામે પાક સહાય છેતરપિંડીનો ગુનો નોંધાયો:સંયુક્ત ખાતેદારોની ખોટી સહીઓ કરી ₹44 હજાર મેળવ્યાનો આરોપ

    14 hours ago

    પ્રભાસ પાટણમાં સંયુક્ત ખેતીની જમીનના ખાતેદારોની ખોટી સહીઓ અને અંગૂઠાના નિશાનના આધારે પાક નુકસાન સહાય મેળવવાના આરોપો સામે આવ્યા છે. આ મામલે મોહમદસઈદ યુનુસભાઈ મલેકની ફરિયાદના આધારે પોલીસે બાપ-દીકરા સામે ભારતીય ન્યાય સંહિતા (BNS)ની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધી તપાસ શરૂ કરી છે. ફરિયાદી મોહમદસઈદ મલેકે પોલીસને જણાવ્યું કે પ્રભાસ પાટણના ખાતા નંબર 1675 હેઠળની સર્વે નં. 723, 724 અને 726ની જમીન સંયુક્ત માલિકીની છે, જેમાં કુલ 10 ખાતેદારોનો હિસ્સો છે. છેલ્લા ત્રણ વર્ષથી જમીનના ભાગ મુદ્દે તેમના પિતરાઈ ભાઈ દાનિશભાઈ નુરભાઈ મલેક અને મોટા બાપુ નુરભાઈ ઈસબભાઈ મલેક સાથે વિવાદ ચાલી રહ્યો છે. આ અંગેનો કેસ 2023થી કોર્ટમાં પેન્ડિંગ છે. ફરિયાદીના જણાવ્યા મુજબ, પાક નુકસાન સહાય માટે સંયુક્ત ખાતેદારોની સંમતિ ફરજિયાત હોય છે. તેમણે ખેતી વિભાગની કચેરીએ તપાસ કરતા જાણવા મળ્યું કે તેમના સંયુક્ત ખાતા માટે અરજી નં. 252620002391808 હેઠળ સહાય માટે અરજી થઈ હતી. અરજીની નકલ મેળવ્યા બાદ તેમાં જોડાયેલા સંમતિપત્રમાં પોતાના સહિત અન્ય ખાતેદારોની સહીઓ અને અંગૂઠાના નિશાન દર્શાવવામાં આવ્યા હતા. ફરિયાદીએ પોતાના સહિત અન્ય વારસદારો સાથે પૂછપરછ કરતા તમામે આવી કોઈ સંમતિ ન આપી હોવાનું અને સહીઓ કે અંગૂઠાના નિશાન ન કર્યા હોવાનું જણાવ્યું હતું. ત્યારબાદ ખેતી વિભાગમાં વધુ તપાસ કરતા સામે આવ્યું કે દાનિશભાઈ નુરભાઈ મલેક અને તેમના પિતા નુરભાઈ ઈસબભાઈ મલેક દ્વારા ખોટું સંમતિપત્ર રજૂ કરી ડાભોર ગ્રામ પંચાયત (VCE) મારફતે 26 નવેમ્બર, 2025ના રોજ અરજી કરવામાં આવી હતી. આ અરજીના આધારે પાક નુકસાન સહાયના રૂ. 44,000ની રકમ 19 ડિસેમ્બર, 2025ના રોજ બાપ-દીકરાના સંયુક્ત સ્ટેટ બેંક ખાતામાં જમા થઈ હતી. જોકે, ફરિયાદ નોંધાવાની જાણ થતાં આ રકમ પરત જમા કરાવી દેવામાં આવી હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. આ સમગ્ર મામલે પ્રભાસ પાટણ પોલીસે દાનિશભાઈ નુરભાઈ મલેક અને નુરભાઈ ઈસબભાઈ મલેક સામે BNSની કલમ 318(4), 338, 336(3), 340(2) અને 61(2) હેઠળ ગુનો નોંધી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. પોલીસે દસ્તાવેજોની ચકાસણી સહિત સમગ્ર ઘટનાની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    નર્મદા જિલ્લામાં ધોધમાર વરસાદ, સાગબારામાં 2 ઇંચ:રાજપીપળા સહિત 6 તાલુકામાં લાંબા વિરામ બાદ મેઘમહેર
    Next Article
    UBTech brings companion robots closer to consumers with new U1 humanoid series

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment