Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની પણ ટિકિટો મોંઘી:ડોમેસ્ટિક ફ્લાઇટ્સ પર ₹425 અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર ₹2300 સુધી વધારાનો ચાર્જ લાગશે, કારણ- જેટ ફ્યુઅલ મોંઘું

    8 hours ago

    એર ઇન્ડિયા પછી ઇન્ડિગોની ફ્લાઇટ્સ પણ આવતીકાલથી મોંઘી થઈ જશે. દેશની સૌથી મોટી એરલાઇન કંપનીએ શુક્રવારે તમામ ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર 'ફ્યુઅલ સરચાર્જ' લગાવવાની જાહેરાત કરી છે. એરલાઇને જણાવ્યું કે ઇરાન અને અમેરિકા-ઇઝરાયલ વચ્ચે ચાલી રહેલા યુદ્ધને કારણે જેટ ફ્યુઅલની કિંમતો 85% સુધી વધી ગઈ છે. આ કારણે ઘરેલું અને આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સની ટિકિટો પર ₹425થી ₹2300 સુધીનો સરચાર્જ લગાવવામાં આવશે. એક્સ્ટ્રા ફ્યુઅલ ચાર્જ સાથે ટિકિટોની નવી કિંમતો 14 માર્ચ રાત્રે 12 વાગ્યાથી લાગુ પડશે. જેટ ફ્યુઅલની કિંમતોમાં વધારાને કારણે લગાવવામાં આવ્યો સરચાર્જ ઇન્ડિગોએ મુસાફરો પર પડતા બોજને ઓછો રાખવા માટે અલગ-અલગ અંતર મુજબ ચાર્જ નક્કી કર્યો છે. કંપનીએ જણાવ્યું કે જેટ ફ્યુલની કિંમત વધવાથી વધેલા ખર્ચને વસૂલવા માટે ભાડામાં ખૂબ મોટા વધારાની જરૂર હતી. ઇન્ડિગોએ કહ્યું કે તે પરિસ્થિતિ પર નજર રાખશે અને જરૂર પડ્યે આ ચાર્જિસમાં ફેરફાર કરવામાં આવશે. એર ઇન્ડિયાની ઘરેલુ ફ્લાઇટ ₹399 મોંઘી એર ઇન્ડિયાએ 12 માર્ચથી ઘરેલુ ફ્લાઇટ ટિકિટો પર 399 રૂપિયાનો ફ્યુલ સરચાર્જ લગાવી રહી છે. જ્યારે, આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સના ભાડામાં લગભગ 15%નો વધારો કર્યો છે. જેટ ફ્યુલના ભાવ સતત વધવાથી વિશ્વભરની મુખ્ય એરલાઇન્સે પણ ટિકિટના ભાવ વધાર્યા છે. ઘણી કંપનીઓ પોતાના વિમાનોને ગ્રાઉન્ડેડ કરવાનો પ્લાન પણ બનાવી રહી છે. જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ અને હોર્મુઝ રૂટ પ્રભાવિત થયા બાદથી તેલની સપ્લાય ચેઇન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે ક્રૂડ ઓઈલની કિંમતો સતત વધી રહી છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલની કિંમત આજે 101 ડોલર પ્રતિ બેરલ પર આવી ગઈ છે. તાજેતરમાં તેની કિંમત લગભગ 120 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગઈ હતી. જ્યારે ઘણા દેશોમાં જેટ ફ્યુઅલની કિંમતો સંઘર્ષ શરૂ થયા બાદથી બમણી થઈ ગઈ છે. યુદ્ધ પહેલા જેટ ફ્યુઅલની કિંમતો લગભગ 85 થી 90 ડોલર પ્રતિ બેરલ હતી, જે હવે વધીને 150થી 200 ડોલર પ્રતિ બેરલની વચ્ચે પહોંચી ગઈ છે. જ્યારે મિડલ ઈસ્ટના તણાવને કારણે દુનિયાભરમાં અત્યાર સુધીમાં 40,000 થી વધુ ફ્લાઈટ્સ રદ પણ થઈ છે.
    Click here to Read More
    Previous Article
    ‘Throws the body’s internal clock off rhythm’: Study finds link between night-time light exposure and cardiovascular problems, independent of healthy habits such as good diet and sleep
    Next Article
    14 માર્ચનું ટેરો રાશિફળ:વૃષભ રાશિના જાતકોને આત્મનિરીક્ષણની જરૂર, મકર-કુંભ રાશિના લોકો માટે ખુલશે સફળતાના નવા દ્વાર

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment