Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખેરાલુના ડભાડ ગામમાં પુરવઠા વિભાગનો દરોડો:કરિયાણાની દુકાનોમાંથી ₹4.25 લાખનો સસ્તા અનાજનો અનઅધિકૃત જથ્થો સીઝ

    7 hours ago

    મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગની ટીમે ખેરાલુ તાલુકાના ડભાડ ગામમાં સરપ્રાઈઝ દરોડો પાડીને ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલો સસ્તા અનાજનો મોટો જથ્થો ઝડપી પાડ્યો છે. ગામની બે કરિયાણાની દુકાનોમાં સરકારી ગરીબો માટેના રેશનિંગના અનાજનું ગેરકાયદે વેચાણ કે સંગ્રહ થતો હોવાની બાતમીના આધારે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ઘઉં, ચોખા અને બાજરીનો જથ્થો જપ્ત દરોડા દરમિયાન પુરવઠા અધિકારીઓની ટીમે બંને દુકાનોમાંથી કુલ રૂ. 4.25 લાખની કિંમતનો અનઅધિકૃત જથ્થો સીઝ કર્યો છે. સીઝ કરાયેલા જથ્થામાં રૂ. 25,832ની કિંમતનો 861 કિલો ઘઉં, રૂ. 3,87,967ની કિંમતના 14,369 કિલો ચોખા અને રૂ. 10,030ની કિંમતની 358 કિલો બાજરીનો સમાવેશ થાય છે. અનાજની કાળાબજારી કરનારાઓ સામે કાર્યવાહી મહેસાણા જિલ્લા પુરવઠા વિભાગ દ્વારા આ અનાજનો જથ્થો ક્યાંથી લાવવામાં આવ્યો હતો અને તેમાં કોણ કોણ સંકળાયેલું છે તે દિશામાં વધુ તપાસ હાથ ધરવામાં આવી છે. ગરીબો માટેના રેશનિંગના અનાજની કાળાબજારી કરનારાઓ સામે કડક કાયદેસરની કાર્યવાહી કરવાની પ્રક્રિયા શરૂ કરી દેવાતાં સમગ્ર વિસ્તારના વેપારીઓમાં ફફડાટ વ્યાપી ગયો છે. જોકે વધુ વિગતો માટે અને જિલ્લા પુરવઠા અધિકારી બીરેન પટેલ નો સંપર્ક કરવા પ્રયાસ કરવામાં આવ્યો હતો.જોકે તેઓએ ફોન ઉપાડવા નું ટાળ્યું હતું.
    Click here to Read More
    Previous Article
    દિલ્હીના જોઈન્ટ સેક્રેટરી બની સુરતી સાથે ઠગાઈ:વીમા લોકપાલના નામે બનાવટી ચેક અને NPCI-GSTના પત્રો મોકલી 1.50 કરોડ પડાવ્યા
    Next Article
    Mahua Moitra पहुंची Gyensh Kumar का इस्तीफा लेने! Gyanesh Kumar resignation | Jantar-Mantar | SIR

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment