Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    દિલ્હીના જોઈન્ટ સેક્રેટરી બની સુરતી સાથે ઠગાઈ:વીમા લોકપાલના નામે બનાવટી ચેક અને NPCI-GSTના પત્રો મોકલી 1.50 કરોડ પડાવ્યા

    7 hours ago

    સુરત શહેરમાં વીમા પોલિસીના નાણાં પરત મેળવવાની લાલચ આપી એક નાગરિક સાથે 1,50,33,004 (દોઢ કરોડથી વધુ)ની જંગી રકમની સાયબર છેતરપિંડી આચરવામાં આવી હોવાનો ચોંકાવનારો કિસ્સો સામે આવ્યો છે. વર્ષ 2018 થી 2026 દરમિયાન આયોજનબદ્ધ રીતે આચરવામાં આવેલા આ આર્થિક ગુનામાં ભેજાબાજોએ ફરિયાદી પાસેથી અલગ-અલગ પ્રોસેસિંગ અને ક્લિયરન્સ ચાર્જના બહાને લાખો રૂપિયા પડાવી લઈ કોઈ પણ રકમ પરત ન કરી છેતરપિંડી આચરી હતી. આ સમગ્ર કૌભાંડ મામલે સુરત સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં BNS તથા આઈટી એક્ટની વિવિધ કલમો હેઠળ ગુનો નોંધવામાં આવ્યો છે. વીમા લોકપાલના અધિકારીઓની નકલી ઓળખ ઊભી કરી તપાસ મુજબ, મુખ્ય સૂત્રધાર સુમિતા પાલ નામની મહિલાએ વર્ષ 2018માં ફરિયાદીને વિશ્વાસમાં લઈને અલગ-અલગ કુલ 15 જેટલી વીમા પોલિસીઓ લેવડાવી હતી. ત્યારબાદ પિયુષ રવજીભાઈ દેસાઈએ વીમા લોકપાલના સેક્શન ઓફિસર તરીકે અને રાજીવ શુક્લાએ નવી દિલ્હી વીમા લોકપાલ કાર્યાલયના જોઈન્ટ સેક્રેટરી તરીકેની નકલી ઓળખ આપી સંપર્ક કર્યો હતો. આ ટોળકીએ અગાઉ લીધેલી તમામ પોલિસીઓના નાણાં પૂરેપૂરા રિફંડ અપાવવાની ખાતરી આપી ફરિયાદીનો સંપૂર્ણ વિશ્વાસ કેળવી લીધો હતો. બોગસ ચેક અને સરકારી લેટરપેડ મોકલી વિશ્વાસ જીત્યો ભોગ બનનારને લેશમાત્ર શંકા ન જાય તે માટે આરોપીઓએ અસલ જેવા લાગતા બનાવટી દસ્તાવેજોનો સહારો લીધો હતો. જેમાં એસબીઆઈ બેંકના અતુલ ચૌધરી નામના વ્યક્તિની ખોટી સહીવાળા 7 ચેકો, નેશનલ પેમેન્ટ્સ કોર્પોરેશન ઓફ ઈન્ડિયા (NPCI) તથા વીમા લોકપાલના બોગસ સહી-સિક્કાવાળા લેટરપેડ અને ભારત સરકારના જીએસટી ડિપાર્ટમેન્ટની બનાવટી નોટિસો વોટ્સએપ તેમજ ટપાલ મારફતે મોકલી હતી. આ પુરાવાઓના આધારે ચાર્જીસ પેટે ફરિયાદી પાસેથી SBI, કેનેરા બેંક, ઇન્ડિયન બેંક અને એરટેલ પેમેન્ટ બેંકના 4 ખાતાઓમાં કુલ 1.50 કરોડથી વધુ ટ્રાન્સફર કરાવી લીધા હતા. સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા કાયદેસરની તપાસ શરૂ લાંબા સમય સુધી એકપણ રૂપિયો પરત ન મળતાં અને અધિકારીઓના દાવા પોકળ સાબિત થતાં ફરિયાદીને પોતાની સાથે આયોજનબદ્ધ રીતે વિશ્વાસઘાત થયો હોવાનો અહેસાસ થયો હતો. છેવટે તેમણે સાયબર સેલનો સંપર્ક કરી વિધિવત ફરિયાદ નોંધાવી હતી. આ મામલે પીઆઈ વી. ડી. મંડોરાએ સુમિતા પાલ, પિયુષ દેસાઈ, રાજીવ શુક્લા તેમજ વિવિધ બેંક ખાતાધારકો વિરુદ્ધ ગુનો નોંધી, બેંક ટ્રાન્ઝેક્શન અને મોબાઈલ નંબરના આધારે આ આંતરરાજ્ય સાયબર ગેંગના મૂળ સુધી પહોંચવા તપાસના ચક્રો ગતિમાન કર્યા છે.
    Click here to Read More
    Previous Article
    સ્ટેન્ડિંગ કમિટીમાં 9 વોર્ડના કામોને મંજૂરી:મહાનગરપાલિકામાં વર્ષો બાદ વોર્ડ સમિતિઓ સક્રિય કરાઈ; મિલકતોના ડેટા અપડેટ કરવા અધિકારી તમારા ઘરે આવશે
    Next Article
    ખેરાલુના ડભાડ ગામમાં પુરવઠા વિભાગનો દરોડો:કરિયાણાની દુકાનોમાંથી ₹4.25 લાખનો સસ્તા અનાજનો અનઅધિકૃત જથ્થો સીઝ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment