Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કોઠંબા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:₹40 હજારના ચાંદીના એક બિસ્કિટ સાથે આરોપી ઝડપાયો, LCBએ એક શખ્સને પકડ્યો

    9 hours ago

    મહીસાગર જિલ્લામાં કોઠંબા પોલીસ સ્ટેશન વિસ્તારમાં થયેલી ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાઈ ગયો છે. મહીસાગર LCBએ એક શંકાસ્પદ શખ્સને પકડીને તેની પાસેથી ₹40 હજારનો ચાંદીનું બિસ્કિટ જપ્ત કર્યું છે. LCB ટીમને બાતમી મળી હતી કે લાલસર ચોકડી પાસે એક શખ્સ ચાંદીનું બિસ્કિટ વેચવાની ફિરાકમાં ફરી રહ્યો છે. આ બાતમીના આધારે પોલીસે વોચ ગોઠવી શંકાસ્પદ શખ્સને ઝડપી પાડ્યો હતો. પૂછપરછમાં આરોપીએ 30 ઓગસ્ટ 2026ના રોજ નાથગરના મુવાડામાં એક બંધ મકાનમાં ચોરી કરી હોવાની કબૂલાત કરી હતી. આ અંગે કોઠંબા પોલીસ સ્ટેશનમાં ગુનો નોંધાયેલો હતો. પોલીસે આરોપી કાના અમરાભાઇ પગી (રહે. કસલાલ, નાથઘરના મુવાડા, લુણાવાડા) પાસેથી ₹40 હજારનો ચાંદીનું બિસ્કિટ જપ્ત કર્યું છે. તેની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરાઈ છે. આ કાર્યવાહી DIG વિધિ ચૌધરી અને SP સફીન હસનના માર્ગદર્શન હેઠળ LCB PI એમ.કે. ખાંટની ટીમે કરી.
    Click here to Read More
    Previous Article
    ડોલરીયા પંથકના ખેડૂતો MGVCL પર ધરણા પર બેઠા:ખેતી માટે પૂરતી વીજળીની માંગ, બે દિવસમાં વીજળી ન મળે તો આંદોલન
    Next Article
    વૃદ્ધે શરીર પર પેટ્રોલ છાંટી આગ લગાવી દીધી:સળગતી હાલતમાં પાંથાવાડા હોસ્પિટલમાં ઘૂસ્યાં, સ્ટાફે આગ બુઝાવી સારવારમાં ખસેડ્યા, કેન્સરથી કંટાળી આત્મહત્યાનો પ્રયાસ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment