Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ડોલરીયા પંથકના ખેડૂતો MGVCL પર ધરણા પર બેઠા:ખેતી માટે પૂરતી વીજળીની માંગ, બે દિવસમાં વીજળી ન મળે તો આંદોલન

    9 hours ago

    છોટા ઉદેપુર જિલ્લાના ડોલરીયા પંથકના ખેડૂતોએ આજે તેજગઢ MGVCL કચેરી સામે ધરણા કર્યા હતા. તેઓએ ખેતી માટે પૂરતી વીજળી આપવાની માંગ કરી છે. ડોલરીયા, કુભાની, વઢવાણ, નવાગામ અને જામલી ગામના ખેડૂતોને છેલ્લા કેટલાક દિવસથી 8 કલાકને બદલે માંડ 8 મિનિટ વીજળી મળે છે. જેના કારણે તેમનો કપાસ, ડાંગર અને તુવેર જેવા પાક સુકાઈ રહ્યો છે. પાકને છેલ્લું પાણી આપવાની તાતી જરૂર છે, પરંતુ વીજળી ન મળતા ખેડૂતો ચિંતિત છે. મોટી સંખ્યામાં ખેડૂતો કચેરી પહોંચ્યા અને નારા લગાવ્યા. તેઓએ MGVCLના નાયબ કાર્યપાલક ઈજનેરને લેખિતમાં આવેદનપત્ર આપ્યું. ખેડૂતોએ ચીમકી ઉચ્ચારી છે કે જો બે દિવસમાં વીજળી નહીં મળે તો તેઓ આંદોલન કરશે.
    Click here to Read More
    Previous Article
    ઇથોપિયામાં બંધક ઉત્તર ગુજરાતના ત્રણેય જણા ઘરે પહોંચ્યાં:ગામ પહોંચ્યા બાદ ત્રણેયે પહેલા માતાજીના દર્શન કર્યા, વિદેશ મંત્રાલયના પ્રયાસોથી એજન્ટોએ ખંડણી વિના છોડ્યાં
    Next Article
    કોઠંબા ઘરફોડ ચોરીનો ભેદ ઉકેલાયો:₹40 હજારના ચાંદીના એક બિસ્કિટ સાથે આરોપી ઝડપાયો, LCBએ એક શખ્સને પકડ્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment