Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરાના જેલ રોડ પર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ઘર્ષણ:જાતિ વિષયક અપશબ્દોના આક્ષેપથી શરૂ થયેલો વિવાદ હિંસામાં પલટાયો, રેલી કાઢી ચક્કાજામ કરનાર ટોળા પર પોલીસ તૂટી પડી

    9 hours ago

    વડોદરા શહેરના જેલ રોડ પર આવેલા પોલીસ ભવન બહાર દલિત સમાજ અને પોલીસ વચ્ચે ભારે ઘર્ષણ થતાં સમગ્ર પંથકમાં કટોકટીભરી અને તણાવપૂર્ણ સ્થિતિ સર્જાઈ છે. બાપોદ પોલીસ મથકના એક જવાને દલિત સમાજના યુવક સાથે જાતિ વિષયક અપશબ્દો બોલ્યા હોવાના આક્ષેપ સાથે મોટી સંખ્યામાં લોકો વિરોધ પ્રદર્શન કરવા રસ્તા પર ઉતરી આવ્યા હતા. આ દરમિયાન ધરણા પ્રદર્શન અચાનક હિંસક બનતા અને ટોળા દ્વારા પોલીસ વાહનોની તોડફોડ કરાતા પરિસ્થિતિને નિયંત્રણમાં લેવા માટે પોલીસે બળપ્રયોગ કરવાની અને ટીંગાટોળી કરીને 50થી વધુ લોકોની અટકાયત કરવાની ફરજ પડી હતી. પોલીસ ભવન નજીક ધરણા અને ચક્કાજામ ઘટનાની વિગતો મુજબ બાપોદ પોલીસ સ્ટેશનના સંબંધિત પોલીસ જવાન વિરુદ્ધ એટ્રોસિટી એક્ટ હેઠળ ગુનો દાખલ કરવાની માંગ સાથે દલિત સમાજના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં પોલીસ ભવન ખાતે રજૂઆત કરવા પહોંચ્યા હતા. પોલીસ ભવનથી થોડા જ અંતરે આવેલા ચાર રસ્તા પર સમાજના લોકોએ એકત્રિત થઈને ધરણા શરૂ કર્યા હતા. જોતજોતામાં આ પ્રદર્શન ઉગ્ર બન્યું હતું અને આક્રોશિત લોકોએ રોડ પર વાહનો અટકાવીને ચક્કાજામ કરી દીધો હતો, જેના કારણે ટ્રાફિક વ્યવસ્થા સંપૂર્ણપણે ખોરવાઈ ગઈ હતી. ઘર્ષણ અને સરકારી મિલકતને નુકસાન જ્યારે પોલીસે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પ્રદર્શનકારીઓની અટકાયત કરવાની પ્રક્રિયા શરૂ કરી, ત્યારે મામલો વધુ બિચક્યો હતો. ઉશ્કેરાયેલા ટોળા અને પોલીસ જવાનો વચ્ચે સીધું ઘર્ષણ શરૂ થયું હતું. લોકોએ કાયદો હાથમાં લઈને પોલીસના વાહનોને રોકવાનો પ્રયાસ કર્યો હતો અને પથ્થરમારો તેમજ લાકડીઓ વડે સરકારી ગાડીઓમાં તોડફોડ કરી નુકસાન પહોંચાડ્યું હતું. પરિસ્થિતિ હાથમાંથી જતી જોઈને પોલીસે ટોળાને વિખેરવા માટે લાઠીચાર્જ સહિતના બળપ્રયોગનો આશરો લીધો હતો. ઉચ્ચ પોલીસ અધિકારીઓનો કાફલો ઘટનાસ્થળે દોડ્યો ઘટનાની ગંભીરતા અને ઉગ્રતાને ધ્યાનમાં રાખીને ડીસીપી (DCP) ઝોન-2 મંજીતા વણઝારા સહિત પાંચથી વધુ પોલીસ ઇન્સ્પેક્ટરો, એસીપી (ACP) અને અન્ય ઉચ્ચ સરકારી અધિકારીઓનો મોટો કાફલો તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવ્યો હતો. ભારે જહેમત, વહીવટી કુનેહ અને સમજાવટ બાદ પોલીસે આખરે સમગ્ર મામલો કાબૂમાં લીધો હતો. અગમચેતીના ભાગરૂપે હાલ સમગ્ર વિસ્તારમાં ચુસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો છે. પરમિશન વગર રેલી કાઢી કાયદો હાથમાં લેવાયો: ડીસીપી મંજીતા વણઝારા સમગ્ર મામલે સત્તાવાર વિગતો આપતા ડીસીપી ઝોન-2 મંજીતા વણઝારાએ જણાવ્યું હતું કે, "આ આખું ટોળું એક રેલી સ્વરૂપે અહીં આવ્યું હતું, જેમના માટે તેમની પાસે કોઈ કાયદેસરની મંજૂરી (પરમિશન) નહોતી. આ લોકો પોલીસ કમિશનરને રોડ પર જ બોલાવવાની હઠ પકડીને ખોટી માંગણીઓ કરી રહ્યા હતા. પ્રદર્શનકારીઓએ ચાર રસ્તા પર વાહનો અટકાવી ટ્રાફિકજામ કર્યો હતો અને પોલીસની ગાડીઓ તોડીને કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ બગાડી હતી, જેથી અમારે કાયદેસરનો બળપ્રયોગ કરવો પડ્યો છે." તેમણે વધુમાં ઉમેર્યું કે, "જાહેર જનતા અને સરકારી પ્રોપર્ટીને જે નુકસાન પહોંચાડવામાં આવ્યું છે, તેના માટે જવાબદારો સામે 'ડેમેજ ટુ પબ્લિક પ્રોપર્ટી એક્ટ' તેમજ ટ્રાફિક જામ કરવાની કલમો હેઠળ કડક ગુનો નોંધીને કાર્યવાહી કરવામાં આવી રહી છે. આ ઘટના કોઈ પૂર્વઆયોજિત કાવતરું હતું કે નહીં, તે સઘન તપાસ બાદ જ સ્પષ્ટ થશે."
    Click here to Read More
    Previous Article
    મહીસાગરના હરદાસપુરમાં વાવાઝોડાથી વીજ પોલ ધરાશાયી:રાત્રિના ભારે પવનથી વીજ પુરવઠો ખોરવાયો, MGVCL ટીમ કાર્યરત
    Next Article
    Rain risk on IPL final 2026 | IPL ફાઈનલ પર વરસાદનું જોખમ | Ahmedabad | Weather | News18 Gujarati

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment