Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ભુજમાં આવાસ યોજનાના હપ્તા પેટે માંગી ₹4 હજારની લાંચ:સમાજ કલ્યાણ કચેરીના 2 કરાર આધારિત કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા

    12 hours ago

    ભુજમાં સરકારી આવાસ યોજનાની સહાય મેળવવા માટે લાંચની માંગણી કરવામાં આવી હોવાનો કિસ્સો સામે આવ્યો છે. ભુજ એન્ટી કરપ્શન બ્યુરો (ACB) દ્વારા હાથ ધરાયેલા ટ્રેપમાં સમાજ કલ્યાણ અધિકારીની કચેરીમાં કરાર આધારિત ફરજ બજાવતા બે સમાજ કલ્યાણ નિરીક્ષકોને ₹4 હજારની લાંચની રકમ સ્વીકારતા ઝડપી પાડવામાં આવ્યા છે. 3 ઓક્ટોબર, 2026ના રોજ બહુમાળી ભવન, ભુજ ખાતે આ કાર્યવાહી કરવામાં આવી હતી. ACBના જણાવ્યા મુજબ, આ કેસમાં એક જાગૃત નાગરિકે ફરિયાદ નોંધાવી હતી. ફરિયાદીના મકાનને પંડિત દિનદયાળ ઉપાધ્યાય આવાસ યોજના હેઠળ મંજૂરી મળેલી હતી. યોજનાની મકાન સહાયના વિવિધ હપ્તા જમા કરાવી આપવાના બદલામાં સંબંધિત કચેરીના બે કર્મચારીઓ દ્વારા ફરિયાદી પાસેથી કુલ ₹4 હજારની લાંચની માંગણી કરવામાં આવી હોવાનો ફરિયાદમાં ઉલ્લેખ હતો. લાંચની રકમ આપવાની ઇચ્છા ન ધરાવતા ફરિયાદીએ સમગ્ર મામલે ભુજ ACBનો સંપર્ક કર્યો હતો. ફરિયાદની હકીકતોના આધારે ACB દ્વારા કાર્યવાહી માટે આયોજન કરવામાં આવ્યું હતું. નક્કી કરાયેલા આયોજન મુજબ ફરિયાદી લાંચની રકમ આપવા પહોંચ્યો હતો. દરમિયાન બંને આરોપીઓએ લાંચની રકમ સ્વીકારી હોવાનું સામે આવતા ACBની ટીમે તાત્કાલિક કાર્યવાહી કરી બંનેને ઝડપી લીધા હતા. ACBની કાર્યવાહીમાં આરોપી તરીકે આસિફ મુસ્તાફા કુરેશી, ઉંમર 28 વર્ષ, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિત કર્મચારી તથા કાનજી અરવિંદભાઈ ભટ્ટી, ઉંમર 32 વર્ષ, સમાજ કલ્યાણ નિરીક્ષક (યોજનાઓ-સ્કોલરશીપ), કરાર આધારિત કર્મચારી હોવાનું જણાવાયું છે. બંને સમાજ કલ્યાણ અધિકારીની કચેરી, વિકસિત જાતિ, ભુજ-કચ્છ ખાતે ફરજ બજાવતા હોવાનું ACBના ટ્રેપમાં નોંધાયું છે. ટ્રેપ દરમિયાન આરોપીઓ પાસેથી લાંચ પેટે સ્વીકારવામાં આવેલી સંપૂર્ણ ₹4 હજારની રકમ રિકવર કરવામાં આવી હતી. ACBના જણાવ્યા અનુસાર બંને આરોપીઓએ એકબીજાને મદદગારી કરીને લાંચની રકમ સ્વીકારી હોવાના આધારે કાર્યવાહી કરવામાં આવી છે. આ સમગ્ર ટ્રેપની કામગીરી પોલીસ ઇન્સ્પેક્ટર જે.જે. ચૌધરી, ભુજ ACB પોલીસ સ્ટેશન તથા સ્ટાફ દ્વારા હાથ ધરવામાં આવી હતી. મામલે આગળની કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    પોષણ અને સ્વચ્છતા ક્ષેત્રે બાળકોનું સન્માન:મુખ્યમંત્રી અને અમદાવાદ મેયરના વરદ હસ્તે શ્રદ્ધા અને ખેવનાને પુરસ્કૃત કરાયા
    Next Article
    શાહપુરમાં છાત્ર-શિક્ષક સન્માન સાથે ગાંધીજયંતી ઉજવાઈ:43 તેજસ્વી વિદ્યાર્થીઓ અને 5 શિક્ષકોનું સન્માન, પ્રોત્સાહક ઇનામો એનાયત કરાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment