Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પોષણ અને સ્વચ્છતા ક્ષેત્રે બાળકોનું સન્માન:મુખ્યમંત્રી અને અમદાવાદ મેયરના વરદ હસ્તે શ્રદ્ધા અને ખેવનાને પુરસ્કૃત કરાયા

    13 hours ago

    સરકાર દ્વારા ચાલી રહેલી પોષણયુક્ત યોજનાના સફળ અમલીકરણના પરિણામે બાળકોના આરોગ્ય અને પોષણ સ્તરમાં નોંધપાત્ર સુધારો જોવા મળી રહ્યો છે. આ જ શ્રેણીમાં, જે બાળકોના પોષણ સ્તરમાં સુધારો થયો છે અને જેઓ આંગણવાડી કેન્દ્રમાં નિયમિત હાજર રહે છે, તેવા બાળકોનું મંચ પરથી વિશેષ સન્માન કરવામાં આવ્યું છે. આ કાર્યક્રમમાં શ્રદ્ધા વઢીયારી નામની બાળકીનું ખાસ બહુમાન કરાયું હતું. શ્રદ્ધા પહેલા MAM એટલે કે મોડરેટ એક્યુટ માલન્યુટ્રિશ્ડ (મધ્યમ તીવ્ર કુપોષિત) શ્રેણીમાં આવતી હતી અને તેનું વજન ઓછું હતું. જોકે, સરકારની પોષણયુક્ત યોજના અંતર્ગત આપેલો પૌષ્ટિક આહાર લેવાથી તેના પોષણ સ્તરમાં સુધારો થયો છે અને વજનમાં વધારો નોંધાયો છે. તંદુરસ્ત અને નિયમિત બાળકી ખેવનાનું સન્માન આ ઉપરાંત, આંગણવાડી કેન્દ્રમાં દૈનિક ધોરણે સ્વચ્છતા જાળવીને નિયમિતપણે હાજર રહેતી બાળકી ખેવના કાલાવાડિયાનું પણ સન્માન કરવામાં આવ્યું હતું. આ રેગ્યુલર અને તંદુરસ્ત બાળકી ખેવના કાલાવાડિયાને ગુજરાત રાજ્યના માનનીય મુખ્યમંત્રી અને અમદાવાદ શહેરના માનનીય મેયરના વરદ હસ્તે સન્માનિત કરવામાં આવી હતી.
    Click here to Read More
    Previous Article
    ભુજની ઓલ્ફ્રેડ હાઇસ્કૂલમાં ટ્રાફિક જાગૃતિ સેમિનાર:વિદ્યાર્થીઓને હેલ્મેટ, સીટબેલ્ટ અને મોબાઈલના ઉપયોગ અંગે જાગૃત કરાયા
    Next Article
    ભુજમાં આવાસ યોજનાના હપ્તા પેટે માંગી ₹4 હજારની લાંચ:સમાજ કલ્યાણ કચેરીના 2 કરાર આધારિત કર્મચારીઓ ACBની ટ્રેપમાં ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment