Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એર ઇન્ડિયાની ડોમેસ્ટિક ફ્લાઇટ્સ ₹399 મોંઘી:ભારતીય એરલાઇન્સે ઈન્ટરનેશનલ ભાડામાં 15% વધારો કર્યો; ઇરાન યુદ્ધને કારણે જેટ ઇંધણના ભાવ બમણા થયા

    1 day ago

    મિડલ ઈસ્ટમાં વધતા તણાવની અસર હવે સામાન્ય લોકોના ખિસ્સા પર પડી રહી છે. એર ઇન્ડિયા 12 માર્ચથી ડોમેસ્ટિક ફ્લાઇટ ટિકિટ પર ₹399નો ફ્યુઅલ સરચાર્જ લાદશે. આનો અર્થ એ કે તમારે હવે ટિકિટ ખરીદતી વખતે વધારાના ₹399 ચૂકવવા પડશે. એર ઇન્ડિયા આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ્સ પર પણ સરચાર્જ વસૂલશે. બ્લૂમબર્ગે એ પણ અહેવાલ આપ્યો છે કે ભારતીય એરલાઇન્સે આંતરરાષ્ટ્રીય ફ્લાઇટ ભાડામાં આશરે 15% વધારો કર્યો છે. અહેવાલ મુજબ, યુએસ, ઇઝરાયલ અને ઈરાન વચ્ચે વધતા સંઘર્ષ અને હોર્મુઝ સ્ટ્રેટના વિક્ષેપને કારણે ક્રૂડ ઓઇલના ભાવ અને જેટ ઇંધણના ભાવમાં સતત વધારો થયો છે, જે ગ્લોબલ એવિએશન ઈન્ડસ્ટ્રીને પણ અસર કરી રહ્યો છે. ભારત, એશિયા અને વિશ્વભરની મોટી એરલાઇન્સે પણ ટિકિટના ભાવમાં વધારો કર્યો છે, અને ઘણી કંપનીઓ તેમના વિમાનોને ગ્રાઉન્ડ કરવાની યોજના બનાવી રહી છે. નિષ્ણાતો કહે છે કે આ 1970ના દાયકા પછીનું સૌથી મોટું ઓઇલ સંકટ હોઈ શકે છે. ભારતીય એરલાઇન્સ આગળ ભાડું વધુ વધારી શકે છે રિપોર્ટ અનુસાર, જેટ ફ્યુઅલ એટલે કે ATFની કિંમતોમાં થઈ રહેલા વધારાને જોતા ભારતની એવિએશન કંપનીઓ આવનારા દિવસોમાં ભાડું વધુ વધારી શકે છે. એરલાઇન્સનું કહેવું છે કે ઓપરેશનલ કોસ્ટ વધવાને કારણે તેમની પાસે ભાડું વધારવા સિવાય કોઈ વિકલ્પ બચ્યો નથી. જેટ ફ્યુઅલની કિંમતો લગભગ બમણી થઈ ગઈ છે 28 ફેબ્રુઆરીએ શરૂ થયેલા ઈરાન-ઈઝરાયેલ યુદ્ધ પછી ઓઇલની સપ્લાય ચેઈન ખરાબ રીતે પ્રભાવિત થઈ છે. આ કારણે ક્રૂડ ઓઈલના ભાવ સતત વધી રહ્યા છે. બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ આજે 93 ડોલર પ્રતિ બેરલ પર આવી ગયો છે. જ્યારે એક દિવસ પહેલા બ્રેન્ટ ક્રૂડ ઓઈલનો ભાવ લગભગ 120 ડોલર પ્રતિ બેરલ પર પહોંચી ગયો હતો. વળી, ઘણા બજારોમાં જેટ ફ્યુઅલના ભાવ સંઘર્ષ શરૂ થયા પછી બમણા થઈ ગયા છે. યુદ્ધ પહેલા જેટ ફ્યુઅલના ભાવ લગભગ 85થી 90 ડોલર પ્રતિ બેરલ હતા, જે હવે વધીને 150થી 200 ડોલર પ્રતિ બેરલની વચ્ચે પહોંચી ગયા છે. વળી, મધ્ય પૂર્વના તણાવને કારણે વિશ્વભરમાં અત્યાર સુધીમાં 40,000થી વધુ ફ્લાઇટ્સ રદ પણ થઈ છે. વિયેતનામમાં 70% સુધી મોંઘી થઈ શકે છે ટિકિટ બ્લૂમબર્ગે રિપોર્ટમાં જણાવ્યું કે વિયેતનામના સરકારી મીડિયાએ ચેતવણી આપી છે કે ત્યાં હવાઈ ભાડામાં 70% સુધીનો ઉછાળો આવી શકે છે. તેનું મુખ્ય કારણ વિયેતનામની ઇમ્પોર્ટેડ જેટ ફ્યુઅલ પર ભારે નિર્ભરતા છે. ઇન્ડસ્ટ્રી એનાલિસ્ટ્સ અનુસાર, એશિયન એરલાઇન્સ યુરોપિયન કે અમેરિકન એરલાઇન્સની સરખામણીમાં વધુ જોખમમાં છે, કારણ કે તેમની પાસે ફ્યુઅલ હેજિંગ (ઇંધણની કિંમતોને લોક કરવાનો પ્રોગ્રામ)ની મજબૂત વ્યવસ્થા નથી. એવિએશન સેક્ટરમાં ચારે તરફ ગભરાટની સ્થિતિ છે સ્પાર્ટા કોમોડિટીઝના સિનિયર ઓઇલ માર્કેટ એનાલિસ્ટ જૂન ગોહે જણાવ્યું કે, એવિએશન સેક્ટરમાં ચારેય તરફ ગભરાટનો માહોલ છે. જે એશિયન એરલાઇન્સનો હેજિંગ પ્રોગ્રામ નબળો છે, તેઓ સૌથી વધુ મુશ્કેલીમાં છે. તેમણે ઓછી કિંમતે ટિકિટ વેચી દીધી હતી, પરંતુ હવે તેમને ખૂબ મોંઘા ભાવે ફ્યુઅલ ખરીદવું પડી રહ્યું છે. કેટલીક લો-કોસ્ટ એરલાઇન્સ તો હવે વિમાનોને પાર્ક કરવાની તૈયારીમાં છે. કારણ કે વર્તમાન ફ્યુઅલ કિંમતો પર ઉડાન ભરવી નુકસાનકારક સોદો સાબિત થઈ રહ્યો છે. પરિસ્થિતિ નહીં સુધરે, તો નાની એરલાઇન્સ બંધ થઈ શકે છે જર્મન બેંક ડોયચે બેંકના એનાલિસ્ટ્સનું કહેવું છે કે જો પરિસ્થિતિ જલ્દી નહીં સુધરે, તો દુનિયાભરમાં હજારો વિમાનો પાર્ક થઈ શકે છે અને કેટલીક નાની એરલાઇન્સ બંધ પણ થઈ શકે છે. --------------------- આ સમાચાર પણ વાંચો… ભારતમાં રસોઈ ગેસ માટે હાહાકાર: MPથી મહારાષ્ટ્ર સુધી સપ્લાય ઠપ:‘ESMA’ લાગુ; હોટલ-રેસ્ટોરન્ટ્સ બંધ થવાના આરે, ગેસ મળતો નથી કેન્દ્ર સરકારે દેશભરમાં 'એસેન્શિયલ કોમોડિટી એક્ટ 1955(ESMA)' લાગુ કરી દીધો છે. હોર્મુઝ જળમાર્ગના રસ્તે થતી ગેસ સપ્લાય ઠપ થયા બાદ સરકારે આ પગલું ભર્યું છે. ગેસની અછતને ધ્યાનમાં રાખીને દિલ્હી, મધ્યપ્રદેશ, મહારાષ્ટ્ર, ઉત્તર પ્રદેશ, રાજસ્થાન અને છત્તીસગઢ સહિત ઘણા રાજ્યોએ કોમર્શિયલ ગેસના સપ્લાય પર હાલ પૂરતો પ્રતિબંધ મૂક્યો છે. સંપૂર્ણ સમાચાર વાંચો
    Click here to Read More
    Previous Article
    Five Iranian woman footballers get asylum in Australia, two more stay back as others leave for home
    Next Article
    અમરેલીના માણાવાવમાં સિંહે 5 વર્ષના બાળકને ફાડી ખાધો:ખેતમજૂર પરિવાર મજૂરી કરતો હતો ને સાવજ મોઢામાં પકડી ઢસડી ગયો,માનવભક્ષીને પાંજરે પૂરવા ફોરેસ્ટની 3 ટીમ બનાવાઈ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment