Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મેડા આદરજમાં પાન પાર્લરનું શટર તોડી તસ્કરોનો હાથફેરો:મહાદેવ પાન પાર્લરમાંથી ₹35,400 રોકડા અને સિગારેટના પેકેટની ચોરી, વહેલી સવારે શટર તૂટેલું જોઈ વેપારી સ્તબ્ધ

    6 hours ago

    કડી તાલુકાના મેડા આદર હાજીપુરા ઠાકોરવાસ ખાતે રહેતા અને વેપાર કરતા શૈલેશકુમાર કાંન્તીલાલ ઠાકોર દ્વારા બાવલું પોલીસ સ્ટેશનમાં ચોરી અંગેની સત્તાવાર ફરિયાદ નોંધાવવામાં આવી છે. પરિવારનું ગુજરાન ચલાવવા માટે તેમણે મેડા આદરજ નાયરા પેટ્રોલ પંપની સામે આવેલા બંસરી કોમ્પ્લેક્ષમાં ‘મહાદેવ પાન પાર્લર’ નામની દુકાન ભાડે રાખી છે. આ દુકાન પર શૈલેશકુમાર તેમજ તેમના નાના ભાઈ સુરેશજી કાંન્તીજી ઠાકોર સંયુક્ત રીતે વેપાર ચલાવે છે. રાત્રિ દરમિયાન અજાણ્યા તસ્કરોએ દુકાનનું શટર તોડી અંદર પ્રવેશી રોકડ અને કિંમતી સામાનની ચોરી કરી હોવાનું સામે આવ્યું છે. સવારે શટર ઊંચું અને નકુચા તૂટેલા મળ્યા ઘટનાની વિગતો મુજબ, ગત તા. 5 નવેમ્બર, 2026ના રોજ રાત્રે 11 વાગ્યાના સુમારે સુરેશજીનો દીકરો કાર્તિક દુકાન વ્યવસ્થિત બંધ કરીને ઘરે ગયો હતો. બીજા દિવસે એટલે કે તા. 6 નવેમ્બર, 2026ના સવારે સાતેક વાગ્યે જ્યારે સુરેશજી દુકાન ખોલવા પહોંચ્યા ત્યારે ચોંકાવનારો નજારો જોવા મળ્યો હતો. દુકાનના શટરના બંને બાજુના નકુચા તૂટેલા હતા અને કોઈ ભારે લોખંડના હથિયાર વડે શટરને વચ્ચેથી વાળી ઊંચું કરવામાં આવ્યું હતું. તેમણે તાત્કાલિક શૈલેશકુમારને જાણ કરતા તેઓ પણ ઘટનાસ્થળે દોડી આવ્યા હતા. ડ્રોઅરમાંથી રોકડા ₹35,400 અને ₹3,570ના સિગારેટ પેકેટ ગાયબ દુકાનની અંદર તપાસ કરતા માલૂમ પડ્યું કે, ડ્રોઅરમાં મૂકેલા વેપારના રોકડા 35,400 તેમજ અલગ-અલગ બ્રાન્ડના સિગારેટના પેકેટો (કિંમત આશરે 3570) મળી કુલ 38,970ની મત્તા અજાણ્યા તસ્કરો ચોરી ગયા હતા. આ બનાવ અંગે તાત્કાલિક 112 નંબર પર જાણ કરવામાં આવતા પોલીસ ટીમ ઘટનાસ્થળે પહોંચી હતી. તે સમયે ફરિયાદી પરિવારને સામાજિક પ્રસંગે બહાર જવાનું હોવાથી શટર રિપેર કરાવી તાળાં મારીને તેઓ રવાના થયા હતા અને બાદમાં બાવલું પોલીસ મથકે પહોંચી વિધિવત્ ફરિયાદ નોંધાવી હતી. બાવલું પોલીસે ગુનો નોંધી તસ્કરોની શોધખોળ શરૂ કરી તા. 5 નવેમ્બરની રાત્રે 11 વાગ્યાથી 6 નવેમ્બરની સવારે 7 વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન બનેલી આ ઘટના સંદર્ભે બાવલું પોલીસે અજાણ્યા ચોર વિરુદ્ધ ગુનો દાખલ કર્યો છે. પોલીસે આસપાસના સીસીટીવી કેમેરા ફૂટેજ અને શંકાસ્પદ હિલચાલના આધારે તસ્કરોનું પગેરું મેળવવા આગળની કાયદેસરની તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી:મુખ્યમંત્રી અને રાજ્યપાલે શાહ પરિવારને શુભેચ્છા પાઠવી, સુરતમાં પાટીલનો સ્નેહ મિલન સમારોહ
    Next Article
    નવા વર્ષના પ્રારંભે પ્રસિદ્ધ યાત્રાધામોમાં ભક્તિનો મહાસાગર:સોમનાથમાં ભારે ભીડ, અંબાજીમાં ‘બોલ મારી અંબે’નો નાદ ગૂંજ્યો, ઊંઝા ઉમિયા મંદિરે લાંબી કતારો લાગી

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment