Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    અમદાવાદમાં અમિત શાહના ઘરે નવા વર્ષની ઉજવણી:મુખ્યમંત્રી અને રાજ્યપાલે શાહ પરિવારને શુભેચ્છા પાઠવી, સુરતમાં પાટીલનો સ્નેહ મિલન સમારોહ

    8 hours ago

    વિક્રમ સંવત 2083ના નૂતન વર્ષની ગુજરાતભરમાં હર્ષોલ્લાસ અને ભક્તિભાવ સાથે શરૂઆત થઈ છે. કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ દ્વારા અમદાવાદમાં થલતેજના નિવાસસ્થાને નવા વર્ષની ઉજવણી કરવામાં આવી રહી છે. અમિત શાહના ઘરે મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને લોકો નવા વર્ષની શુભેચ્છા પાઠવવા પહોંચ્યા છે. વહેલી સવારે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગરના સેક્ટર-22માં આવેલા પંચદેવ મંદિરે પહોંચીને ભગવાનનાં દર્શન અને પૂજા-અર્ચના કરી હતી. આ પ્રસંગે તેમણે ગુજરાતની જનતાને નૂતન વર્ષની હાર્દિક શુભેચ્છાઓ પાઠવતાં જણાવ્યું કે, નવા વર્ષમાં દરેક નાગરિકનું સ્વાસ્થ્ય સારું રહે અને સૌનું જીવન સુખ, શાંતિ તથા સમૃદ્ધિથી ભરપૂર બને તેવી ભગવાનના ચરણોમાં પ્રાર્થના છે. વધુમાં મુખ્યમંત્રીએ વિકસિત ગુજરાત અને નશામુક્ત ગુજરાતના સંકલ્પ સાથે સૌ નાગરિકોને સાથે મળીને આગળ વધવાની અપીલ પણ કરી હતી. સુરતમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી સી. આર. પાટીલના શુભેચ્છા મિલનમાં મોટી સંખ્યામાં લોકો ઉમટી પડ્યાં હતાં. પાટીલે તમામને મળીને નૂતન વર્ષાભિનંદન પાઠવ્યા હતાં. બીજી તરફ, વડોદરામાં 1200થી વધુ વાનગીઓનો મહાઅન્નકૂટ અને બહુચરાજી માતાજીને પાંચ કરોડથી વધુ કિંમતની સુવર્ણ થાળીમાં વિશેષ ભોગ સાથે ગુજરાતમાં નૂતન વર્ષની ઉજવણીના વિવિધ રંગો જોવા મળશે.
    Click here to Read More
    Previous Article
    On paper, Delhi is controlling its dust. On the ground, it isn’t
    Next Article
    મેડા આદરજમાં પાન પાર્લરનું શટર તોડી તસ્કરોનો હાથફેરો:મહાદેવ પાન પાર્લરમાંથી ₹35,400 રોકડા અને સિગારેટના પેકેટની ચોરી, વહેલી સવારે શટર તૂટેલું જોઈ વેપારી સ્તબ્ધ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment