Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં ગેરેજ કામ કરતા બે શખસના ખાતામાં ₹3.49 કરોડનું ટ્રાન્ઝેક્શન:94 દિવસમાં થયા કરોડોના વ્યવહાર, સાયબર ફ્રોડ કેસમાં 2 આરોપી ઝડપાયા

    15 hours ago

    મોરબી જિલ્લામાં સાયબર ફ્રોડના કિસ્સાઓ દિનપ્રતિદિન વધી રહ્યા છે. ત્યારે મોરબીમાં રહેતા અને ગેરેજમાં કામ કરતા બે શખ્સોના બેંક ખાતામાં સાયબર ફ્રોડથી મેળવેલ 3,49,61,073 રૂપિયા જમા થયા હોવાનું સામે આવ્યું છે. આ માતબર રકમ યુપીઆઈડી, આરટીજીએસ અને આઈએમપીએસ મારફતે અલગ-અલગ બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરવામાં આવી હતી. આ બાબતે રાજસ્થાન અને ગુજરાતમાં જુદી-જુદી બે ફરિયાદો નોંધાયા બાદ અને છેલ્લે 74,000 રૂપિયાનું ટ્રાન્જેક્શન પકડાતા મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશન ખાતે ત્રણ શખ્સો સામે ગુનો નોંધી, પોલીસે બે આરોપીઓને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે. કમિશનના લોભમાં બેંક ખાતા ભાડે આપ્યા મોરબી જિલ્લા સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં વઘોરા ભાવેશભાઈ હરેશભાઈ (રહે. સનરાઈઝ પાર્ક, વિજયનગર રોડ, મોરબી), ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હીતો દિનેશભાઈ ચાવડા (રહે. રોહીદાસપરા, મોરબી) અને નિલેશભાઈ રવજીભાઈ કાસુન્દ્રા (રહે. મોરબી) તથા અન્ય તપાસમાં ખુલે તે વિરુદ્ધ સાયબર ફ્રોડનો ગુનો નોંધવામાં આવ્યો છે. પ્રાપ્ત માહિતી મુજબ, મુખ્ય આરોપી નિલેશભાઈ કાસુન્દ્રાએ તેના મળતિયાઓ સાથે મળીને રાજ્યના અલગ-અલગ વ્યક્તિઓ સાથે છેતરપિંડી આચરી હતી. ફ્રોડથી મેળવેલા નાણાં સગેવગે કરવા માટે તેણે વઘોરા ભાવેશભાઈ અને ચાવડા જીતેન્દ્રભાઈને કમિશન એજન્ટ બનાવ્યા હતા. આ બંનેને કમિશન પેટે 15,000 રૂપિયા આપવાનું નક્કી કરાયું હતું. આરોપીઓએ બેંક ખાતા નં. 40714700000550 માં 23/02/2026થી 02/06/2026 સુધીના માત્ર 94 દિવસના ટૂંકા સમયગાળામાં કુલ 3,49,61,073 રૂપિયા મેળવી લીધા હતા અને તેને વિવિધ ડિજિટલ માધ્યમોથી ટ્રાન્સફર કર્યા હતા. પોલીસની સરાહનીય કામગીરી અને ધરપકડ આ સાયબર ફ્રોડ અંગે સમન્વય તથા એનસીસીઆરપી (NCCRP) પોર્ટલ પર રાજસ્થાન અને ગુજરાત રાજ્યમાં બે ફરિયાદો નોંધાઈ હતી. જેમાં છેલ્લે 74,000 રૂપિયાનું શંકાસ્પદ ટ્રાન્જેક્શન થયાનું સામે આવ્યું હતું. આ કેસની ગંભીરતાને ધ્યાને લઈને પીએસઆઈ વાય.પી. વ્યાસ અને તેમની ટીમે ત્વરિત કાર્યવાહી કરી આરોપી વઘોરા ભાવેશ ઉર્ફે કાનો હરેશભાઈ અને ચાવડા જીતેન્દ્રભાઈ ઉર્ફે હિતેશ ઉર્ફે હીતો દિનેશભાઈ ચાવડાની ધરપકડ કરી લીધી છે. જ્યારે આ પ્રકરણના અન્ય ફરાર આરોપીને ઝડપી પાડવા માટે પોલીસ દ્વારા સઘન તજવીજ હાથ ધરવામાં આવી છે. પૂછપરછ દરમિયાન ખૂલેલી વિગતો અનુસાર, પકડાયેલા બંને આરોપીઓ ગેરેજમાં મજૂરી કામ કરે છે અને આર્થિક લાલચમાં આવીને તેઓએ પોતાના બેંક ખાતા ભાડે આપ્યા હતા. હાલ સાયબર ક્રાઈમ પોલીસે આ નેટવર્કના મૂળ સુધી પહોંચવા માટે ઊંડાણપૂર્વકની તપાસ શરૂ કરી છે.
    Click here to Read More
    Previous Article
    વડોદરામાં વ્યાજખોરના ત્રાસ સામે વેપારીની ફરિયાદ:1.30 લાખ સામે 7.02 લાખ વસૂલ્યા છતાં વધુ ઉઘરાણી કરી, દીકરીને ઉઠાવી જવાની ધમકી આપી
    Next Article
    ભીલડીમાં 325 કરોડના ખર્ચે BBBRC સેન્ટર તૈયાર:પીએમ મોદી 30 ઓક્ટોબરે લોકાર્પણ કરાશે, ઉત્તમ નસ્લનાં પશુઓના સંવર્ધન થકી પશુપાલકોની આવકમાં વધારો કરવાનો ઉદ્દેશ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment