Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વડોદરામાં વ્યાજખોરના ત્રાસ સામે વેપારીની ફરિયાદ:1.30 લાખ સામે 7.02 લાખ વસૂલ્યા છતાં વધુ ઉઘરાણી કરી, દીકરીને ઉઠાવી જવાની ધમકી આપી

    21 hours ago

    વડોદરાના ગાજરાવાડી વિસ્તારમાં વ્યાજે નાણાં આપીને ઊંચા વ્યાજની વસૂલાત કરવાના અને નાણાંની માંગણી કરી ધાકધમકી આપવાના આક્ષેપ સાથે લાકડાના વેપારીએ અલ્પેશ ઉર્ફે અલ્લુ શાહ સામે ફરિયાદ નોંધાવી છે. વેપારીએ આરોપી પાસેથી રૂ.1.30 લાખ લીધા બાદ રોજના 2,600 રૂપિયા લેખે વ્યાજની વસૂલાત કરવામાં આવતી હતી. અત્યાર સુધીમાં આશરે 7.02 લાખ રૂપિયા ચૂકવી દીધા હોવા છતાં મૂળ રકમમાંથી કોઈ કપાત કરવામાં આવી નહોતી. વધુ નાણાંની માંગણી સાથે વેપારી અને તેના પરિવારને જાનથી મારી નાખવાની તેમજ તેની દીકરીને ઉઠાવી જવાની ધમકી આપવામાં આવી હોવાનો આક્ષેપ પણ કરવામાં આવ્યો છે. નાણાં ધિરાણનું લાઇસન્સ ન હોવાનું કહી આ વ્યવહાર ગુપ્ત રાખવા જણાવ્યું ગાજરાવાડીના વિશ્વકર્માનગરમાં સુએઝ પમ્પિંગ સ્ટેશન પાસે રહેતા અને લાકડાનો વેપાર કરતા 52 વર્ષીય રાજુભાઈ રમેશભાઈ સોનીનો આશરે દસ વર્ષથી અલ્પેશ ઉર્ફે અલ્લુ શાહ સાથે પરિચય હતો. અગાઉ કરિયાણાની દુકાને ખરીદી કરવા આવતા અલ્પેશ સાથે ઓળખાણ થયા બાદ રાજુભાઈને નાણાંની જરૂર પડતાં 27 ઓક્ટોબર, 2025ના રોજ તેમણે તેની પાસેથી ટુકડે-ટુકડે કુલ રૂ.1.30 લાખ લીધા હતા. આરોપી પાસે નાણાં ધિરાણનું લાઇસન્સ ન હોવાનું કહી આ વ્યવહાર ગુપ્ત રાખવા જણાવ્યું હોવાનો પણ ફરિયાદમાં ઉલ્લેખ છે. 1.30 લાખ સામે 7.02 લાખ વસૂલ્યા છતાં ઉઘરાણી કરી નાણાંના બદલામાં આરોપીએ રોજના રૂ.2,600 લેખે વ્યાજ લેવાનું શરૂ કર્યું હતું. એક દિવસની રકમ ચૂકવવામાં વિલંબ થાય તો રૂ.400 અને બે દિવસની રકમ બાકી રહે તો રૂ.600 વધારાના વસૂલવામાં આવતા હતા. રાજુભાઈ ગૂગલ-પે મારફતે નાણાં ચૂકવતા હતા. તેમની ગણતરી મુજબ, અત્યાર સુધીમાં આશરે રૂ.7.02 લાખ ચૂકવી દીધા હોવા છતાં મૂળ રૂ.1.30 લાખમાંથી કોઈ રકમ બાદ કરવામાં આવી નહોતી. વેપારીને ફોન કરીને તેમની દીકરીને ઉઠાવી જવાની ધમકી આપી બાકી નાણાંની ગણતરી પૂછતાં આરોપી યોગ્ય જવાબ આપતો નહોતો અને મૂળ રકમ પરત ન થાય ત્યાં સુધી નાણાં ચૂકવવા પડશે તેમ કહેતો હતો. ત્યારબાદ વારંવાર ફોન કરીને અને ઘરે આવીને વેપારી તથા તેમના પરિવારને ગાળો આપી જાનથી મારી નાખવાની ધમકી આપવામાં આવતી હતી. વેપારીની પત્નીને ફોન કરીને તેમની દીકરીને ઉઠાવી જવાની ધમકી આપ્યાનો પણ આક્ષેપ છે. ઉપરાંત, વધુ નાણાં નહીં આપે તો ચેક બાઉન્સ કરાવી કોર્ટમાં કેસ કરવાની ધમકી આપવામાં આવતી હોવાની ફરિયાદમાં નોંધાઈ છે. વ્યાજખોરના ત્રાસ સામે વેપારીની ફરિયાદ આખરે વેપારીએ ઓળખીતા હરિશભાઈ સરહાનિયાને સમગ્ર હકીકત જણાવી હતી અને તેમની સાથે મળીને અરજી આપી હતી. ત્યારથી રોજના નાણાં ચૂકવવાનું બંધ કર્યું હોવાનું હતું. આ મામલે અલ્પેશ ઉર્ફે અલ્લુ મહાવીર શાહ (કનોજિયા) સામે નાણાં ધિરાણનું લાઇસન્સ ન હોવા છતાં વ્યાજે નાણાં આપી વધુ રકમ વસૂલવા અને ધાકધમકી આપવાના આક્ષેપ સાથે કાયદેસરની કાર્યવાહી કરવા ફરિયાદ નોંધાવવામાં આવી છે.
    Click here to Read More
    Previous Article
    The Undertaker Confirms AAA's January 2027 Show With A Star-Studded Lineup
    Next Article
    મોરબીમાં ગેરેજ કામ કરતા બે શખસના ખાતામાં ₹3.49 કરોડનું ટ્રાન્ઝેક્શન:94 દિવસમાં થયા કરોડોના વ્યવહાર, સાયબર ફ્રોડ કેસમાં 2 આરોપી ઝડપાયા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment