Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ગરીબરથ એક્સપ્રેસમાંથી નાઈજિરિયન દારૂ ઝડપાયો:ઈથોપિયન એરલાઇન્સ મારફતે મંગાવાયો હતો ₹3.41 લાખનો વિદેશી દારૂ, આંતરરાષ્ટ્રીય રેકેટનો પર્દાફાશ

    11 hours ago

    ગુજરાતમાં વિદેશી દારૂ ઘૂસાડવાના એક આંતરરાષ્ટ્રીય ષડયંત્રનો પશ્ચિમ રેલવે પોલીસે પર્દાફાશ કર્યો છે. રેલવે એડીજીપીની ટીમે ચોક્કસ બાતમીના આધારે ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં ઓચિંતું ચેકિંગ હાથ ધરીને ટોઇલેટ કોરિડોર પાસેથી બિનવારસી હાલતમાં પડેલા ત્રણ શંકાસ્પદ પાર્સલ જપ્ત કર્યા હતા. આ પાર્સલમાંથી નાઈજિરિયન બનાવટની પ્રીમિયમ બિયર અને બિટર્સની 216 બોટલો-ટીન મળી કુલ ₹3,41,952ની કિંમતનો 66.240 લિટર વિદેશી દારૂનો જથ્થો ઝડપાયો છે. પ્રાથમિક તપાસમાં આ વિદેશી દારૂ ઈથોપિયન એરલાઇન્સ મારફતે ભારત મંગાવવામાં આવ્યો હોવાનો ચોંકાવનારો ખુલાસો થયો છે. રેલવે એડીજીપીના આદેશથી સરપ્રાઇઝ ચેકિંગ પશ્ચિમ રેલવેના ઇન્ચાર્જ અધિક પોલીસ મહાનિર્દેશક (રેલવેઝ) કે.એન. ડામોર દ્વારા અમદાવાદ અને વડોદરા રેલવે ડિવિઝનની હદમાં પ્રોહિબિશન અને ગેરકાયદે પ્રવૃત્તિઓ ડામવા માટે વિશેષ સરપ્રાઇઝ રેડ કરવા આદેશ અપાયો હતો. આ સૂચનાના પગલે રીડર પીઆઈ સી.એફ. રાઠોડના માર્ગદર્શન હેઠળ પીએસઆઈ વી.પી. ઝાલા અને તેમની ટીમ ભરૂચ રેલવે સ્ટેશન વિસ્તારમાં સઘન પેટ્રોલિંગમાં હતી. ગરીબરથના G-14 કોચમાંથી મળ્યા બિનવારસી પાર્સલ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમને સચોટ બાતમી મળી હતી કે ગરીબરથ એક્સપ્રેસ ટ્રેનમાં વિદેશી દારૂનો મોટો જથ્થો લઈ જવાઈ રહ્યો છે. ટ્રેન મિયાગામ કરજણ રેલવે સ્ટેશન પસાર કરી રહી હતી ત્યારે ટીમે ટ્રેનમાં ચડીને કોચ નંબર G-14 ના ટોઇલેટ કોરિડોર પાસે તપાસ કરતાં ત્યાં બિનવારસી હાલતમાં મુકેલા ત્રણ મોટા પાર્સલ મળી આવ્યા હતા. પોલીસે આજુબાજુના મુસાફરોની પૂછપરછ કરી હતી પરંતુ કોઈ વારસદાર સામે ન આવતાં ત્રણેય પાર્સલ કબજે કરી વડોદરા રેલવે પોલીસ સ્ટેશન લાવવામાં આવ્યા હતા. નાઈજિરિયન બ્રાન્ડની બિયર અને બિટર્સ જપ્ત પોલીસે પંચોની હાજરીમાં પાર્સલ ખોલીને તપાસતાં આંતરરાષ્ટ્રીય બ્રાન્ડનો દારૂ જોઈને અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પાર્સલમાંથી: આમ, કુલ 216 નંગ બોટલ અને ટીન મળી 66.240 લિટર નાઈજિરિયન દારૂ-બિયરનો જથ્થો જપ્ત કરવામાં આવ્યો હતો, જેની બજાર કિંમત ₹3,41,952 આંકવામાં આવી છે. ઈથોપિયન એરલાઇન્સ મારફતે મંગાવાયો, નાઈજિરિયન શખ્સની શોધખોળ પોલીસની પ્રાથમિક તપાસમાં સામે આવ્યું છે કે, આ દારૂ નાઈજિરિયાથી ઈથોપિયન એરલાઇન્સ મારફતે ભારતમાં દાણચોરીથી લાવવામાં આવ્યો હતો અને ત્યારબાદ તેને ટ્રેન મારફતે ગુજરાતમાં ઘૂસાડવાનો કારસો ઘડાયો હતો. આ આંતરરાષ્ટ્રીય દાણચોરી પાછળ સંડોવાયેલા નાઈજિરિયન શખ્સ તેમજ સ્થાનિક રિસીવરની ભાળ મેળવવા માટે રેલવે પોલીસે પ્રોહિબિશન એક્ટ હેઠળ ગુનો નોંધી વધુ તપાસ તેજ કરી છે.
    Click here to Read More
    Previous Article
    ઝીંઝુવાડામાં 48 ઘોડાઓની અશ્વદોડ સ્પર્ધા યોજાઈ:ગુજરાતભરમાંથી આવેલા અશ્વોએ ભાગ લીધો, આર્જેન્ટિનાના ફિલ્મ મેકરે લાઈવ શૂટિંગ કર્યું
    Next Article
    Amar Ujala Samwad 2026: देहरादून में फिर सजा संवाद का मंच | Dehradun Amar Ujala Samwad 2026

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment