Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મહુધામાં તંગદિલી બાદ પ્રશાસનનું આકરું વલણ:યુવક પર હુમલો કરનારા સામે કાર્યવાહી અને 48 ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર

    15 hours ago

    ખેડા જિલ્લાના મહુધા ચાર રસ્તા પાસે વાહન ઓવરટેક કરવાની નજીવી બાબતે શરૂ થયેલા વિવાદે ઉગ્ર સ્વરૂપ ધારણ કરતાં વિસ્તારમાં ભારે તણાવ અને ઉશ્કેરાટનો માહોલ સર્જાયો છે. બલોલ ગામના રહેવાસી જીગ્નેશ પટેલ પોતાની કાર લઈને મહુધા ચોકડી પરથી પસાર થઈ રહ્યા હતા ત્યારે, એક રિક્ષાચાલક સાથે વાહન આડું રાખવા કે ઓવરટેક કરવા બાબતે તકરાર થઈ હતી. વાત વધતાં રિક્ષાચાલકે તેના અન્ય સાગરીતોને સ્થળ પર બોલાવી લીધા હતા. આ અસામાજિક તત્વોએ લાકડાના દંડા અને તીક્ષ્ણ હથિયારો વડે જીગ્નેશ પટેલ પર હુમલો કરી દીધો હતો, જેમાં તેઓ માથાના ભાગે ગંભીર ઈજા થતાં લોહીલુહાણ થઈ જમીન પર ઢળી પડ્યા હતા. ઈજાગ્રસ્ત યુવકને તાત્કાલિક હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે. ઈજાગ્રસ્તની બહેન ગાયત્રીબેન પટેલે આક્ષેપ કર્યો હતો કે, હુમલો કરનાર ઈસમ દારૂના ધંધા સાથે સંકળાયેલો બુટલેગર છે. વાંચો શું છે સમગ્ર મામલો બનાવમાં ઈજાગ્રસ્ત અને હુમલાખોરો અલગ-અલગ કોમના હોવાની વાત વાયુવેગે પ્રસરતાં સ્થાનિક લોકોના ટોળાં એકઠાં થઈ ગયા હતા અને વાતાવરણ તંગ બની ગયું હતું. ઘટનાની ગંભીરતા જોઈ જિલ્લા પોલીસવડા વિજય પટેલ અને ડીવાયએસપી વિમલ બાજપાઈ સહિત ક્રાઈમ બ્રાન્ચ અને એસઓજીની ટીમો ઘટનાસ્થળે દોડી ગઈ હતી. વિશ્વ હિન્દુ પરિષદના જિલ્લા મંત્રી અર્પિત ગોરે ચીમકી ઉચ્ચારી હતી કે, પ્રશાસનની અપીલને માન આપી સમાજે શાંતિ જાળવી છે, પરંતુ જો 1 સપ્ટેમ્બર બપોરે 12 વાગ્યા સુધીમાં સંડોવાયેલા ચારેય આરોપી સામે કડક કાનૂની કાર્યવાહી નહીં કરાય તો હિન્દુ સમાજ આ સહન નહીં કરે અને આગળની સ્થિતિ માટે પ્રશાસન જવાબદાર રહેશે. 48 ગેરકાયદે દબાણો જમીનદોસ્ત કાયદો અને વ્યવસ્થાની પરિસ્થિતિ જોખમાતાં રાજ્ય સરકાર અને ગૃહ વિભાગના નિર્દેશ બાદ સ્થાનિક પ્રશાસને અસામાજિક તત્વો સામે કડક સબક શીખવાડવા ઝુંબેશ શરૂ કરી હતી. પોલીસે 3 મુખ્ય આરોપી સામે એફઆઈઆર નોંધી કાર્યવાહી હાથ ધરી છે, સાથે જ તેમના અને અસામાજિક તત્વોના ગેરકાયદે આશ્રયસ્થાનો પર ત્રાટકવાનો નિર્ણય લેવાયો હતો. મહુધાના ફીનાવ ભાગોળ અને આસપાસના વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા નાના-મોટા 48 જેટલા કાચા-પાકા ગેરકાયદે દબાણો પર તંત્રનું બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું હતું. દબાણ હટાવવાની આ કામગીરી દરમિયાન રેપિડ એક્શન ફોર્સ અને સ્થાનિક પોલીસનો કાફલો ચુસ્ત બંદોબસ્ત સાથે તહેનાત રહ્યો હતો. શાંતિ સ્થાપવા પોલીસનું સઘન પેટ્રોલિંગ હાલમાં મહુધા ચોકડી અને ફીનાવ ભાગોળ સહિત સમગ્ર વિસ્તારમાં પરિસ્થિતિ કાબૂ હેઠળ છે. કોઈ અનિચ્છનીય બનાવ ન બને તે માટે ઉચ્ચ પોલીસ અધિકારીઓની દેખરેખ હેઠળ સઘન પેટ્રોલિંગ ચાલુ રાખવામાં આવ્યું છે. પ્રશાસને સ્પષ્ટ સંકેત આપ્યો છે કે, શાંતિ ભંગ કરનાર કે ગુનાહિત પ્રવૃત્તિમાં લિપ્ત કોઈપણ તત્વને બક્ષવામાં આવશે નહીં.
    Click here to Read More
    Previous Article
    ગેસનો બાટલો અને દૂધ મોઘું થયું:સિલિન્ડરમાં 11.50 અને દૂધમાં 9 રૂપિયાનો વધારો ઝીંકાયો, ટાટા-હ્યુન્ડાઈની કારના ભાવમાં પણ તેજી
    Next Article
    NCC કેડેટ્સ માટે સરકારનો મહત્વનો નિર્ણય:હવે ખાનગી સ્કૂલ-કૉલેજના રાષ્ટ્રીય કેમ્પનો 100% ખર્ચ સરકાર ભોગવશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment