Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    NCC કેડેટ્સ માટે સરકારનો મહત્વનો નિર્ણય:હવે ખાનગી સ્કૂલ-કૉલેજના રાષ્ટ્રીય કેમ્પનો 100% ખર્ચ સરકાર ભોગવશે

    15 hours ago

    ગુજરાત સરકારે ખાનગી શાળા-કૉલેજોમાં અભ્યાસ કરતા NCC કેડેટ્સ માટે આર્થિક બોજ દૂર કરતો મહત્વનો નિર્ણય લીધો છે. હવે રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પમાં પસંદગી પામનારા ખાનગી સંસ્થાના કેડેટ્સને પણ સરકારી શાળા-કૉલેજના કેડેટ્સની જેમ 100 ટકા કૅમ્પ ભથ્થું રાજ્ય સરકાર આપશે. અત્યાર સુધી આ ખર્ચ કેડેટ્સ કે સંસ્થાએ પોતે ભોગવવો પડતો હતો, જે હવે દૂર થતાં સરકારી અને ખાનગી સંસ્થાઓના કેડેટ્સ વચ્ચેની આર્થિક અસમાનતાનો અંત આવશે. રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે 100 ટકા ખર્ચ સરકાર ભોગવશે નવા નિર્ણય મુજબ ખાનગી શાળા-કૉલેજના NCC કેડેટ્સ રાષ્ટ્રીય કક્ષાના કૅમ્પ માટે પસંદ થશે ત્યારે ભારત સરકાર દ્વારા નક્કી કરાયેલા દર મુજબ કેડેટ્સને મેસિંગ, ટ્રાવેલિંગ, જનરેશન, ઇન્સિડેન્ટલ અને POL ચાર્જિસ સહિતનો તમામ ખર્ચ રાજ્ય સરકાર ચૂકવશે. અત્યાર સુધી ભથ્થું ન મળવાને કારણે આર્થિક સક્ષમ ન હોય તેવા પ્રતિભાશાળી કેડેટ્સ રાષ્ટ્રીય તકથી વંચિત રહી જતા હતા. Republic Day અને Youth Exchange સહિતના કૅમ્પને લાભ આ નિર્ણયનો સીધો લાભ RDC (રિપબ્લિક ડે કોન્ટિન્જન્ટ), TSC (થલ સૈનિક કૅમ્પ), YEP (યૂથ એક્સચેન્જ પ્રોગ્રામ), VSC, NSC અને NLE જેવા રાષ્ટ્રીય સ્તરના મહત્વપૂર્ણ કૅમ્પમાં પસંદગી પામેલા કેડેટ્સને મળશે. આવા ઉચ્ચ સ્તરના કૅમ્પ સુધી પહોંચવા માટે કેડેટ્સે અગાઉ 4થી 5 સ્પર્ધાત્મક તબક્કાઓમાંથી પસાર થવું પડે છે. ‘સમાન તક, સમાન સહાય’નો હેતુ સિદ્ધ થશે રાજ્ય સરકારના આ નિર્ણયનો મુખ્ય ઉદ્દેશ્ય યુવાનોમાં શિસ્ત, નેતૃત્વ અને દેશસેવાની ભાવના પ્રોત્સાહિત કરવાનો છે. હવે રાષ્ટ્રીય મંચ સુધી પહોંચવામાં કેડેટ્સની આર્થિક સ્થિતિ અડચણરૂપ નહીં બને, પરંતુ તેમની પ્રતિભા અને ક્ષમતા જ મુખ્ય આધાર બનશે. આ નિર્ણયથી ગુજરાતના વધુમાં વધુ કેડેટ્સ રાષ્ટ્રીય સ્તરે રાજ્યનું પ્રતિનિધિત્વ કરી શકશે.
    Click here to Read More
    Previous Article
    મહુધામાં તંગદિલી બાદ પ્રશાસનનું આકરું વલણ:યુવક પર હુમલો કરનારા સામે કાર્યવાહી અને 48 ગેરકાયદે દબાણો પર ફર્યું બુલડોઝર
    Next Article
    દિલ્હી-મુંબઈ એક્સપ્રેસ વે પર ટેલર-LPG ભરેલા ટેન્કરની ટક્કર:પાદરા નજીક સરસવણી પાસે 12 કલાકથી 'જીવતા બોમ્બ' સમાન પડી રહ્યું ટેન્કર, એક્સપ્રેસ વે વન-વે કરાયો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment