Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    જૂનાગઢમાં ખુલ્લેઆમ દેશી દારૂ વેચાતા હોવાનો વીડિયો વાઇરલ:મજેવડી દરવાજા પાસે લોકોની જનતા રેડ, પોલીસે ₹3,200નો દારુ ઝડપી પાડ્યો; બુટલેગર ફરાર થતાં પોલીસ તપાસ શરૂ

    12 hours ago

    જૂનાગઢ શહેરના મજેવડી દરવાજા બહાર આવેલા ચુનારાવાસ વિસ્તારમાં લાંબા સમયથી ચાલી રહેલા ગેરકાયદેસર દેશી દારૂના દૂષણથી સ્થાનિક રહીશો અને વેપારીઓ ત્રાહિમામ પોકારી ઉઠ્યા હતા. આ અંગે અગાઉ અનેક રજૂઆતો કરવા છતાં પોલીસ તંત્ર દ્વારા કોઈ નક્કર પગલાં ન લેવાતા સ્થાનિકોમાં ભારે રોષ હતો. દરમિયાન, સોશિયલ મીડિયા પર દારૂ વેચાતો હોવાનો એક વિડીયો વાયરલ થતાં લોકોનો આક્રોશ બેવડાયો હતો અને આખરે કંટાળેલા નાગરિકોએ જાતે જ એકત્રિત થઈને 'જનતા રેડ' પાડી દીધી હતી. બુટલેગરોના ત્રાસથી વેપારીઓ અને રહીશો પરેશાન આ વિસ્તારમાં પાનની દુકાન ધરાવતા સ્થાનિક નાગરિક દિલાવરખાન રહેમતખાન પઠાણે બુટલેગરો અને અસામાજિક તત્વો સામે ગંભીર આક્ષેપો કરતા જણાવ્યું હતું કે, બુટલેગરો અને દારૂડિયાઓ અવારનવાર પાનની દુકાને આવીને તોફાન મચાવે છે અને રસ્તા પરથી પસાર થતા લોકોને રોકીને ગાળો ભાંડે છે. આ તત્વો સ્થાનિક વેપારીઓ પાસેથી જબરદસ્તીથી અને ધાક-ધમકી આપીને મફતમાં માલ-સામાન પડાવી જતા હતા. ​જનતા રેડ બાદ પોલીસ દોડતી થઈ, મુદ્દામાલ જપ્ત સ્થાનિક રહીશોએ પાડેલી આ આકસ્મિક રેડ દરમિયાન ઘટનાસ્થળેથી આશરે 50 થી 60 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો શોધી કાઢવામાં આવ્યો હતો. જનતા રેડનો આ સમગ્ર વીડિયો સોશિયલ મીડિયા પ્લેટફોર્મ પર ભારે વાઇરલ થતાં જૂનાગઢ બી ડિવિઝન પોલીસ સ્ટેશનનો સ્ટાફ તાબડતોબ ઘટનાસ્થળે દોડી ગયો હતો. પોલીસે પંચોની હાજરીમાં તપાસ હાથ ધરીને સ્થળ પરથી કાયદેસર રીતે 16 લીટર જેટલો દેશી દારૂનો જથ્થો જપ્ત કર્યો હતો, જેની અંદાજિત કિંમત ₹3,200 થાય છે. પોલીસે કાયદેસરની કાર્યવાહીના ભાગરૂપે એફ.એસ.એલ. (FSL) તપાસ માટે દારૂના સેમ્પલ પણ લીધા છે. સ્થાનિક બુટલેગર ફરાર, પોલીસ દ્વારા શોધખોળ શરૂ જનતા રેડ દરમિયાન સ્થાનિક બુટલેગર તોફીક સલીમભાઇ દલ પોતાના મકાનમાંથી નાસી છૂટવામાં સફળ રહ્યો હતો. જૂનાગઢ બી ડિવિઝન પોલીસે ફરાર આરોપી તોફીક દલ વિરૂદ્ધ પ્રોહિબિશન એક્ટની કલમ 65(એ)(એ) અને ભારતીય નાગરિક સુરક્ષા સંહિતા (BNSS) ની કલમ 173 હેઠળ ગુન્હો નોંધીને તેને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે. આ કેસની આગળની તપાસ હેડ કોન્સ્ટેબલ કાનુભાઈ કરમટા ચલાવી રહ્યા છે. કાયદો હાથમાં લેવાને બદલે જાગૃતતા દાખવી પોલીસને મુદ્દામાલ સોંપવાની નાગરિકોની આ કામગીરી અને વાયરલ વીડિયોએ સમગ્ર પંથકમાં ભારે ચર્ચા જગાવી છે.
    Click here to Read More
    Previous Article
    ડિપ્લોમા એન્જિનિયરિંગમાં પ્રવેશ પ્રથમ રાઉન્ડ જાહેર:કેમિકલ એન્જિનિયરિંગ બેઠકો હાઉસફુલ, વિદ્યાર્થીઓ 17 જુલાઈ સુધી ફી ભરી પ્રવેશ કન્ફર્મ કરાવી શકશે
    Next Article
    सोनम के अनशन का 16वाँ दिन, कब बात करेगी सरकार? #cockroachjantaparty

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment