Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબી વિદ્યુત સ્મશાનમાં ₹32 લાખના હોલનું લોકાર્પણ:રામનવમીએ સત્સંગ માટે નવો રામધૂન હોલ ખુલ્લો મુકાયો

    4 days ago

    મોરબીના લીલાપર રોડ પર આવેલા શાંતિધામ ચેરિટેબલ ટ્રસ્ટ સંચાલિત વિદ્યુત સ્મશાન ખાતે રામનવમીના પવિત્ર દિવસે નવનિર્મિત રામધૂન સત્સંગ હોલનું લોકાર્પણ કરવામાં આવ્યું. દાતાઓના સહયોગથી ₹32 લાખના ખર્ચે આ હોલનું નિર્માણ થયું છે. આ પ્રસંગે નવકુંડી યજ્ઞ અને અખંડ રામધૂનનું પણ આયોજન કરાયું હતું, જેમાં મોટી સંખ્યામાં ટ્રસ્ટીઓ અને નગરજનો જોડાયા. મોરબીના લીલાપર રોડ પર છેલ્લા 22 વર્ષથી વિદ્યુત સ્મશાન કાર્યરત છે. અહીં વર્ષો પહેલા શરૂ થયેલી રામધૂન દરરોજ બપોરે 2 થી 6 વાગ્યા સુધી યોજાય છે. સત્સંગીઓની વધતી સંખ્યાને કારણે વિશાળ જગ્યાની જરૂરિયાત ઊભી થઈ હતી, જેને પગલે 2150 ચોરસ ફૂટના 'શ્રી રામધૂન સત્સંગ હોલ'નું નિર્માણ કરાયું. આ સત્સંગ હોલનું લોકાર્પણ મહામંડલેશ્વર યોગીજી મહારાજ, ભાણદેવજી મહારાજ, મહંત શરદમુની ઉદાસીન, ભાવેશ્વરી માતાજી અને હંસાગીરી માતાજી તેમજ દાતાઓના હસ્તે કરવામાં આવ્યું. આ પ્રસંગે આર્યસમાજ દક્ષિણ અને વૈદિક યજ્ઞ સમિતિ દ્વારા નવકુંડી યજ્ઞ તથા મોક્ષધામ ધૂન મંડળ દ્વારા 24 કલાકની અખંડ રામધૂનનું પણ આયોજન કરાયું હતું. આ સત્સંગ હોલના નિર્માણ માટે ઉષાબેન ભાલોડીયા (ડો. જી.પી. ભાલોડીયા) દ્વારા ₹10,51,000નું નોંધપાત્ર દાન આપવામાં આવ્યું છે. ટ્રસ્ટીઓ ચંદ્રકાંતભાઈ દફતરી, દિલુભા જાડેજા અને ભરતભાઈ કારીયાએ જણાવ્યું કે, નવા મકાનના વાસ્તુની જેમ જ આ સત્સંગ હોલ ખાતે નવકુંડી યજ્ઞ કરવામાં આવ્યો. ત્યારબાદ યોજાયેલી ધર્મસભામાં દાતાઓ સહિતના મહાનુભાવોનું સન્માન કરાયું હતું. અગાઉ, છેલ્લા છ મહિનાથી સ્વ. ઉદયસિંહ મનુભા જાડેજા (જયદીપ કંપની) પરિવાર દ્વારા બનાવવામાં આવેલી ઓફિસના ઉપરના માળે બપોરે 2 થી 6 વાગ્યા સુધી રામધૂન ચાલતી હતી, પરંતુ તે જગ્યા નાની પડતી હતી. નવા સત્સંગ હોલના નિર્માણથી, હવે મોરબીમાં કોઈપણ વ્યક્તિના સ્વજનનું અવસાન થાય અને તેઓ સ્વજન પાછળ રામધૂન રાખવા ઈચ્છતા હોય તો બપોરના 2 થી 6 દરમિયાન સ્વર્ગસ્થ સ્વજનનો ફોટો લઈને આવી શકે છે. તેમના સગા-સ્નેહીઓ પણ આ રામધૂનમાં ભાગ લઈ શકશે. આ સમગ્ર કાર્યક્રમને સફળ બનાવવા માટે લીલાપર રોડ વિદ્યુત સ્મશાન ગૃહના પ્રમુખ પ્રવીણભાઈ ભાલોડીયા, ઉપપ્રમુખ ભરતભાઈ કારીયા, મંત્રી ચંદ્રકાંતભાઈ દફતરી, ખજાનચી સમીરભાઈ પંડિત, ટ્રસ્ટી દિલુભા જાડેજા સહિતના ટ્રસ્ટીઓએ જહેમત ઉઠાવી હતી.
    Click here to Read More
    Previous Article
    નિવૃત્ત PIએ બોલેરોમાં બેસી ઝેર પી લીધું:અમદાવાદમાં પત્ની જમવાનું ના આપે ને દીકરો મારઝૂડ કરતો, પેન્શન આપવા દબાણ કરતા; પત્ની, દીકરા ને સાળી વિરુદ્ધ ફરિયાદ
    Next Article
    સુરત નવી સિવિલ હોસ્પિટલની ઘોર બેદરકારી:પીવાના પાણીમાં કોકરોઝ અને કુલરોમાં શોર્ટ સર્કિટનો ભય, દર્દીઓ અને ડોક્ટરો પણ બહારથી પાણી મંગાવવા મજબૂર

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment