Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરવા હડફમાં ₹31.33 કરોડના પમ્પિંગ સ્ટેશનનું ખાતમુહૂર્ત:ધારાસભ્ય નિમિષાબેન સુથારે શ્રીફળ વધેર્યુ, પાનમ યોજનાથી 1,250 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે

    1 day ago

    પંચમહાલ જિલ્લાના મોરવા હડફ તાલુકાના આલું (મેત્રાલ) ગામે પાનમ જળાશય આધારિત ઉદવહન સિંચાઈ યોજનાના ભાગરૂપે પમ્પિંગ સ્ટેશન નં. 2નું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું. આ સ્ટેશન અંદાજે રૂ. 31.33 કરોડના ખર્ચે નિર્માણ પામશે. મોરવા હડફના ધારાસભ્ય નિમિષાબેન સુથારની ઉપસ્થિતિમાં આ કાર્યક્રમ યોજાયો હતો, જેમાં યોજનાના નિર્માણ કાર્યનો પ્રારંભ થયો. આ પમ્પિંગ સ્ટેશનના નિર્માણથી ભાઠા અને મેત્રાલ ગામના તળાવોને સીધો લાભ મળશે, જેના પરિણામે આસપાસના ખેડૂતોને સિંચાઈ માટે પૂરતું પાણી ઉપલબ્ધ બનશે. આ યોજના દ્વારા આશરે 1,250 હેક્ટર વિસ્તારને સિંચાઈનો લાભ મળશે. આના પરિણામે કૃષિ ઉત્પાદનમાં વધારો થશે અને ખેડૂતોની આવકમાં વૃદ્ધિ થવાની અપેક્ષા છે. કાર્યક્રમ દરમિયાન મોરવા હડફ તાલુકા પંચાયતના પ્રમુખ હરદીપસિંહ જાદવજી, જિલ્લા પંચાયતના સભ્ય હિતેષ ભોઈ, તાલુકા પંચાયતના સભ્યો, સરપંચો, આગેવાનો અને સ્થાનિક લોકો મોટી સંખ્યામાં હાજર રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    અક્ષર પટેલની T20Iમાં 100 વિકેટ:ઇંગ્લેન્ડનો સ્કોર 113/3, સૂર્યવંશીએ ડેબ્યૂ પર 14 રન બનાવ્યા; ભારતે 191 રનનો ટાર્ગેટ આપ્યો
    Next Article
    Gautam Gambhir's Lengthy Chat With Sanju Samson As Vaibhav Sooryavanshi, 15, Takes His Place For India vs England T20I

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment