Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મોરબીમાં વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી ખંડણી માંગનાર રીઢો ગુનેગાર ઝડપાયો:વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ₹30 હજાર પડાવી, ₹10 લાખની ખંડણી માંગી

    9 hours ago

    મોરબીમાં વિદ્યાર્થીઓના વાલીઓનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરીને રૂપિયા પડાવવાના અને ખંડણી માંગવાના ગુનામાં એક રીઢા ગુનેગારની ધરપકડ કરવામાં આવી છે. આરોપીએ એક વિદ્યાર્થીની માતાનો મોબાઈલ નંબર મેળવી, ઓટીપી દ્વારા તેમનું વ્હોટ્સએપ હેક કર્યું હતું. ત્યારબાદ તેણે ₹30,000 પડાવ્યા હતા અને બાદમાં ₹10 લાખની ખંડણી પણ માંગી હતી. આ અંગે DYSP વિરલ દલવાડીએ પત્રકાર પરિષદ યોજી માહિતી આપી હતી. આ ઘટના અંગે મોરબીના સિરામિક કારખાનેદાર ભાવેશભાઈ હર્ષદભાઈ પાંચોટિયા (ઉંમર 34) એ સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનમાં ફરિયાદ નોંધાવી હતી. તેમણે જણાવ્યું હતું કે, તેમની દીકરી જે ખાનગી વિદ્યાલયમાં ભણે છે, તે સ્કૂલનું વ્હોટ્સએપ ગ્રુપ હેક કરવામાં આવ્યું હતું. તેમાંથી તેમની પત્ની શિલ્પાબેનનો મોબાઈલ નંબર મેળવી, આરોપીએ નાલંદા વિદ્યાલયના સંચાલક તરીકેની ઓળખ આપી શિલ્પાબેન પાસેથી ઓટીપી નંબર મેળવી લીધો હતો. ઓટીપી મળ્યા બાદ આરોપીએ શિલ્પાબેનનું વ્હોટ્સએપ હેક કરીને તેમના સંપર્કમાં રહેલા વ્યક્તિઓને મેસેજ કરીને ₹30,000 મેળવી લીધા હતા. આ બાબતની જાણ થતાં ભાવેશભાઈએ તેમના ભાગીદાર વિશાલભાઈ ભોરણીયાના મોબાઈલ ફોનથી આરોપીને ફોન કર્યો હતો. ત્યારબાદ બીજા દિવસે રાત્રિના સમયે ફ્રોડ કરનાર વ્યક્તિએ વિશાલભાઈ ભોરણીયાના ફોન પર ફોન કરીને ₹10 લાખની ખંડણી માંગી હતી અને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી. DYSP વિરલ દલવાડીએ પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે, સાયબર ક્રાઈમ પોલીસ સ્ટેશનના પીઆઈ કે.કે. દરબાર પાસેથી મળેલી માહિતી મુજબ, આ ગુનામાં આરોપી પ્રિતેશ ઉર્ફે ગોગી મહેશભાઈ પ્રજાપતિની ધરપકડ કરવામાં આવી છે. આ આરોપી સામે અમરેલી, નડિયાદ, વલસાડ, તલોદ, મોરબી, નવસારી અને મહેમદાવાદ પોલીસ સ્ટેશનમાં ઠગાઈ, જુગાર અને ધમકીને લગતા કુલ 13 જેટલા ગુના નોંધાયેલા છે. આરોપી ગુજરાતમાં ગુનો કરીને ગોવા ભાગી જતો હતો. હાલમાં આરોપીને કોર્ટમાં રજૂ કરીને તેના ત્રણ દિવસના રિમાન્ડ મેળવવામાં આવ્યા છે, અને વધુ તપાસ ચાલી રહી છે.
    Click here to Read More
    Previous Article
    મમતા બોલ્યા-2006માં પાર્ટી ઊભી કરી હતી, ફરી કરી શકું છું:જેને જવું હોય તે જાય, TMC ધારાસભ્ય મદન મિત્રા બળવાખોર જૂથમાં જોડાયા
    Next Article
    કમિશનરની સરદારનગર સ્વિમિંગ પૂલની ઓચિંતી મુલાકાત:પૂલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતાના ધોરણો અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કડક સૂચના અપાઈ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment