Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    કમિશનરની સરદારનગર સ્વિમિંગ પૂલની ઓચિંતી મુલાકાત:પૂલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતાના ધોરણો અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કરી કડક સૂચના અપાઈ

    9 hours ago

    ભાવનગર મહાનગરપાલિકાના કમિશનર દ્વારા આજે શહેરના સરદારનગર ખાતે આવેલા સ્વિમિંગ પૂલની સ્થળ મુલાકાત લેવામાં આવી હતી આ મુલાકાત દરમિયાન તેમણે પૂલ ખાતે ઉપલબ્ધ સુવિધાઓ, સ્વચ્છતાના ધોરણો અને જાળવણીની કામગીરીનું ઝીણવટભર્યું નિરીક્ષણ કર્યું હતું. ​નાગરિકોને આપવામાં આવતી સેવાઓ વધુ સુદ્રઢ બને તે હેતુથી કમિશનરે સંબંધિત અધિકારીઓ સાથે ચર્ચા કરી હતી. મુલાકાત દરમિયાન તેમણે ખાસ કરીને નીચે મુજબની બાબતો પર ભાર મૂક્યો હતો, સ્વિમિંગ પૂલ પરિસરમાં વધુ આધુનિક સુવિધાઓ વિકસાવવા માટે તાકીદ કરવામાં આવી છે, જેથી નાગરિકોને અત્યાધુનિક અનુભવ મળી રહે., પૂલના પાણીની ગુણવત્તા અને સમગ્ર પરિસરમાં સ્વચ્છતાનું ચુસ્તપણે પાલન થાય તે માટે નિયમિત દેખરેખ રાખવા આદેશ અપાયા છે.,નાગરિકો સુરક્ષિત રીતે અને સુવિધાસભર વાતાવરણમાં સ્વિમિંગનો આનંદ માણી શકે તે માટે જરૂરી વ્યવસ્થાઓ સુનિશ્ચિત કરવા સૂચના આપી હતી, ​આ પ્રસંગે કમિશનરે જણાવ્યું હતું કે, "ભાવનગર મહાનગરપાલિકા નાગરિકોને રમતગમત અને આરોગ્યલક્ષી શ્રેષ્ઠ સુવિધાઓ પૂરી પાડવા માટે સતત પ્રયત્નશીલ છે, સરદારનગર સ્વિમિંગ પૂલને વધુ આકર્ષક અને નાગરિકલક્ષી બનાવવા માટેની કામગીરીને અગ્રતા આપવી અત્યંત જરૂરી છે, ​તંત્ર દ્વારા લેવાયેલા આ નિર્ણયથી આવનારા દિવસોમાં સરદારનગર સ્વિમિંગ પૂલમાં વધુ સારી સુવિધાઓ જોવા મળશે તેવી અપેક્ષા સેવાઈ રહી છે,ભાવનગર મહાનગરપાલિકા સ્વચ્છ અને સુરક્ષિત જાહેર સુવિધાઓ ઉપલબ્ધ કરાવવા માટે કટિબદ્ધ છે..
    Click here to Read More
    Previous Article
    મોરબીમાં વ્હોટ્સએપ ગ્રુપ હેક કરી ખંડણી માંગનાર રીઢો ગુનેગાર ઝડપાયો:વિદ્યાર્થીઓના વાલીઓ પાસેથી ₹30 હજાર પડાવી, ₹10 લાખની ખંડણી માંગી
    Next Article
    તલોદ પંથકમાં ફરી મેઘમહેર, ખેડૂતોમાં ખુશી:એક ઇંચ વરસાદ વરસતા ઉભા પાકોને નવજીવન, મેઘધનુષ પણ દેખાયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment