Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    લિંબાયતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ:સુરતમાં ₹3ની નશાની ગોળી ₹50માં વેચતી લેડી ડ્રગ્સ માફિયા આફરીન સૈયદ ઝડપાઈ, 1500% નફાનો કાળો કારોબાર ખુલ્લો પડ્યો

    2 दिन पहले

    મેડિકલ ડ્રગ્સ સપ્લાય કરનારી એક મુખ્ય સૂત્રધાર મહિલા લિંબાયત પોલીસના સિકંજામાં આવી ગઈ છે. લિંબાયત પોલીસે હ્યુમન સોર્સીસ અને ટેકનિકલ સર્વેલન્સના આધારે સઘન ઓપરેશન હાથ ધરીને મીઠીખાડી વિસ્તારમાંથી 32 વર્ષીય મહિલા આરોપી આફરીનબી વાસીમ સૈયદની ધરપકડ કરી છે. આ શાતિર મહિલા ડૉક્ટરના સત્તાવાર પ્રિસ્ક્રિપ્શન વિના વેચી ન શકાય તેવી અત્યંત જોખમી એન્ટી-ડિપ્રેશન દવાઓ ગેરકાયદેસર રીતે મંગાવીને નશાના બંધાણીઓને સપ્લાય કરતી હતી. સુરતના યુવાધનને બરબાદ કરવાના આ કાળા ખેલ પાછળ આ મહિલા જ મુખ્ય કડી હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. પારિવારિક ગુનાહિત ઇતિહાસ અને સાસુનું કનેક્શન પોલીસની પ્રાથમિક પૂછપરછ અને તપાસ દરમિયાન આ નેટવર્કની વધુ એક ચોંકાવનારો વિગત પ્રકાશમાં આવી છે કે, આફરીન સૈયદના પરિવારના મૂળિયાં ગુનાખોરી સાથે ઊંડા જોડાયેલા છે. ધરપકડ કરાયેલી આરોપી મહિલાની સાસુ પણ અગાઉ ડ્રગ્સ સપ્લાય કરવાના 2 મોટા ગુનાઓમાં સામેલ રહી ચૂકી છે. આના પરથી સ્પષ્ટ થાય છે કે, આ પરિવારમાં ગેરકાયદેસર નશાકારક પદાર્થોનું વેચાણ કરવાનો કારોબાર લાંબા સમયથી ચાલી રહ્યો હતો. સાસુના પગલે ચાલીને વહુ આફરીને પણ લિંબાયત વિસ્તારમાં પોતાનું આગવું નેટવર્ક ઊભું કરી દીધું હતું. હાલ પોલીસ એ દિશામાં તપાસ ચલાવી રહી છે કે આ મહિલા આટલી મોટી માત્રામાં પ્રતિબંધિત દવાઓ કોની પાસેથી લાવતી હતી અને તેની સાથે આ રેકેટમાં અન્ય કયા કયા લોકો સામેલ છે. ઘરને જ બનાવી દીધું હતું નશાનો અડ્ડો આ સમગ્ર રેકેટનો પર્દાફાશ ત્યારે થયો જ્યારે લિંબાયત પોલીસે અગાઉ આઝાદ ચોક વિસ્તારમાં આવેલા એક મકાન પર દરોડો પાડીને રઈશ નામના સ્થાનિક સાગરીતની ધરપકડ કરી હતી. પોલીસને ચકમો આપવા માટે આ શખ્સે પોતાના ઘરને જ નશાનો ગુપ્ત અડ્ડો બનાવી દીધો હતો. આ ઘરમાંથી જ તે ખૂબ જ આસાનીથી ગ્રાહકોને નશાના હેતુ માટે ઊંચા ભાવે આ દવાઓ વેચતો હતો. રઈશની કડક પૂછપરછ કરવામાં આવતા તેણે કબૂલાત કરી હતી કે તેને નશાકારક ગોળીઓનો આ જથ્થો વેચવા માટે આપનાર મુખ્ય સપ્લાયર આફરીનબી સૈયદ જ હતી. આ કબૂલાતના આધારે પોલીસે ટેકનિકલ વર્કઆઉટ કરીને મુખ્ય મહિલા સૂત્રધાર સુધી પહોંચવામાં સફળતા મેળવી છે. 3ની ગોળી 50માં વેચીને 1500%થી વધુનો નફો આ કાળા કારોબારની આર્થિક મોડસ ઓપરેન્ડી જોઈને ખુદ પોલીસ અધિકારીઓ પણ સ્તબ્ધ થઈ ગયા છે. બજારમાં કાયદેસર રીતે માત્ર ₹3ની નજીવી કિંમતે મળતી એક માનસિક રોગની ગોળી આ નેટવર્ક દ્વારા નશાખોરોને પૂરા 50માં પધરાવવામાં આવતી હતી એટલે કે માત્ર એક ગોળી પાછળ આ ટોળકી 47નો આંધળો નફો વસૂલતી હતી. નશાના બંધાણીઓ પોતાની લત પૂરી કરવા માટે કોઈપણ કિંમત ચૂકવવા તૈયાર થઈ જતા હોવાથી આ ગુનેગારો ઘરમાં બેઠા-બેઠા જ પ્રતિબંધિત કેમિકલ ડ્રગ્સનું છૂટક વેચાણ કરીને તગડી કમાણી કરી રહ્યા હતા અને ગ્રાહકોને આર્થિક રીતે લૂંટી રહ્યા હતા. બજાર કિંમત કરતાં અનેક ગણા વધારે ભાવ વસૂલીને ચાલતા આ કાળા કારોબારની કમાણીથી આફરીન અને તેના સાગરીતો ટૂંકા સમયમાં માલામાલ થવા માંગતા હતા. જપ્ત કરાયેલ મુદ્દામાલ અને NDPS એક્ટ હેઠળ ગુનો ગેરકાયદેસર રીતે રાખવામાં આવેલ નશાકારક ગોળીઓનો મોટો જથ્થો જપ્ત કર્યો છે. જેમાં ALPRAZEP 0.5 Tablets ના 2 નંગ પત્તા (કુલ 20 નંગ ગોળીઓ, બેચ નં. 260233) તેમજ ALPRASCEN 0.5 બ્રાન્ડના 5 નંગ પત્તા (કુલ 50 નંગ ગોળીઓ) મળીને કુલ્લે 70 નંગ નશાકારક ગોળીઓ કબ્જે કરવામાં આવી છે. આ જપ્ત કરાયેલા મુદ્દામાલની ગેરકાયદેસર બજાર કિંમત 3500 આંકવામાં આવી છે. પોલીસે આ મામલે નાર્કોટિક ડ્રગ્સ એન્ડ સાયકોટ્રોપિક સબસ્ટન્સ (NDPS) એક્ટની વિવિધ ગંભીર કલમો હેઠળ ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને આરોપી આફરીનની ધરપકડની પ્રોફાઈલ (ઉંમર-32, રહે-પ્લોટ નં. 405, ગલી નં.2, આઝાદ ચોક, મીઠીખાડી, લિંબાયત) નોંધી વધુ તપાસ શરૂ કરી છે. શા માટે અતિ જોખમી છે અલ્પ્રાઝોલમ દવાઓ? તબીબી નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, પકડાયેલી દવાઓમાં મુખ્ય ઘટક 'અલ્પ્રાઝોલમ 0.5 મિ.ગ્રા.' (Alprazolam 0.5 mg) છે, જે બેન્ઝોડિયાઝેપિન વર્ગની અત્યંત શામક અને શક્તિશાળી દવા માનવામાં આવે છે. તેનો સત્તાવાર ઉપયોગ મનોચિકિત્સકો દ્વારા માત્ર તીવ્ર માનસિક ચિંતા (Anxiety), પેનિક એટેક અને ભારે અનિદ્રા જેવી ગંભીર માનસિક બીમારીઓમાં દર્દીના મગજ અને ચેતાતંત્રને શાંત કરવા માટે જ કરવામાં આવે છે. ALPRASAFE-0.5 અને આવી અન્ય બ્રાન્ડ્સ મગજ પર સીધી અસર કરતી હોવાથી તેની આદત અથવા વ્યસન થવાની સંભાવના ખૂબ જ વધારે હોય છે. નશાખોરો આ દવાની ઘેરી શામક અસરનો દુરુપયોગ મગજને સુન્ન કરવા માટે કરે છે.
    Click here to Read More
    Previous Article
    અમેરિકામાં 250 ડોલરની નોટ પર ટ્રમ્પની તસવીર:150 વર્ષ જૂનો નિયમ બદલવાની તૈયારી, સંસદની મંજૂરી બાકી
    Next Article
    પંચમહાલના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:સાંસદો, ધારાસભ્ય સહિતનાઓએ ખેલાડીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યાં

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment