Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પંચમહાલના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય સ્તરે ઉત્કૃષ્ટ પ્રદર્શન કર્યું:સાંસદો, ધારાસભ્ય સહિતનાઓએ ખેલાડીઓની મહેનત અને સિદ્ધિઓને બિરદાવી અભિનંદન પાઠવ્યાં

    2 दिन पहले

    પંચમહાલ જિલ્લાના વુડબોલ ખેલાડીઓએ રાષ્ટ્રીય કક્ષાએ ઉત્કૃષ્ટ પ્રદર્શન કરીને જિલ્લાનું ગૌરવ વધાર્યું છે. જુડો એન્ડ સ્પોર્ટ્સ એસોસિયેશન પંચમહાલના આ ખેલાડીઓની સિદ્ધિને કારણે રમતગમત ક્ષેત્રે આનંદ અને ઉત્સાહનો માહોલ જોવા મળી રહ્યો છે. આ પ્રસંગે રાજ્યસભાના સાંસદ ડૉ. જશવંતસિંહ પરમાર, પંચમહાલ જિલ્લાના સાંસદ રાજપાલસિંહ જાધવ, કાલોલના ધારાસભ્ય ફતેસિંહ ચૌહાણ અને જિલ્લા પંચાયતના પ્રમુખે ખેલાડીઓ તેમજ કોચિંગ ટીમને શુભેચ્છાઓ પાઠવી હતી. મહાનુભાવોએ ખેલાડીઓની મહેનત, સમર્પણ અને સિદ્ધિઓને બિરદાવતા જણાવ્યું હતું કે, યુવાનો રમતગમત ક્ષેત્રે સતત આગળ વધે અને પંચમહાલ તેમજ ગુજરાતનું નામ રાષ્ટ્રીય સ્તરે વધુ ઉજ્જવળ બનાવે તે ગૌરવની બાબત છે. તેમણે ભવિષ્યમાં પણ ખેલાડીઓ વધુ મહેનત સાથે નવી સિદ્ધિઓ હાંસલ કરે તેવી હાર્દિક શુભકામનાઓ વ્યક્ત કરી હતી.
    Click here to Read More
    Previous Article
    લિંબાયતમાં હાઈપ્રોફાઈલ ડ્રગ્સ રેકેટનો પર્દાફાશ:સુરતમાં ₹3ની નશાની ગોળી ₹50માં વેચતી લેડી ડ્રગ્સ માફિયા આફરીન સૈયદ ઝડપાઈ, 1500% નફાનો કાળો કારોબાર ખુલ્લો પડ્યો
    Next Article
    મોરબી મિનરલ્સ એસો.ની કલેક્ટરને રજૂઆત:રોયલ્ટી મુદ્દે કારખાનેદારોને હેરાન ન કરવા માંગ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment