Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પેટ્રોલ-ડીઝલ ₹3-3 પ્રતિ લિટર મોંઘા થયા:દિલ્હીમાં હવે પેટ્રોલ ₹97.77 અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટર થયું

    8 hours ago

    પેટ્રોલ અને ડીઝલ 3 રૂપિયા પ્રતિ લિટર મોંઘા થયા છે. દિલ્હીમાં હવે પેટ્રોલ 94.77 રૂપિયાની જગ્યાએ 97.77 રૂપિયા પ્રતિ લિટરના ભાવે, જ્યારે ડીઝલ 90.67 રૂપિયા પ્રતિ લિટરના ભાવે મળશે. પ્રીમિયમ પેટ્રોલની કિંમતોમાં શા માટે વધારો થયો? પેટ્રોલની કિંમતોમાં વધારા પાછળનું મુખ્ય કારણ આંતરરાષ્ટ્રીય બજારમાં ક્રૂડ ઓઈલની કિંમતોમાં થતી વધઘટ છે. ઈરાન અને અમેરિકા વચ્ચે યુદ્ધ શરૂ થતા પહેલા ક્રૂડ ઓઈલના ભાવ 70 ડોલર હતા જે હવે વધીને 100 ડોલર પ્રતિ બેરલને પાર પહોંચી ગયા છે. ક્રૂડની કિંમતો વધવાથી તેલ કંપનીઓ દબાણમાં હતી. આથી કંપનીઓએ નુકસાન ભરપાઈ કરવા માટે આ પગલું ભર્યું છે. જો ક્રૂડ ઓઈલની કિંમતોમાં લાંબા સમય સુધી તેજી જળવાઈ રહેશે તો પેટ્રોલ-ડીઝલની કિંમતોમાં વધુ વધારો થઈ શકે છે. પીએમ મોદીએ કહ્યું હતું- ઈંધણનો વપરાશ ઓછો કરો પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ રવિવારે તેલંગાણામાં એક કાર્યક્રમ દરમિયાન પશ્ચિમ એશિયાની ભૂ-રાજકીય સ્થિતિને ધ્યાનમાં રાખીને પેટ્રોલિયમ ઉત્પાદનોના સાવચેતીપૂર્વક ઉપયોગ સૂચન કર્યું હતું. પીએમએ કહ્યું હતું કે આજે સમયની માંગ છે કે પેટ્રોલ, ગેસ અને ડીઝલનો ઉપયોગ ખૂબ જ સંયમથી કરવામાં આવે. આપણે આયાત કરેલી પેટ્રો પ્રોડક્ટ્સનો ઉપયોગ માત્ર જરૂરિયાત મુજબ જ કરવો જોઈએ. આનાથી માત્ર વિદેશી હૂંડિયામણ જ નહીં બચે, પરંતુ યુદ્ધની પ્રતિકૂળ અસરો પણ ઓછી થશે. આ સમાચાર સતત અપડેટ થઈ રહ્યા છે…
    Click here to Read More
    Previous Article
    એલાયડ હેલ્થકેર પ્રોફેશનલ્સની કોર્સને માન્યતા:મ.સ.યુનિ.માં બેચલર ઓફ સાઇકોલોજીનો કોર્સ શરૂ,સર્ટિફાઇડ કાઉન્સિલર્સ તૈયાર થશે
    Next Article
    ઉદયનિધિ બોલ્યા- અમે ભગવાનમાં આસ્થાની વિરુદ્ધ નથી:લોકો મંદિરોમાં જાય; સનાતનનો અંત એટલે ભેદભાવપૂર્ણ વિચારનો અંત

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment