Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    એલાયડ હેલ્થકેર પ્રોફેશનલ્સની કોર્સને માન્યતા:મ.સ.યુનિ.માં બેચલર ઓફ સાઇકોલોજીનો કોર્સ શરૂ,સર્ટિફાઇડ કાઉન્સિલર્સ તૈયાર થશે

    11 hours ago

    મ.સ.યુનિ.માં ફેકલ્ટી ઓફ આર્ટસમાં સાઇકોલોજીમાં બેચલર કોર્સ હતો, જે કરતાં વિદ્યાર્થીને શિક્ષણ, હોસ્પિટલ કે ઉદ્યોગોમાં કાઉન્સિલરની નોકરી મળતી હતી. આ ડિગ્રીધારકો સર્ટિફાઇડ કાઉન્સિલર્સ નહોંતા. આ વર્ષથી ગુજરાત સ્ટેટ એલાયડ હેલ્થકેર પ્રોફેશનલ્સના કોર્સને માન્યતા મળી છે અને હવે એજ્યુકેશન એન્ડ સાઇકોલોજી અંતર્ગત કોર્સ શરૂ કરાશે. ગુજરાતમાં આ કોર્સ શરૂ કરનાર મ.સ.યુનિ. બીજી છે. રક્ષાશક્તિ યુનિ.માં જ આ કોર્સ છે. જીકાસમાં પ્રવેશ પ્રક્રિયામાં એજ્યુકેશન કાઉન્સિલર, સ્પોર્ટસ એન્ડ એક્સર્સાઇઝ સાઇકોલોજી, ઇન્ડસ્ટ્રિયલ ઓર્ગેનાઇઝેશન સાઇકોલોજી, ક્લિનિકલ સાઇકોલોજી અને કાઉન્સેલિંગ વિષયો આવરી લેવાયા છે. શિક્ષણ વિભાગની પહેલના ભાગરૂપે કોર્સ શરૂ કરાયો છે. જ્યારે રમતગમત, શિક્ષણ, ઉદ્યોગો સહિતના ક્ષેત્રોમાં સાઇકોલોજિસ્ટ અને કાઉન્સેલર્સની માગ વધી રહી છે ત્યારે આ કોર્સ કરનારને ઉપયોગી પૂરવાર થશે. એલાયડ હેલ્થકેર કોર્સ બાદ કાઉન્સેલિંગ ક્લિનિક પણ ખોલી શકાશે આ કોર્સ પછી ક્લિનિકલ પ્રેક્ટિસની છૂટ મળે છે. કોર્સ પાસ કરનાર પોતાની કાઉન્સિલિંગ ક્લિનિક ખોલવા કાયદેસર રીતે સક્ષમ બને છે. આ કોર્સ સરકારના 2021ના નવા કાયદા હેઠળ આવે છે. જેનો હેતુ મનોવૈજ્ઞાનિકોને ડોકટરોની જેમ જ રજિસ્ટર્ડ પ્રોફેશનલનો દરજ્જો આપવાનો છે. એલાયડ હેલ્થકેર માન્યતા હોવાથી યુએસ અને યુકેમાં ઉચ્ચ અભ્યાસ કે નોકરી માટે આ ડિગ્રીનું મહત્વ વધુ હશે. અભ્યાસક્રમમાં 170 બેઠકો પર પ્રવેશ માટે એન્ટ્રન્સ ટેસ્ટ પણ થશે આ કોર્સ વિશે માહિતી આપતાં ફેકલ્ટી ઓફ એજયુકેશન એન્ડ સાઇકોલોજીના ડીન પ્રો. આશુતોષ બિસ્વાલે જણાવ્યુંકે, આ કોર્સમાં પ્રથમ વર્ષ માટેની 170 બેઠકો હશે. અગાઉના કોર્સમાં 300 હતી. જનરલ ઇન્ટેકથી 110 બેઠકો છે. એન્ટ્રન્સ પણ યોજાશે. અત્યાર સુધીના કોર્સ માટેના પ્રવેશનું જનરલ મેરિટ 92 ટકાની આસપાસ હતું. બેઠકો ઘટવાથી હવે એન્ટ્રન્સનું આયોજન થશે. જેની તારીખ જીકાસની પ્રવેશ પ્રક્રિયા પૂરી થયા બાદ જાહેર થશે. જૂના કોર્સની ક્રેડિટ 144 હતી, નવાની વધીને 171 પર પહોંચી જૂના કોર્સની ક્રેડિટ 144 હતી. નવા કોર્સમાં ક્રેડિટ વધીને 171 થશે. આ કોર્સમાં એમએની પણ 90 બેઠકો હાયર પેમેન્ટ મોડમાં અને 40 બેઠકો જનરલ મોડમાં હશે. જૂના કોર્સની પ્રવેશ પ્રક્રિયા જીકાસમાં શરૂ થઇ ચૂકી હતી. ગત અઠવાડિયા અગાઉ આ નવા કોર્સનું ફરમાન આવતાં હવે જીકાસની પ્રક્રિયા પણ નવેસરથી વિદ્યાર્થીઓને કરવાની કવાયત હાથ ધરવી પડી રહી છે. પૂરતો સ્ટાફ ન હોવો જ નવા કોર્સની બેઠકો ઘટાડવા પાછળનું કારણ છે.
    Click here to Read More
    Previous Article
    રાજકોટના મંદિરો પર ફર્યું દાદાનું બુલડોઝર:8 હનુમાનજીની ડેરી સહીત કુલ 12 મંદિર તોડી પડાયા, મવડી મેઈન રોડ પર સ્થાનિકોએ વિરોધ કરતા 48 કલાકમાં નાનું બનાવી દેવા સૂચના
    Next Article
    પેટ્રોલ-ડીઝલ ₹3-3 પ્રતિ લિટર મોંઘા થયા:દિલ્હીમાં હવે પેટ્રોલ ₹97.77 અને ડીઝલ ₹90.67 પ્રતિ લિટર થયું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment