Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    ખાવા-પીવાની ચીજ વસ્તુઓ મોંઘી થશે:સામાન્ય માણસના ખિસ્સા પર સીધી અસર, સરકારને ₹3 લાખ કરોડનો બોજ વધશે; જેપી મોર્ગનનું એલર્ટ

    8 घंटे पहले

    2027 સુધીમાં ભારતમાં ખાદ્યપદાર્થોના ભાવમાં નોંધપાત્ર વધારો થઈ શકે છે. આ ચેતવણી મલ્ટીનેશનલ ફાઇનાન્સિયલ સર્વિસિસ ફર્મ જેપી મોર્ગને જાહરે કરી છે. રિપોર્ટ અનુસાર, ભારત સરકાર પર 3 લાખ કરોડ રૂપિયાની સબસિડીનો બોજ વધશે. ફર્મે દાવો કર્યો છે કે મોંઘવારીની અસર સમગ્ર વિશ્વ પર થશે. ખાતરની અછત, ભૌગોલિક રાજકીય તણાવ સાથે એક શક્તિશાળી અલ નીનો વાવાઝોડાના આગમનથી આ સંકટ વધુ ઘેરું બનશે. વર્ષ 2027ના પ્રથમ છ મહિનામાં વૈશ્વિક સ્તરે ખાદ્યપદાર્થોના ભાવ 5% સુધી વધી શકે છે. 2026ના પ્રથમ છ મહિનામાં આ આંકડો 2.8% હતો. ભારત માટે આ ચેતવણી વધુ મહત્વની છે, કારણ કે દેશમાં ખાતર પહેલેથી જ ઘણું મોંઘું છે. ઈરાનમાં તણાવને કારણે ખાતર અને ગેસનું સંકટ સરકારી તિજોરી પર ખાતર સબસિડીનો બોજ વધશે 2026 ના અંત સુધીમાં સુપર અલ નીનો વાવાઝોડાની આશંકા ચોમાસાની અસરથી ભારતમાં પાકને નુકસાન થવાનું જોખમ ભારતીય કૃષિ મોટાભાગે દક્ષિણ-પશ્ચિમ ચોમાસા પર નિર્ભર છે. અલ નીનોનો સંબંધ ઘણીવાર નબળા ચોમાસા સાથે જોડવામાં આવે છે, જોકે તે હંમેશા જરૂરી નથી. ઉદાહરણ તરીકે, 1997માં મજબૂત અલ નીનો હોવા છતાં, ઇન્ડિયન ઓશન ડિપોલ જેવા અન્ય પરિબળોને કારણે ભારતમાં સામાન્ય કરતાં 2% વધુ વરસાદ થયો હતો. --------------- આ સમાચાર પણ વાંચો: છૂટક મોંઘવારી સતત સાતમા મહિને વધી, ખાવા-પીવાની વસ્તુઓ મોંઘી:જુલાઈમાં 4.45% રહી, બીજા મહિને RBIના 4%ના અંદાજ કરતાં વધુ બટાકા-ડુંગળી જેવી ખાદ્ય ચીજોના ભાવ વધવાને કારણે છૂટક મોંઘવારી સતત સાતમા મહિને વધી છે. જુલાઈમાં તે 4.45% રહી. એક મહિના પહેલાં જૂનમાં તે 4.38% પર હતી. આજે 12 ઓગસ્ટે છૂટક મોંઘવારીના આંકડા જાહેર કરવામાં આવ્યા છે. ખાદ્યપદાર્થોની મોંઘવારી એટલે કે ફૂડ ઇન્ફ્લેશન જુલાઈમાં વધીને 5.52% પર પહોંચી ગયું છે. જૂનમાં આ આંકડો 5.32% પર હતો. વાંચો સંપૂર્ણ સમાચાર…
    Click here to Read More
    Previous Article
    લાઇવ મેચમાં ભયાનક અકસ્માત, VIDEO:DPLમાં બેટરનો પાવરફુલ શોટ સીધો અમ્પાયરના ચહેરા પર વાગ્યો, મેદાન પર પડી ગયા; ICUમાં દાખલ
    Next Article
    સુરતમાં પરિવારના પાંચ સભ્યને ફૂડ પોઈઝનિંગ, 5 વર્ષની દીકરીનું મોત:શીતલ રેસ્ટોરન્ટની પંજાબી સબ્જી જમ્યા બાદ તબિયત લથડી; દંપતી અને બે દીકરી સારવારમાં, આરોગ્યમંત્રીના તપાસના આદેશ

    Related બીઝનેસ Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment