Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    પિતા અને બે પુત્રોને આજીવન કેદ:પાટણના માલસુંદ હત્યા કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો; મૃતકના પુત્રને ₹3 લાખ વળતર ચૂકવાશે

    1 day ago

    પાટણ સેશન્સ કોર્ટે હારીજ તાલુકાના માલસુંદ ગામમાં 2023માં થયેલા ચર્ચાસ્પદ જયંતિજી ઠાકોર હત્યા કેસમાં ઐતિહાસિક ચુકાદો આપ્યો છે. કોર્ટે પિતા અને તેમના બે પુત્રોને જીવનના છેલ્લા શ્વાસ સુધી આજીવન કારાવાસની સજા ફટકારી છે, સાથે જ કુલ ₹3 લાખનો દંડ ફટકારી તે રકમ મૃતકના પુત્રને વળતર તરીકે ચૂકવવા આદેશ કર્યો છે. અદાવતમાં ધારીયાથી કરાયો હતો જીવલેણ હુમલો કેસની વિગત મુજબ, જૂની અદાવતનું મનદુઃખ રાખીને 30 જાન્યુઆરી, 2023ના રોજ માલસુંદ ગામના ભલાણા ત્રણ રસ્તા નજીક આરોપી પ્રહલાદજી ઉર્ફે વિષ્ણુજી ઠાકોર, શૈલેષજી ઠાકોર અને સચીનજી ઠાકોરે એકસંપ થઈને જયંતિજી ઠાકોર પર તીક્ષ્ણ ધારીયા વડે ઉપરાઉપરી ઘા ઝીંક્યા હતા. ગંભીર રીતે ઘવાયેલા જયંતિજીનું ધારપુર સિવિલ હોસ્પિટલમાં સારવાર દરમિયાન મોત નીપજ્યું હતું. કોર્ટે ₹3 લાખનો દંડ ફટકારી વળતર આપવા હુકમ કર્યો સેશન્સ જજ એમ. એ. શેખે ત્રણેય આરોપીઓને IPC ની કલમ-302 અને 34 હેઠળ દોષિત ઠેરવી આજીવન કેદ સંભળાવી હતી. પ્રત્યેક આરોપીને ₹1 લાખ લેખે કુલ ₹3 લાખનો દંડ કરાયો છે, જે રકમ મૃતકના પુત્ર કિશનજીને અપાશે. દંડ ન ભરે તો વધુ એક વર્ષની સાદી કેદ ભોગવવી પડશે. આ ઉપરાંત ગુજરાત પોલીસ એક્ટની કલમ-135 હેઠળ બે માસની સાદી કેદ ફટકારાઈ છે. જૂના કેસનું મનદુઃખ રાખી આચરવામાં આવ્યો હતો ગુનો મૃતક જયંતિજી આશરે 12-13 વર્ષ પહેલાં બળાત્કારના કેસમાં 7 વર્ષની સજા ભોગવી 5-6 વર્ષ અગાઉ જેલમાંથી છૂટીને ગામમાં આવ્યા હતા. જેલમાંથી છૂટ્યા બાદ પણ રમીલાબેનના પુત્રો અને ભાઈ જૂના કેસની અદાવત રાખી અવારનવાર ઝઘડા કરી ધમકીઓ આપતા હતા, જેનું પરિણામ આ કરૂણ હત્યામાં આવ્યું હતું. સજા ગુનાના પ્રમાણમાં હોવી જોઈએ: કોર્ટનું અવલોકન ચુકાદો આપતાં જજે અવલોકન કર્યું હતું કે આરોપીઓએ સમાન ઈરાદાથી ધારીયા વડે જીવલેણ હુમલો કરી ખૂન કર્યું છે. કોર્ટે નોંધ્યું કે સજા ગુનાના પ્રમાણમાં હોવી જરૂરી છે. આ કેસ 'રેરેસ્ટ ઓફ ધ રેર' શ્રેણીમાં આવતો ન હોવાથી દેહાંત દંડને બદલે કાયદા હેઠળની ન્યૂનતમ સજા એટલે કે છેલ્લા શ્વાસ સુધીની આજીવન કેદ આપવી યોગ્ય છે.
    Click here to Read More
    Previous Article
    રાકેશ ટીકેતની ચેતવણી: ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...:ગુજરાતના પડઘા પંજાબ, હરિયાણા, યુપીમાં પડશે; આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે
    Next Article
    'You've 6 Months To Live': Adnan Sami On How His Father's Reaction Led To His 120-Kg Weight Loss

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment