Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    રાકેશ ટીકેતની ચેતવણી: ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો...:ગુજરાતના પડઘા પંજાબ, હરિયાણા, યુપીમાં પડશે; આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે

    1 day ago

    મોરબીના રવાપર ગામે 8 ઓગસ્ટે યોજાયેલી ખેડૂત મહાસભામાં ભારતીય કિસાન યુનિયનના પ્રવક્તા રાકેશ ટીકેતે સરકારને ચેતવણી આપી હતી. તેમણે જણાવ્યું કે, જો ગુજરાતમાં ખેડૂતો પર લાઠીચાર્જ થશે તો તેના પડઘા પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પડશે, અને ત્યાં લાઠીચાર્જ થશે તો ગુજરાતમાં પડઘા પડશે. મોરબી આંદોલનના સમર્થનમાં મહાસભા યોજાઈ મોરબી સહિત સમગ્ર ગુજરાતમાં ખાનગી વીજ કંપનીઓ દ્વારા થાંભલા ઊભા કરવા અને વીજ વાયરો પસાર કરવા સામે ખેડૂતો દ્વારા પૂરતા વળતરની માંગણી સાથે આંદોલન ચાલી રહ્યું છે. આ મહાસભા આ આંદોલનના સમર્થનમાં યોજાઈ હતી. રાકેશ ટીકેત અને ભારતીય કિસાન સંઘે આંદોલનનું સમર્થન કર્યું સભા પહેલા, રાકેશ ટીકેત અને ભારતીય કિસાન યુનિયનના અધ્યક્ષ યદુવીરસિંહ ચૌધરી સહિતના નેતાઓએ જેતપર ગામે છેલ્લા ત્રણ મહિનાથી ચાલી રહેલા ખેડૂત આંદોલન છાવણીની મુલાકાત લીધી હતી. તેમણે ખેડૂતોના આંદોલનને બિરદાવીને સંપૂર્ણ ટેકો જાહેર કર્યો હતો. 'સરકાર માત્ર પૂંજીપતિઓની છે જે ખેડૂતોને લૂંટી રહી છે' : રાકેશ ટીકેત રવાપર ખાતેની મહાસભામાં વિશાળ સંખ્યામાં ખેડૂતો ઉમટી પડ્યા હતા. સભાને સંબોધતા રાકેશ ટીકેતે વધુમાં કહ્યું કે, આ સરકાર ટ્રેક્ટરથી ડરે છે એટલે જ્યારે વિરોધ કરવા જાવ ત્યારે ટ્રેક્ટર લઈને જજો. આે માત્ર પૂંજીપતિઓની સરકાર છે જે ખેડૂતોને લૂંટી રહી છે. તેમણે 8 ઓગસ્ટના 'ભારત છોડો આંદોલન'નો ઉલ્લેખ કરતા કહ્યું કે, આ તાનાશાહી સરકારમાંથી ગુજરાતને મુક્ત કરાવવા તેઓ વારંવાર અહીં આવતા રહેશે. તેમણે ફરીથી ચેતવણી ઉચ્ચારી કે, ખેડૂતો પરના લાઠીચાર્જના પડઘા સમગ્ર દેશમાં પડશે. અમે પંજાબ, હરિયાણા અને ઉત્તરપ્રદેશમાં પોલીસ સ્ટેશન અને DM ઓફિસને ઘેરવાનો પ્રયાસ કરીશું. 'સરકારની નીતિઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે' : યદુવીરસિંહ ચૌધરી આ પ્રસંગે યદુવીરસિંહ ચૌધરીએ કહ્યું કે, સરકાર ખેડૂતોની આવક બમણી કરવાની વાતો કરે છે, પરંતુ તેની નીતિઓના કારણે ખેડૂતો દેવામાં ડૂબી રહ્યા છે. તેમણે ભારપૂર્વક જણાવ્યું કે, ખેતીની જમીનનો વિનાશ કરીને વિકાસ કરવાની જરૂર નથી. 'ગુજરાતના 182 પૈકીન 116 MLA ખેડૂત ખાતેદાર છે' : સરપંચ આ તકે સરપંચ મુન્નાભાઈએ સભાને સંબોધન કરતા કહ્યું હતું કે ગુજરાતના 182 પૈકીના 116 ધારાસભ્ય પોતાના સોગાદનામામાં પોતે ખેડૂત ખાતેદાર છે તેવું લખે છે, જો આ 116 ધારાસભ્ય ખેડૂતોના હિતમાં પોતાના રાજીનામાં સાથે રાજ્યપાલ પાસે પહોંચી જાય તો ભુપેન્દ્રભાઈ જ નહીં પરંતુ તેની આખી કેબિનેટ આવી જાય અને ખેડૂતોના તમામ પ્રશ્નો ઉકેલાઈ જાય તેમ છે, પરંતુ આવું ખેડૂત ખાતેદાર હોવા છતાં ધારાસભ્યો કરતા નથી. તે હકીકત છે. જાણો શું છે ખેડૂત આંદોલનનો સમગ્ર મામલો? મોરબી જિલ્લાના જેતપર ગામે ખાનગી વીજ કંપનીઓ દ્વારા ખેતરોમાં ઊભા કરવામાં આવતા વીજપોલ (ટાવર) અને લાઇન સામે યોગ્ય વળતરની માગ સાથે ખેડૂતો દ્વારા 1 મે, 2026થી સતત આંદોલન ચલાવવામાં આવી રહ્યું છે. શરૂઆતમાં કામગીરી અટકાવવા ખેડૂતો અને કંપનીના માણસો તેમજ પોલીસ વચ્ચે ઘર્ષણ થયું હતું. ત્યાર બાદ ખેડૂતોએ આ વિરોધને વધુ ઉગ્ર બનાવીને ટ્રેક્ટર રેલી, કલેક્ટરને આવેદનપત્ર અને 9 ખેડૂતો દ્વારા 20 દિવસ સુધી આમરણાંત ઉપવાસ જેવા પગલાં ભર્યા હતા. સમગ્ર ગુજરાતમાં ખાનગી કંપનીઓ દ્વારા થઈ રહેલી આ કામગીરી સામે ખેડૂતોમાં ભારે અસંતોષ જોવા મળી રહ્યો છે. સરકાર દ્વારા 4 જુલાઈ, 2026ના રોજ નવી વળતર નીતિ અંગેનો પરિપત્ર જાહેર કરવામાં આવ્યો હતો, પરંતુ ખેડૂતોએ તેને અપર્યાપ્ત ગણાવી અસ્વીકાર કર્યો છે. પરિણામે છેલ્લા ત્રણ મહિના કરતાં વધુ સમયથી જેતપર ખાતે સત્યાગ્રહ છાવણી ચાલુ છે, જ્યાં દરરોજ મોરબી અને આસપાસના જુદા જુદા ગામોમાંથી ખેડૂતો અને મહિલાઓ એકઠા થઈને પ્રતિક ઉપવાસ કરી રહ્યા છે. ખેડૂતોની મુખ્ય માંગણી એ છે કે, સરકાર ખાનગી વીજ કંપનીઓ પાસેથી ખેડૂતોને યોગ્ય અને પૂરતું વળતર મળે તે પ્રકારનો નવો સ્પષ્ટ પરિપત્ર અને આદેશ તાત્કાલિક જાહેર કરે.
    Click here to Read More
    Previous Article
    Dadar To Ghatkopar, 4 Road Overbridges To Ease Traffic In Mumbai
    Next Article
    પિતા અને બે પુત્રોને આજીવન કેદ:પાટણના માલસુંદ હત્યા કેસમાં સેશન્સ કોર્ટનો ચુકાદો; મૃતકના પુત્રને ₹3 લાખ વળતર ચૂકવાશે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment