Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    મરાઠી નાના પાટેકરનો પંજાબ પ્રત્યે અનોખો પ્રેમ:સુવર્ણ મંદિરમાં એઠાં વાસણો માંજ્યા, મહિલાઓ પાસેથી પંજાબી શીખ્યા; બીમાર ખેડૂત માટે તરત ₹3 લાખ આપ્યા

    19 hours ago

    બોલિવૂડના દિગ્ગજ એક્ટર નાના પાટેકરનું ગુરુવારે સવારે 75 વર્ષની ઉંમરે નિધન થયું. નાના પાટેકરને પંજાબીઓ ખૂબ પસંદ હતા. 17 વર્ષ પહેલાં તેઓ પંજાબમાં શૂટિંગ કરી રહ્યા હતા, ત્યારે તેમણે પંજાબી ભાષા શીખી હતી. તેમણે કહ્યું હતું કે, તેમને પંજાબીઓ ખૂબ પસંદ છે. ચંડીગઢમાં ‘વેલકમ’ના શૂટિંગ દરમિયાન તેમણે અસિસ્ટન્ટ ડિરેક્ટરના ખેડૂત પિતાની બાયપાસ સર્જરી માટે તરત જ 3 લાખ રૂપિયા આપી દીધા હતા. આ ઉપરાંત નાના પાટેકર જાન્યુઆરી 2018માં પત્ની નીલકાંતિ પાટેકર સાથે અમૃતસર આવ્યા હતા. અહીં તેમણે સુવર્ણ મંદિરમાં માથું ટેક્યું હતું. સુવર્ણ મંદિરનાં દર્શન કર્યા બાદ નાનાએ કહ્યું હતું- ઈશ્વરનો આભાર છે કે જીવતા જીવ મને સુવર્ણ મંદિરમાં માથું ટેકવાની તક મળી આ દરમિયાન તેમણે ગોલ્ડન ટેમ્પલની સંપૂર્ણ પરિક્રમા કરી અને ત્યારબાદ લંગર હોલમાં એઠાં વાસણો પણ માંજ્યાં હતાં. ત્યાર પછી જ્યારે તેઓ ફરી અમૃતસર આવ્યા, ત્યારે વાઘા બોર્ડર પર રિટ્રીટ સમારોહમાં પણ પહોંચ્યા હતા. આ દરમિયાન તેમણે BSFની નશાવિરોધી દોડમાં પણ ભાગ લીધો હતો. નાનાએ કહ્યું હતું- આવી શાંતિ ક્યાંય મળી નથી નાના પાટેકરે ગોલ્ડન ટેમ્પલનાં દર્શન કર્યા બાદ મીડિયા સાથે વાત કરતાં કહ્યું હતું કે, 'અહીં આવીને મને ખૂબ શાંતિ મળી છે, આવી શાંતિ મેં ક્યારેય ક્યાંય અનુભવી નથી. અહીંના લોકોની સેવા અને શ્રદ્ધા જોઈને હું ખૂબ આશ્ચર્યચકિત છું. હું વિચારી રહ્યો છું કે હું પહેલાં ક્યારેય અહીં કેમ આવ્યો નહીં. અહીં કોઈ નાનું-મોટું કે કોઈપણ પ્રકારનો ભેદભાવ નથી. જો આખો દેશ આ વાત સમજી લે અને તેને પોતાના જીવનમાં અપનાવી લે, તો આપણો દેશ સોના જેવો બની જશે.' નાના પાટેકરે પંજાબમાં શૂટિંગ દરમિયાન પંજાબી શીખી હતી વર્ષ 2009માં 'એક: ધ પાવર ઑફ વન'ના શૂટિંગ દરમિયાન નાના પાટેકર ચંડીગઢ અને પંજાબમાં શૂટિંગ કરી રહ્યા હતા. ફિલ્મમાં તેમને CBI અધિકારીની ભૂમિકા ભજવવાની હતી અને તેમના ઘણા દૃશ્યો પંજાબમાં લોકો સાથે વાતચીત કરતા હતા. પોતાના મરાઠી ઉચ્ચાર હોવા છતાં સંવાદોને પંજાબી અંદાજમાં બોલવા માટે તેમણે સ્થાનિક પંજાબી મહિલાઓ પાસેથી પંજાબી ઍક્સેન્ટ શીખવાનો ખાસ પ્રયાસ કર્યો હતો. તે દરમિયાન એક અહેવાલમાં નાનાએ કહ્યું હતું કે, 'મને પંજાબીઓ પસંદ છે. મારા પિતા પણ અસ્ખલિત પંજાબી બોલતા હતા, કારણ કે ટેક્સટાઇલ પ્રિન્ટિંગના વ્યવસાયમાં તેમનો દરરોજ પંજાબીઓ સાથે સંપર્ક રહેતો હતો.' નાના પાટેકરને ખેતીકામ પણ ખૂબ પસંદ હતું. તેમણે ચંડીગઢમાં મીડિયા સાથે વાતચીત કરતાં કહ્યું હતું કે, 'મને પ્રકૃતિની નજીક રહેવું પસંદ છે અને હું “દિલથી ખેડૂત” છું.' ચંદીગઢમાં અસિસ્ટન્ટ ડિરેક્ટરના પિતાને તરત મદદ કરી વર્ષ 2007માં ફિલ્મ ‘વેલકમ’ના શૂટિંગ દરમિયાન નાનાને જાણવા મળ્યું કે, યુનિટના એક અસિસ્ટન્ટ ડિરેક્ટર બિટ્ટુ ચંડોકના કાકા અવતાર સિંહ ચંદીગઢમાં રહે છે અને ખેડૂત છે. તેઓ ગંભીર રીતે બીમાર હતા અને બાયપાસ સર્જરી માટે લગભગ 3 લાખ રૂપિયાની જરૂર હતી. એક અહેવાલ મુજબ, નાનાએ તરત જ 3 લાખ રૂપિયાનો ચેક આપી દીધો હતો. નાનાએ આ મદદને ‘દાન’ માનવાનો પણ ઇનકાર કર્યો હતો. તેમણે કહ્યું હતું કે, અવતાર સિંહ તેમના પિતાની ઉંમરના છે, તેથી આ એવું હતું જાણે તેઓ પોતાના પિતા માટે કંઈક કરી રહ્યા હોય. તેમણે એમ પણ કહ્યું હતું કે, એક સમય એવો હતો જ્યારે તેમની પાસે કંઈ જ નહોતું અને આજે તેમની પાસે જે કંઈ છે, તે લોકોના કારણે જ છે. , નાના પાટેકર સંબંધિત આ સમાચાર પણ વાંચો… નાના પાટેકરનું નિધન, દિગ્ગજ એક્ટરનો છેલ્લો VIDEO:ડ્રમ વગાડીને ડાન્સ કર્યો, 4 દિવસ પહેલાં કહ્યું હતું- 'ખબર નથી, કાલે હોઉં કે નહીં'; PM મોદીએ શ્રદ્ધાંજલિ પાઠવી નાના પાટેકરે 'અંકુશ' માટે ઘર ગીરવે રાખ્યું હતું:પ્રોડ્યુસર પાસે વાસણ ધોવડાવ્યા, 'પરિંદા'ના ક્લાઇમેક્સમાં આગથી દાઝ્યા; દિગ્ગજ એક્ટરના વણકહ્યા કિસ્સા પીએમ મોદીની નાના પાટેકરને શ્રદ્ધાંજલિ:6 ફિલ્મો- 'તિરંગા', 'પરિંદા', 'પ્રહાર', ક્રાંતિવીર', 'ખામોશી', 'અંકુશ'નો ઉલ્લેખ; બોલિવૂડ સેલેબ્સ પણ ભાવુક થયા નાના પાટેકરને ઉત્તરાખંડમાં ઘર બનાવવું હતું:નીતિ ઘાટીમાં 'ઓલે આલે'ના શૂટિંગ માટે પહોંચ્યા હતા, પહાડોની સાદગીથી થયા હતા પ્રભાવિત
    Click here to Read More
    Previous Article
    Time Running out For Kagiso Rabada As South Africa Prepare For Australia Tests
    Next Article
    વલસાડમાં કોંગ્રેસની ‘GEN Z અને કિસાન અધિકાર યાત્રા’:યુવાનો અને ખેડૂતોના અધિકારો માટે અબ્રામાથી ઘડોઈ ફાટક સુધી રેલી નીકળી

    Related Entertainment Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment