Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    છોટાઉદેપુરમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ:₹2.99 કરોડના ખર્ચે બનેલું ભવન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ

    1 day ago

    છોટાઉદેપુરમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ કરવામાં આવ્યું છે. સરકારના પંચાયત, ગ્રામ ગૃહનિર્માણ અને ગ્રામ વિકાસ વિભાગની 'કન્સ્ટ્રક્શન ઓફ તાલુકા પંચાયત ઓફિસ બિલ્ડીંગ (સી.ડી.પી.3)' યોજના હેઠળ આ નવું ભવન રૂ. 2.99 કરોડના ખર્ચે તૈયાર કરવામાં આવ્યું છે, જે જિલ્લા પંચાયત પ્રમુખ અને સાંસદની ઉપસ્થિતિમાં જનતાની સેવામાં સમર્પિત કરાયું. આધુનિક સુવિધાઓથી સજ્જ ભવન લોકાર્પણ પ્રસંગે જિલ્લા પંચાયત પ્રમુખે જણાવ્યું હતું કે રાજ્ય સરકાર વહીવટી પ્રક્રિયાને વધુ ઝડપી, સરળ, પારદર્શક અને નાગરિક કેન્દ્રિત બનાવવા માટે સતત પ્રયત્નશીલ છે. રૂ. 2.99 કરોડના ખર્ચે તૈયાર થયેલું આ નવું તાલુકા પંચાયત ભવન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ છે. આ આધુનિક બિલ્ડીંગના નિર્માણથી સ્થાનિક ગ્રામીણ નાગરિકોને પંચાયત સંબંધિત તમામ જનકલ્યાણકારી યોજનાઓ, જરૂરી દાખલાઓ અને વહીવટી માર્ગદર્શન એક જ સ્થળેથી સરળતાથી પ્રાપ્ત થશે. આનાથી વહીવટી તંત્ર અને નાગરિકો વચ્ચેનું સંકલન વધુ મજબૂત બનશે તેમજ આ વિસ્તારના સર્વાંગી વિકાસને વેગ મળશે. સહાય વિતરણ આ કાર્યક્રમમાં સાંસદ તેમજ પૂર્વ રેલ રાજ્યમંત્રીએ પ્રાસંગિક ઉદબોધનો કર્યા હતા. આ પ્રસંગે ઉપસ્થિત મહાનુભાવોના હસ્તે વિવિધ સરકારી યોજનાઓના લાભાર્થીઓને સહાય પણ અર્પણ કરવામાં આવી હતી. કાર્યક્રમમાં ધારાસભ્ય, જિલ્લા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન, છોટાઉદેપુર તાલુકા પંચાયતના પ્રમુખ, નાયબ જિલ્લા વિકાસ અધિકારી, જિલ્લા ભાજપ પ્રમુખ સહિત તાલુકા વહીવટી તંત્રના અધિકારીઓ, કર્મચારીઓ, વિવિધ પંચાયતોના સરપંચો, પદાધિકારીઓ અને મોટી સંખ્યામાં સ્થાનિક નાગરિકો ઉપસ્થિત રહ્યા હતા.
    Click here to Read More
    Previous Article
    ગેરેજમાં ચોરી કરનાર બે આરોપી ઝડપાયા:ભેસાણ પરબ રોડ પર ગેરેજમાં થયેલ ઘરફોડ ચોરીનો ભેસાણ પોલીસે ભેદ ઉકેલ્યો: બે આરોપીઓની રૂ. 54,600 ના મુદ્દામાલ સાથે અટકાયત
    Next Article
    12 વર્ષ જૂના લાંચ કેસમાં ACBની જીત:ભૂગર્ભ યોજનાના કામના બિલ મંજૂર કરવાના બદલે રૂ. 21,000 ની લાંચ લેનાર એન્જિનિયરને કોર્ટે 4 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment