Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    12 વર્ષ જૂના લાંચ કેસમાં ACBની જીત:ભૂગર્ભ યોજનાના કામના બિલ મંજૂર કરવાના બદલે રૂ. 21,000 ની લાંચ લેનાર એન્જિનિયરને કોર્ટે 4 વર્ષની સજા અને દંડ ફટકાર્યો

    1 day ago

    12 વર્ષ પુર્વે ભાવનગર જીલ્લાના ગારીયાધાર તાલુકા પંચાયતના અધીક મદદનીશ ઈજનેરને લાંચ લેતા ઝડપાઈ જતા એ.સી.બી. પોલીસે આરોપી સામે જુદી જુદી કોલમો નીચે ગુન્હો નોંધયો હતો. ભાવનગરના 4થા એડી.સેશન્સ જજમાં ચાલી જતા સરકારી વકીલની દલીલો, આધાર પુરાવા, સાક્ષીઓ ધ્યાને રાખી આરોપીને જુદી જુદી કલમો હેઠળ ચાર વર્ષની સજા અને રોકડ દંડ ફટકાર્યો હતો. આ અંગે ફરીયાદી રમેશભાઈ પરશોતમભાઈ ગોહીલ, રહે. સુરનીવાસ, તા.ગારીયાધાર, જિ.ભાવનગરના વતની છે અને ગારીયાધાર તાલુકાના પચ્છેગામે 2012-2013-2014 ના વર્ષના ભુગર્ભ યોજનાના કામો મંજુર થતા તેનો વર્ક ઓર્ડર મળતા ગ્રામ પંચાયત ધ્વારા મજુરી કામ આ કામના ફરીયાદીને આપવામાં આવેલ જે પુરુ થતા મંજુરીના ગ્રામ પંચાયત પચ્છેગામ પાસેથી લેવાના થતા હતા. આ કામની દેખરેખ પાલિતાણા સિંચાઈ વિભાગના ડેપ્યુટી એન્જીયરએ કરી કામ પુરૂ થયાની દેખરેદ કરી તેના બીલો રૂ.9,28,842 ના ગારીયાધાર તાલુકા પંચાયતમાં મોકલી આપવામાં આવેલ. ફરીયાદીને મજુરી કામના નાણાં લેવાના હોવાથી આ બીલ મંજુર થયેલ છે કે કેમ ? તે ખાત્રી કરવા આ કામના આક્ષેપીતને મળતા તેણે જણાવેલ કે આ બીલોમાં અભિપ્રાય મારે આપવાનો થાય છે. બીલ ના 3 ટકા લેખે રૂા.28,000 વહેવાર આપવો પડશે અને રકઝકના અંતે રૂા.21,000 આપવા અને આ લાંચની રકમ તા.21/4/2014 ના રોજ આપવા જણાવેલ હોય ફરીયાદીની રકમ આપવા માંગતા ન હોજ જેથી લાંચરૂશ્વત બ્યુરો પોલીસ પોલીસ સ્ટેશન ભાવનગર ખાતે ફરીયાદ કરેલી અને તા.24/4/14 ના રોજ છટકુ ગોઠવાયેલ ત્યારે આક્ષેપિત કિશોર ધોરાજીયા અ.મ.ઈ. વર્ગ-3 ને રૂા.21,000 લાંચ લેતા ઝડપી લીધેલ હતો, આ અંગેનો એ.સી.બી. વિભાગમાં પોલીસ કેસ નોંધાયેલ અને પોલીસે જુદી જુદી કલમો આરોપી સામે ગુન્હો નોંધયો હતો. આ અંગેનો કેસ ભાવનગરના 4થા એડીશ્નલ સેશન્સ જજ હેતલબેન સી. દવેની અદાલતમાં ચાલી જતા સરકારી વકીલ વિજય માંડલીયાની અસરકાર દલીલો, અને 5 સાક્ષી અને 31 જેટલા આધાર પુરાવા, સાક્ષીઓ વગેરે ધ્યાને રાખી આરોપી કિશોર ધોરાજીયાને ભષ્ટ્રાચાર અધિનીયમની કલમ-7 મુજબ 3 વર્ષની સખ્ત કેદની સજા, કલમ-3 (1), 13 (2) મુજબ 4 વર્ષની સજા, તથા રૂા.50,000 નો દંડ અદાલાતે ફટકારેલ છે…
    Click here to Read More
    Previous Article
    છોટાઉદેપુરમાં નવનિર્મિત તાલુકા પંચાયત ભવનનું લોકાર્પણ:₹2.99 કરોડના ખર્ચે બનેલું ભવન તમામ આધુનિક સુવિધાઓથી સજ્જ
    Next Article
    રાહુલ ગાંધીએ કહ્યું- રીલ 21મી સદીનો નશો છે:એક હજારમાંથી માત્ર 12 યુવાનોને કાયમી નોકરી, સિસ્ટમ યુવાનોને ચક્રવ્યૂહમાં ફસાવી રહી છે

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment