Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સુરેન્દ્રનગરમાં જુગાર રમતા પાંચ ઝડપાયા:₹2.98 લાખના મુદ્દામાલ સાથે LCBએ દબોચ્યા, સીટી બી ડિવિઝન પોલીસમાં જુગારધારા હેઠળ ગુનો દાખલ

    12 hours ago

    સુરેન્દ્રનગર લોકલ ક્રાઈમ બ્રાન્ચ (LCB) એ 80 ફૂટ રોડ, ઉદ્યોગનગર ખાતેથી ગંજીપાના વડે જુગાર રમતા પાંચ ઈસમોને ઝડપી પાડ્યા છે. પોલીસે રોકડ, મોબાઈલ ફોન અને મોટરસાયકલ સહિત કુલ રૂ. 2,98,480 નો મુદ્દામાલ જપ્ત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક પ્રેમસુખ ડેલૂ (IPS) એ સુરેન્દ્રનગર જિલ્લામાં દારૂ-જુગાર જેવી બદીઓ નાબૂદ કરવા સૂચના આપી હતી. આ સૂચનાના આધારે, હેડ કોન્સ્ટેબલ વિજયસિંહ પરમારને મળેલી ચોક્કસ બાતમીના આધારે આ દરોડો પાડવામાં આવ્યો હતો. દરોડા દરમિયાન, પોલીસે રૂ. 23,480 રોકડા, પાંચ મોબાઈલ ફોન (કિંમત રૂ. 1,25,000), ત્રણ મોટરસાયકલ (કિંમત રૂ. 1,50,000) અને ગંજીપાના જપ્ત કર્યા હતા. ઝડપાયેલા આરોપીઓમાં પાર્થભાઈ સુરેશભાઈ લખતરીયા, અક્ષયભાઈ રમેશભાઈ સરૈયા, સંજયભાઈ છેલાભાઈ ગોહીલ, અજીતભાઈ હસમુખભાઈ વઢવાણીયા અને સચિનભાઈ પ્રદ્યુમનભાઈ રાવલનો સમાવેશ થાય છે. આરોપીઓ વિરુદ્ધ સુરેન્દ્રનગર સીટી બી ડિવિઝન પોલીસ સ્ટેશનમાં જુગારધારા હેઠળ ગુનો નોંધી વધુ કાર્યવાહી હાથ ધરવામાં આવી છે. આ કામગીરીમાં LCB ના PI બી.એચ. શીંગરખીયા, PSI આર.જે. ગોહિલ, પેરોલ ફર્લો સ્કોડના PSI એન.એ. રાયમા અને સ્ટાફના મુનાભાઈ રાઠોડ, વિજયસિંહ પરમાર, મહેન્દ્રભાઈ દાદરેસા, પ્રતાપસિંહ રાઠોડ, કપિલભાઈ સુમેરા, ગીરીરાજસિંહ જાડેજા અને મેહુલભાઈ મકવાણા સહિતની ટીમે ભાગ લીધો હતો.
    Click here to Read More
    Previous Article
    ભરૂચમાં ગેરકાયદે ગેસ રીફિલિંગનો પર્દાફાશ:SOGએ કાલુપીર ટકિયા-ધાનવાડી વિસ્તારમાંથી એકની ધરપકડ કરી, 21 સિલિન્ડર સહિત ₹3.63 લાખનો મુદ્દામાલ જપ્ત
    Next Article
    સસ્તી ઇંટ-કપચીની એડ જોઈને ભોળવાયા તો બેંક એકાઉન્ટ થશે સાફ!:12 પાસ યુવકે બિઝનેસમાં લોસ જતા અપનાવ્યો કમાણીનો શોર્ટકટ, જસ્ટ ડાયલ અને ફેસબુકથી રમી છેતરપિંડીની ડબલ ગેમ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment