Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    વેરાવળ પોલીસે ₹27.39 લાખનો મુદામાલ પરત કર્યો:SP જાડેજાની અધ્યક્ષતામાં તેરા તુજકો અર્પણ અભિયાનથી 116 પરિવારોના ચહેરા પર ફરી ખુશી

    20 hours ago

    ગીર સોમનાથ જિલ્લામાં પોલીસ દ્વારા “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ અંતર્ગત કરવામાં આવેલી કામગીરીએ જનસેવાનો એક ઉત્તમ માપદંડ સ્થાપિત કર્યો છે. જિલ્લા પોલીસ અધિક્ષક જયદીપસિંહ જાડેજાના માર્ગદર્શન હેઠળ વેરાવળ અને કોડીનાર પોલીસ ટીમે એક સંકલિત અભિયાન ચલાવી ગુમ થયેલા તથા ચોરી ગયેલા દર-દાગીના, રોકડ રકમ, કિંમતી દસ્તાવેજો, મોબાઇલ ફોન અને વાહનો સહિત કુલ ₹36,06,284નો મુદામાલ શોધી મૂળ માલિકોને પરત આપ્યો છે. આ કામગીરીથી કુલ 116 અરજદારોને ન્યાય મળ્યો, જેના કારણે પોલીસ પ્રત્યે જનવિશ્વાસ વધુ મજબૂત બન્યો છે. વેરાવળ વિસ્તારમાં બનેલી ચોરીની એક ઘટનામાં આરોપીએ ઘરમાં પ્રવેશ કરીને 54.9 ગ્રામ સોનાના દાગીના (₹6.76 લાખ) ચોરી કર્યા હતા. પોલીસએ ટેકનિકલ સર્વેલન્સ અને માનવીય સૂત્રોના આધારે ગણતરીના કલાકોમાં આરોપીને ઝડપી દાગીના પરત અપાવી પ્રશંસનીય કામગીરી કરી. ગોલ્ડ લોન છેતરપીંડીમાં સમાધાન દ્વારા રાહત ગોલ્ડ લોનના બહાને મિત્ર દ્વારા થયેલી છેતરપીંડીમાં પોલીસએ મધ્યસ્થતા દાખવી બંને પક્ષ વચ્ચે સમાધાન કરાવ્યું અને કુલ ₹6.85 લાખ અરજદારોને પરત અપાવી માનવિય અભિગમ દર્શાવ્યો. વિદ્યાર્થીઓને ન્યાય: બેંગ્લોર સુધી તપાસ નર્સિંગ એડમિશનના બહાને રૂપિયા અને અસલ દસ્તાવેજો લઈ લેવાયાની ઘટનામાં પોલીસએ રાજ્ય બહાર સુધી તપાસનો વ્યાપ વધાર્યો. બેંગ્લોરની વિવિધ સંસ્થાઓમાંથી 35 વિદ્યાર્થીઓના મૂળ દસ્તાવેજો પરત મેળવવામાં આવ્યા, જેનાથી પીડિત વિદ્યાર્થીઓને મોટી રાહત મળી. ગુમ થયેલા 4 બાઈક શોધી કાઢી માલિકોને પરત અપાયા, જેની કુલ કિંમત ₹1.65 લાખ છે. આ કામગીરીથી વાહન ચોરીના ગુનાઓ પર અસરકારક નિયંત્રણ જોવા મળ્યું છે. સાયબર ફ્રોડના ભોગ બનેલા 29 અરજદારોને કુલ ₹4.09 લાખ પરત અપાવાયા, જે દર્શાવે છે કે ગીર સોમનાથ પોલીસ ડિજિટલ ગુનાઓ સામે પણ તત્પર છે. ગુમ થયેલા કુલ 50 મોબાઇલ ફોન (₹8.04 લાખ) શોધી માલિકોને સોંપવામાં આવ્યા, જે સામાન્ય નાગરિકો માટે મોટી રાહતરૂપ સાબિત થયું છે. ગીર સોમનાથ પોલીસ દ્વારા ટેકનિકલ સર્વેલન્સ, સાઇબર સેલ અને સ્થાનિક સ્ટાફની સંયુક્ત મહેનતથી આ અભિયાન સફળ બન્યું છે. ઝડપી કાર્યવાહી, પારદર્શકતા અને સંવેદનશીલ અભિગમ દ્વારા પોલીસએ “પોલીસ પ્રજાનો મિત્ર” સૂત્રને સાકાર કર્યું છે. આ કામગીરી માત્ર ગુનાઓ ઉકેલવાની નથી, પરંતુ લોકોના વિશ્વાસને પાછું જીતવાની એક મહત્વપૂર્ણ કડી છે. “તેરા તુજકો અર્પણ” કાર્યક્રમ ગીર સોમનાથમાં જનસેવા અને જવાબદારીનો એક મજબૂત સંદેશ આપે છે.
    Click here to Read More
    Previous Article
    બી.એન. પટેલ ઇન્સ્ટિટ્યૂટમાં વાર્ષિકોત્સવની ઉજવણી:તેજસ્વી વિદ્યાર્થીઓને મેડલ અને પારિતોષિક એનાયત કરાયા
    Next Article
    સુરેન્દ્રનગરમાં ભાજપનું 'ઘર ઘર મહાસંપર્ક અભિયાન':200થી વધુ કાર્યકર્તાઓ જોડાયા, લોકસંપર્ક મજબૂત બનાવવાનો સંકલ્પ

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment