Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    સમી હેલ્થ કચેરીના ક્લાર્કે ₹27 લાખની ઉચાપત કરી:આશાબહેનોના પગાર અને સરકારી ગ્રાન્ટમાંથી નાણાં અંગત ખાતામાં જમા કરાવ્યા

    1 day ago

    પાટણ જિલ્લાના સમી તાલુકા હેલ્થ કચેરીમાં એક આઉટસોર્સિંગ ક્લાર્કે સરકારી નાણાંની મોટી ઉચાપત કરી હોવાનું સામે આવ્યું છે. ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર દ્વારા સમી પોલીસ સ્ટેશનમાં આ અંગે ફરિયાદ દાખલ કરવામાં આવી છે. તપાસમાં કુલ ₹27,19,982ની કાયમી ઉચાપત થઈ હોવાનું બહાર આવ્યું છે. આઉટસોર્સિંગ ક્લાર્ક તરીકે ફરજ બજાવતા ભરતભાઈ પશાભાઈ નાડોદા (રહે. ભામાથળ, તા. સમી) વિરુદ્ધ આ નાણાકીય ગેરરીતિની ફરિયાદ નોંધાઈ છે. તેઓ વર્ષ 2018થી રાજદીપ એન્ટરપ્રાઇઝ અને ત્યારબાદ ઇથોશ એચ.આર. મેનેજમેન્ટ એન્ડ પ્રોજેક્ટ લિમિટેડ ગાંધીનગર મારફતે કાર્યરત હતા. હાલના ઇન્ચાર્જ તાલુકા હેલ્થ ઓફિસર ડો. નિકુલકુમાર ચંદુલાલ તારાચંદ નાયકે ફરિયાદ નોંધાવી છે. માર્ચ અને એપ્રિલ 2026 દરમિયાન તાલુકાની આશા બહેનોએ તેમના 50% ટોપઅપ અને ફિક્સ પગાર વધારાનું ભથ્થું ન મળ્યાની રજૂઆત કરી હતી. આ બાબતે અન્ય કર્મચારીઓ પાસે બેંક વિગતોની ચકાસણી કરાવતા ક્લાર્ક દ્વારા કરાયેલું કૌભાંડ પ્રકાશમાં આવ્યું હતું. આરોપી ભરતભાઈ નાડોદાએ અલગ-અલગ સમયે સરકારી ચેકો અને બેંક પેમેન્ટ ટ્રાન્સફર શીટમાં મોટા પાયે છેડછાડ કરી હતી. તેમણે 25 ફેબ્રુઆરી 2026ના રોજ આશા બહેનોના માનદ વેતન માટે આવેલા ₹6,79,580ના ચેક પાછળ આંકડા અને શબ્દો ઉમેરીને તેને ₹26,79,580 કરી દીધો હતો. આ ઉપરાંત, 134 કર્મચારીઓની અસલ ટ્રાન્સફર શીટમાં કૌભાંડ આચરીને 46મા ક્રમે પોતાનું નામ ઉમેરી ₹21,00,000ની રકમ દર્શાવી દીધી હતી. અધિકારીની ખોટી સહી કરીને ડમી ટ્રાન્સફર શીટ બનાવી આ નાણાં પોતાના સ્ટેટ બેંક ઓફ ઇન્ડિયાના ખાતામાં ટ્રાન્સફર કરી લીધા હતા. આ સિવાય, અન્ય ત્રણ અલગ-અલગ ચેકો જેમાં 'પે' ના ખાનામાં કોઈ નામ ન હતું, તેમાં બેંકમાં કમ્પ્યુટરાઈઝ નામ લખાવવાનું બહાનું બતાવી અધિકારીનો વિશ્વાસ જીતી સહીઓ કરાવી લીધી હતી. બાદમાં પોતાના નામ જોગ ચેક વટાવી દીધા હતા. ઓફિસના કન્ટીજન્સી તેમજ લાઈટ બિલ માટેનો ₹50,000નો ચેક અને કર્મચારીઓના NPS, GPF તથા જૂથ વીમા કપાતના કુલ ₹3,74,569ના ચેક પણ સરકારી ખાતામાં જમા કરાવવાને બદલે પોતાના અંગત ખાતામાં જમા કરાવી દીધા હતા.
    Click here to Read More
    Previous Article
    મોર્નિંગ ન્યૂઝ બ્રીફ:UP-બિહારમાં વાવાઝોડું, 16 રાજ્યમાં તોફાની વરસાદ, મોદી બોલ્યા-કૉંગ્રેસે નિષ્ફળતાનું કલંક હિંદુઓ પર લગાવ્યું, હોર્મુઝ પાસે ઓઇલ ટેન્કર પર મિસાઇલ હુમલો
    Next Article
    સમી-શંખેશ્વર હાઇવે પર મહિલાના 2.26 લાખના દાગીનાની ચોરી:ઈકો ગાડીમાં મહિલા મુસાફર પાસેથી અજાણ્યા ગઠિયાઓએ પર્સ સરકાવ્યું

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment