Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    શેર બજારના નામે ₹26.20 લાખની છેતરપિંડી:ઓડિશા-બંગાળની આંતરરાજ્ય સાયબર ગેંગના 5 સાગરીતો ઝડપાયા, એકાઉન્ટમાંથી ₹6.53 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા

    15 hours ago

    શેર બજારમાં ટ્રેડિંગના નામે ઊંચા નફાની લાલચ આપી સામાન્ય નાગરિકોને ડિજિટલ લૂંટનો શિકાર બનાવતી એક મજબૂત આંતરરાજ્ય સાયબર ગેંગનો સુરત સાયબર ક્રાઇમ સેલે પર્દાફાશ કર્યો છે. સુરતના એક જાગૃત નાગરિક સાથે રૂ. 26,20,000/- ની ઓનલાઈન છેતરપિંડીના મામલામાં પોલીસે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાં ઓપરેશન પાર પાડીને ગેંગના 5 સભ્યોની ધરપકડ કરી છે. સાયબર ક્રાઇમ સેલના એસીપી શ્વેતા ડેનિયલના માર્ગદર્શન હેઠળ થયેલી આ તપાસમાં ચોંકાવનારું બેંક ખાતા ભાડે આપવાનું નેટવર્ક સામે આવ્યું છે. સોશિયલ મીડિયા અને આભાસી ગ્રાફ દ્વારા જાળ બિછાવી આ સાયબર માફિયાઓની મોડસ ઓપરેન્ડી અત્યંત શાતિર હતી. તેઓ સામાન્ય લોકોને ટાર્ગેટ કરવા માટે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ અને વોટ્સએપ ગ્રુપનો સહારો લેતા હતા. સુરતના ફરિયાદીને પણ શેર માર્કેટ ઇન્વેસ્ટમેન્ટ ટિપ્સ આપતા એક વોટ્સએપ ગ્રુપમાં એડ કરાયા હતા. ગેંગના સભ્યોએ ફરિયાદીને વિશ્વાસમાં લઈ લીંક દ્વારા ટ્રેડિંગ કરવાથી ટૂંક સમયમાં બમણો કે ત્રણ ગણો નફો મળવાની લાલચ આપી હતી. ત્યારબાદ એક બોગસ (ફેક) વેબસાઈટ પર ફરિયાદીનું લોગિન આઈડી બનાવી, સ્ક્રીન પર નફો થતો હોવાનો આભાસી ગ્રાફ બતાવીને અલગ-અલગ ટુકડાઓમાં કુલ 26,20,000/- જુદા-જુદા બેંક ખાતાઓમાં ટ્રાન્સફર કરાવી લીધા હતા. બેંક એકાઉન્ટ ભાડે આપવાનું આંતરરાજ્ય નેટવર્ક પોલીસ તપાસમાં બહાર આવ્યું છે કે, આ ગુનામાં મુખ્ય ભૂમિકા ભજવનાર આરોપી રંજન અને કૃષ્ણા કુંભારે પોતાના અસલી દસ્તાવેજોનો ઉપયોગ કરીને 'RRK PUBLICBAZZAR PRIVATE LIMITED' ના નામે એક્સિસ બેંકમાં એક કરંટ એકાઉન્ટ ખોલાવ્યું હતું. ત્યારબાદ આ ખાતાની કીટ આરોપી સુબાસચંદ્ર અને એસ.કે. આલમગીરના માધ્યમથી કમિશનના જોરે ગેંગના મુખ્ય સાગરીત બસંતસિંહ ઉર્ફે બિગબોસ સુધી પહોંચાડવામાં આવી હતી. બિગબોસે આગળ નાસતા ફરતા મુખ્ય સાયબર ક્રિમિનલ્સને આ ખાતું ઓપરેટ કરવા આપ્યું હતું, જેઓ છેતરપિંડીની રકમ સગેવગે કરવા આ ખાતાનો ઉપયોગ કરતા હતા. એક જ વર્ષમાં ₹6.53 કરોડના શંકાસ્પદ ટ્રાન્ઝેક્શન આરોપીઓની ધરપકડ બાદ સાયબર સેલે જ્યારે તેઓના કરંટ બેંક એકાઉન્ટનું સ્ટેટમેન્ટ તપાસ્યું, ત્યારે પોલીસ અધિકારીઓ પણ ચોંકી ઉઠ્યા હતા. પ્રાથમિક તપાસ મુજબ, તારીખ 01-03-2025 થી તારીખ 28-02-2026 સુધીના માત્ર એક જ વર્ષના ટૂંકા ગાળામાં આ સિંગલ બેંક ખાતાની અંદર કુલ 6,53,43,924ના શંકાસ્પદ સાયબર ફ્રોડના ટ્રાન્ઝેક્શન્સ ટ્રેસ થયા છે. આ ગેંગ નેટબેન્કિંગ, IMPS અને RTGSના માધ્યમથી સેકન્ડોની અંદર ભોગ બનનારના પૈસા આ ખાતામાં મેળવી, કમિશન કાપીને મુખ્ય સાયબર ગુનેગારોને ટ્રાન્સફર કરી દેતી હતી. સુરતના ફરિયાદીના પણ 50,000 આ જ ચોક્કસ એક્સિસ બેંકના ખાતામાં જમા થયા હતા. જેલભેગા થયેલા આરોપીઓની વિગત સુરત સાયબર ક્રાઇમ સેલની ટીમે ટેકનિકલ લોકેશનના આધારે ઓડિશા અને પશ્ચિમ બંગાળમાંથી નીચે મુજબના પાંચ રીઢા સાયબર અપરાધીઓને ઝડપી લીધા છે: પોલીસના જણાવ્યા અનુસાર પકડાયેલા પાંચેય આરોપીઓ દેશના અલગ-અલગ ખૂણે સામાન્ય પ્રજાને ડિજિટલ લૂંટનો શિકાર બનાવવામાં સંડોવાયેલા છે અને તેમનો મોટો ગુનાહિત ઇતિહાસ ધરાવે છે. હાલ પોલીસ આ રેકેટના મુખ્ય સૂત્રધારો સુધી પહોંચવા આગળની તપાસ ચલાવી રહી છે.
    Click here to Read More
    Previous Article
    18મીથી ગિરનાર IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો પ્રારંભ:મુસાફરોએ આઈડી પ્રૂફ ફરજિયાતપણે સાથે રાખવું પડશે, ​સિંહના હુમલા બાદ યાત્રાળુઓની સુરક્ષા વધારવા નિર્ણય
    Next Article
    "Trying To Survive": Indians, Others Hit As Iran War Triggers Dubai Job Crisis

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment