Search

    Language Settings
    Select Website Language

    GDPR Compliance

    We use cookies to ensure you get the best experience on our website. By continuing to use our site, you accept our use of cookies, Privacy Policy, and Terms of Service.

    BijnorNews
    Bijnor news

    18મીથી ગિરનાર IN/OUT ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમનો પ્રારંભ:મુસાફરોએ આઈડી પ્રૂફ ફરજિયાતપણે સાથે રાખવું પડશે, ​સિંહના હુમલા બાદ યાત્રાળુઓની સુરક્ષા વધારવા નિર્ણય

    14 hours ago

    ગિરનાર પર્વત પર દર્શનાર્થે આવતા હજારો યાત્રાળુઓની સુરક્ષાને સર્વોપરી ગણીને વહીવટી તંત્ર દ્વારા એક અત્યંત મહત્વપૂર્ણ નિર્ણય લેવામાં આવ્યો છે. યાત્રાળુઓની સુવ્યવસ્થિત અવરજવર સુનિશ્ચિત કરવા, તેમની ચોક્કસ સમયસર માહિતી મેળવવા અને કોઈપણ પ્રકારની આપત્તિ કે કટોકટીના સમયે ઝડપી અને અસરકારક પ્રતિસાદ આપી શકાય તે હેતુથી પ્રાયોગિક ધોરણે 'IN/OUT' ઓનલાઈન રજીસ્ટ્રેશન સિસ્ટમ અમલમાં મૂકવામાં આવી રહી છે. આ નવીન સિસ્ટમનો અમલ આવતીકાલથી શરૂ કરવામાં આવશે. દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે. જૂનાગઢના ગિરનાર વિસ્તારમાં તાજેતરમાં બનેલી એક અત્યંત દુઃખદ અને હચમચાવી દેનારી ઘટનામાં ગિરનાર પર્વતની 50 પગથિયા સીડી પર એક બાળકનો સિંહે શિકાર કર્યો હતો. આ ગંભીર ઘટના બાદ રાજ્ય સરકારના માર્ગદર્શન હેઠળ જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર અને વન વિભાગ સફાળું જાગ્યું છે અને એક્શન મોડમાં આવી ગયું છે. ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવું પડશે ​આ નવી રજીસ્ટ્રેશન વ્યવસ્થા ગિરનાર પર્વત પર જનારા તમામ યાત્રાળુઓ માટે લાગુ પડશે, પછી ભલે તેઓ નવી સીડી, જૂની સીડી કે રોપવે મારફતે યાત્રા કરતા હોય. જૂનાગઢ જિલ્લા વહીવટી તંત્ર દ્વારા તમામ શ્રદ્ધાળુઓને અપીલ કરવામાં આવી છે કે તેઓ પોતાની સુરક્ષા માટે જ શરૂ કરવામાં આવેલી આ વ્યવસ્થામાં સંપૂર્ણ સહકાર આપે. યાત્રાળુઓની સરળતા ખાતર રજીસ્ટ્રેશનની પ્રક્રિયાને ખૂબ જ સહેલી બનાવવામાં આવી છે. આ ઓનલાઈન પોર્ટલ અને સિસ્ટમનું નિર્માણ જિલ્લા NIC ટીમના ડીઆઈઓ ભુવનેશ્વર બુડગયા, હિતેશ ટાંક અને શાયર રાઠોડ દ્વારા જિલ્લા વહીવટી તંત્ર, વન વિભાગ અને પોલીસ તંત્રના સંયુક્ત પરામર્શથી કરવામાં આવ્યું છે. વહીવટી તંત્ર યાત્રાળુઓની સુરક્ષા અને વન્યજીવોના સંરક્ષણ બંને માટે કટિબદ્ધ છે અને તેથી જ દરેક યાત્રાળુએ પોતાની સાથે કોઈપણ એક અધિકૃત ઓળખ કાર્ડ (આઈડી પ્રૂફ) ફરજિયાતપણે સાથે રાખવાનું રહેશે. QR કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરીને ગિરનાર પર્વત પર આરોહણ શરૂ કરતા પહેલા તમામ યાત્રિકોએ નવી સીડી પાસે અથવા એન્ટ્રી પોઈન્ટ પર મૂકવામાં આવેલી સ્ટેન્ડી પરનો QR કોડ પોતાના મોબાઈલમાં સ્કેન કરવાનો રહેશે. જે યાત્રિકો સીધા વેબસાઈટ પર જવા માંગતા હોય તેઓ https://Register.bhavnathtemple.com લિંક ઓપન કરી શકશે. મુસાફરો આ રીતે IN/OUT કરી શકશે આ વેબસાઈટ કે ક્યુઆર કોડ મારફતે પોર્ટલ પર પોતાની જરૂરી વિગતો ભરીને યાત્રા શરૂ કરતી વખતે ઓનલાઈન નોંધણી કરી 'IN' (એન્ટ્રી) નોંધાવવાની રહેશે. ત્યારબાદ, જ્યારે યાત્રિક પોતાની યાત્રા અને દર્શન પૂર્ણ કરીને હેમખેમ નીચે પરત ફરે ત્યારે તેમણે ફરજિયાતપણે ફરીથી આ જ પોર્ટલ પર 'OUT' (એક્ઝિટ) એન્ટ્રી કરાવવાની રહેશે. આનાથી તંત્રને પર્વત પર હાલમાં કેટલા યાત્રિકો છે તેની ચોક્કસ સંખ્યા મળતી રહેશે. ઓફલાઈન રજીસ્ટ્રેશન પણ સ્થળ પર જ વિનામૂલ્યે કરાવી શકાશે ​જે યાત્રિકો પાસે સ્માર્ટફોન ઉપલબ્ધ નહીં હોય અથવા જેમને ઓનલાઈન પ્રક્રિયામાં મુશ્કેલી પડતી હોય, તેમની ચિંતા કરવાનું કોઈ કારણ નથી. તેમની સુવિધા માટે સ્થળ પર જ વહીવટી તંત્ર અને વન વિભાગનો સ્ટાફ ફરજરત રહેશે. આ સ્ટાફની મદદથી આવા યાત્રિકોનું ઓફલાઈન રજીસ્ટ્રેશન સ્થળ પર જ વિનામૂલ્યે અને સરળતાથી કરી આપવામાં આવશે.
    Click here to Read More
    Previous Article
    In launching app for cadre, YSRCP chief Jagan Mohan Reddy follows Vijay’s playbook
    Next Article
    શેર બજારના નામે ₹26.20 લાખની છેતરપિંડી:ઓડિશા-બંગાળની આંતરરાજ્ય સાયબર ગેંગના 5 સાગરીતો ઝડપાયા, એકાઉન્ટમાંથી ₹6.53 કરોડના શંકાસ્પદ વ્યવહારો મળ્યા

    Related Gujarat Updates:

    Are you sure? You want to delete this comment..! Remove Cancel

    Comments (0)

      Leave a comment